હિન્દુ ધર્મમાં હોળીના તહેવારને દરેક તેઓ હાર ની જેમ જ પ્રમુખ તહેવારમાં માનવામાં આવે છે. એબીસીડી તો જ્યોતિષશાસ્ત્રમાં પણ હોળી તહેવાર નું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે, હકીકતમાં હોળીની રાત્રે ગ્રહ અને નક્ષત્રોની દશા એવી કંઈક હોય છે કે આ રાતે કરવામાં આવેલા યોગ્ય કે અનુષ્ઠાન વગેરે દરેક સફળ થાય છે.
એવી માન્યતાઓ છે કે હોળીકા દહન વખતે રહેલી આગમાં જીવન ની દરેક સમસ્યાને ખતમ કરવાની ક્ષમતા હોય છે. આજે એટલે કે સોમવારે હોળીકા દહન કરવામાં આવશે.એવું માનવામાં આવે છે કે હોળીકા દહન ની રાત્રે કરવામાં આવેલા અમુક વિશેષ ઉપાયો દરેક સમસ્યાઓને ખતમ કરી શકે છે. અને એવી પણ માન્યતા છે કે આ ઉપાય કરવામાં આવે ત્યારે ગોપનીયતા રાખવી ખૂબ જ જરૂરી છે તો જ આ ઉપાય નું ફળ આપણને મળી શકે છે.
ચાલો જાણીએ કયા ઉપાય હોળીકા દહન ની રાત્રે કરવા જોઈએ
હોળીકા દહન ના થોડા સમય પહેલાં સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરી લો, અને આ પછી હાથમાં એક શ્રીફળ લઈને ઘરના દરેક પરિવારજનો ના માથેથી આ શ્રીફળને સાત વખત ઘડિયાળની દિશામાં ઉતારો.
આટલું કર્યા પછી પોતાના ઈષ્ટદેવનું ધ્યાન ધરીને તેને પોતાની સમસ્યા નું નિવારણ લાવવા માટે પ્રાર્થના કરો. આટલું કર્યા પછી આ શ્રીફળને હોળીકા દહન માં ચડાવી દો.
આટલું કરીને હોળીની સાત પરિક્રમા કરતા કરતા પ્રાર્થના કરો. ત્યાર પછી ઘરે આવીને પણ ઇષ્ટદેવ અને વડીલોના આશિર્વાદ લો. અને આટલું કર્યા પછી ભગવાનને કોઈ મિષ્ટાન નો ભોગ ધરાવીને પછી તેમાંથી પ્રસાદ ગ્રહણ કરો અને દરેક પરિવારજનોને પણ આ પ્રસાદ આપો.
એવું પણ માનવામાં આવે છે કે આ ઉપાય કરતી વખતે તમારી મનોકામના ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે તમે હોળીના દિવસે પૂર્ણ રીતે પવિત્ર રહો. માન્યતા પ્રમાણે જ્યારે તમારું શરીર એકદમ પૂર્ણ રીતે ચોખ્ખું હોય અને પવિત્ર હોય ત્યારે જ તમને આ ઉપાયનું ફળ મળે છે.
[pictures used just for representation]