હૃદયરોગ નો હુમલો એ એવી બીમારી છે જેમાં ઘણી ખરી વખત આપણને ખબર પણ નથી હોતી કે એટેક આવ્યો છે. અને જ્યાં સુધી માં ખબર પડે ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હોય છે. પરંતુ અમુક લક્ષણો હાર્ટ અટેક આવ્યાના એક મહિના પેલા દેખાવા લાગે છે. જેથી આ લક્ષણો વાંચીને આગળ શેર કરજો જેથી બધા લોકો સાવધાન રહી શકે.
થાક લાગવો – કોઈ પણ વર્કઆઉટ કર્યા વગર જો થાક લાગતો હોય તો આ પણ એક લક્ષણ હોઈ શકે છે. કારણકે રદય ને વધારે મહેનત કરવાની ત્યારે જ જરૂર પડે છે જ્યારે તેની ધમનીઓ કોલેસ્ટ્રોલ ના લીધે બંધ થઈ જાય છે. ઘણી વખત સારી નીંદર આવ્યા છતાં સવારે નીંદર આવે છે તેમ જ થાક પણ અનુભવીએ છીએ.
સ્વાચ્છોશ્વાસની પ્રક્રિયા માં તકલીફ – જ્યારે શ્વાસ લેવામાં કોઈ મુશ્કેલી થતી હોય તો આ પણ એક હૃદય રોગ ના હુમલાનો સંકેત હોઈ શકે છે. હૃદય જ્યારે સરખી રીતે કામ ન કરી શકે ત્યારે ફેફસા સુધી જોઈએ તેટલી માત્રામાં ઓક્સિજન પહોંચી શકતો નથી માટે શ્વાસ લેવામાં તકલીફ પણ પડે છે.
શરદી ન મટવી – લાંબા સમય સુધી શરદી થાય તો આપણે જોખમી સંકેત હોઈ શકે છે. શરદીમાં કફની સાથે સફેદ અથવા ગુલાબી રંગ ની લાળ જોવા મળે તો એ ફેફસામાં સ્ત્રાવિત થયેલું લોહીના હિસાબે થઈ શકે છે.
ચક્કર આવવા – હૃદય નબળું હોવાને કારણે લોહીનો સંચાર વ્યવસ્થિત રીતે થઈ શકતો નથી. આવે વખતે મગજ સુધી ઓકસીજન પહોંચી શકતો નથી જેના કારણે પણ ચક્કર આવી શકે છે. જો તમને વારંવાર ચક્કર આવતાં હોય તો આ એક ગંભીર મુદ્દો હોઈ શકે છે.
સોજો થાવો – હૃદયને દરેક અંગો સુધી લોહી પહોંચાડવાનું હોય છે અને એ કરવા માટેનો પણ ખૂબ જ પડે છે. આથી તેની શિરાઓ ફૂલી જાય છે અને એમાં સોજો આવી જાય છે. મોટાભાગે આ અસર પગના પંજા,ઘુટણ વગેરેમાં જોઇ શકાય છે.
Disclaimer- This content is provided for informational purposes only, and is not anyway intended to be a substitute for professional medical advice.
નીચેના વિડીયોમાં તમે બધી માહિતીઓ જોઈ શકો છો…