Site icon Just Gujju Things Trending

ઘરમાં ભૂલથી પણ ન લગાવવા જોઈએ આ 3 છોડ, માનવામાં આવે છે અશુભ

આપણામાંથી ઘણા લોકોને ઘરમાં ગાર્ડનિંગનો શોખ હોવાથી ગાર્ડન બનાવ્યા હોય છે તો ઘણા હો તેમાં વિવિધ પ્રકારના છોડ ઉગાડે છે. જેનાથી ઘરનુ વાતાવરણ ચોખ્ખું રહે છે તેમજ ઓક્સિજનની માત્રા વધારે રહેવાથી આસપાસનું વાતાવરણ સ્વચ્છ મહેસુસ થાય છે. તમને પણ ખબર હશે કે વૃક્ષો આપણને કાર્બન ડાયોક્સાઇડ શોષીને ઓક્સિજન આપે છે.ઘરમાં ગાર્ડન બનાવવું એમાં કોઈ સમસ્યા નથી પરંતુ અમુક પ્રકારના છોડ લગાવવાથી આપણા ઘર પર ખરાબ અસર પડી શકે છે. આજે આપણે એના વિશે વાત કરવાના છીએ કે ક્યા છોડ લગાવવા જોઈએ તેમજ ક્યા છોડ ને માનવામાં આવે છે અશુભ.

વાસ નુ ઝાડ કર્મા લગાવવાથી સંપત્તિમાં નુકશાન પહોંચે છે. સાથે સાથે એમ પણ માનવામાં આવે છે કે આ ઝાડ ગૃહ કલેશ નું કારણ પણ બની શકે છે. આના કારણે વ્યક્તિ દેવામાં ડૂબી જાય છે અને ક્યારેય પણ દેવું ચૂકવી શકતો નથી. આથી આપણી ભલાઈ એમાં જ છે કે વાસ નું ઝાડ ક્યારેય પણ ન રાખવું.

જો આપણે ઘરમાં બોર નું ઝાડ લગાવેલું હોય તો બને તેટલું જલ્દી તેને દુર કરી નાખવું જોઈએ. કારણ કે આના કારણે ઘરમાં આર્થિક નુકશાનનો સામનો કરવો પડી શકે છે તેમજ આપણા ઘરનો વિકાસ રુંધાઈ જાય છે. આથી બોર નુ ઝાડ ઘરમા લગાવવું જોઈએ નહિ.

ખજૂરનું ઝાડ અમુક રાશિવાળા લોકો માટે ફાયદાકારક હોય છે પરંતુ એવું મનાય છે કે મોટાભાગના લોકોને આનાથી મોટું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવે છે. માણસ ગમે તેટલી મહેનત કરે તો પણ તેના ઘરમાં હંમેશા આર્થિક તંગી રહે છે આથી ખજૂરનું ઝાડ ક્યારેય પણ લગાવવું જોઈએ નહીં.

આ ઝાડ ઉછેરવાથી દૂર થઈ શકે છે આર્થિક તંગી અને થઈ શકે આર્થિક લાભ:

ઉપર કહ્યા મુજબ ના છોડ લગાવવા ન જોઈએ પરંતુ અમુક ઝાડપાન લગાવવાથી આપણા ઘર સુખ સંપત્તિ પણ આવે છે. તો જાણી લો કે ક્યા છોડ નો સમાવેશ કરવાથી ઘરમા સુખ સંપત્તિ વધારી શકાય છે.

તુલસી ના છોડ ને પવિત્ર મનાય છે ખાસ કરીને હિંદુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. આપણે ઘણા ઘરોમાં હાલમાં પણ તુલસી ના છોડ જોયા હશે અને હિંદુ ધર્મ અનુસાર તુલસીના છોડની દેવતા સમાન ગણીને પૂજા કરવામાં આવે છે.તુલસીનો છોડ ઘરમાં લગાવવાથી ઘણા લાભ થાય છે. એવું મનાય છે કે આ છોડ લગાવવાથી ઘરની આર્થિક સમસ્યાઓ તેમજ પરેશાનીઓ દૂર થાય છે અને ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાને કાઢીને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. આથી જો ગાર્ડન ન હોય તો પણ નાનો તુલસીનો એક છોડ ઘરમાં રાખવો જોઈએ.

ઘણા લોકો એવું માને છે કે દાડમનો છોડ ઘરમાં લગાવવો એ સારી વાત નથી પરંતુ દાડમનો છોડ ઘરમાં લગાવવાથી દેવામાંથી મુક્તિ મળે છે. સાથે સાથે ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ બની રહે છે. આથી દાડમનો છોડ ઘરમાં લગાવવાથી ઘણા ફાયદાઓ થાય છે.

હળદર નો છોડ ઘરમાં લગાવવામાં આવે તો તે પણ ઘર માટે ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે એવું માનવામાં આવે છે કે આ છોડ ઘરમાં રહેલી નેગેટિવ એનર્જીને દૂર કરીને પોઝિટિવ એનર્જી રાખે છે. આથી આ છોડ લગાવવાથી પણ ઘરમાં ફાયદો પહોંચે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version