ચાંદની આજે લવમેરેજ કરીને પોતાના પપ્પા પાસે આવી અને પપ્પાને કહ્યું કે પપ્પા મેં મારી પસંદગીના છોકરા સાથે લગ્ન કરી લીધા છે. આથી સ્વાભાવિક છે કે કોઈ પણ બાપ આ બધું અચાનક સાંભળીને ગુસ્સે થઈ જાય એવી રીતે ચાંદનીના પપ્પા પણ ગુસ્સે થઈ ગયા. તેના પિતાના વ્યક્તિત્વ ના વખાણ કરીએ કે તેના વિચારશક્તિના પરંતુ તેને માત્ર પોતાની દીકરીને એટલું જ કહ્યું કે, “મારા ઘરમાંથી નીકળી જા.”
આ સાંભળીને દીકરીએ કહ્યું કે હાલમાં તેના પતિ પાસે કોઈ કામ નથી, હાથી થોડા દિવસ ઘર પર એ બંનેને રહેવા દો. પરંતુ તેના પિતાજીએ એક પણ વાત સાંભળી નહિ અને ઘર ની બહાર કાઢી નાખ્યા.
ધીમે ધીમે સમય વીતતો ગયો. થોડા વર્ષો પછી ચાંદનીના પપ્પાનું અવસાન થઈ ગયું અને દુર્ભાગ્યવશ જે છોકરા સાથે ચાંદની ય લગ્ન કર્યા હતા એ છોકરો પણ તેને દગો આપીને ભાગી ગયો. ચાંદનીના બે સંતાન એક છોકરો અને એક છોકરી હતા. ચાંદની પોતાનું એક રેસ્ટોરન્ટ ચલાવી રહી હતી જેનાથી તેના જીવન નો ભરણપોષણ થઈ રહ્યું હતું. ચાંદનીને જ્યારે તેના પિતાજી વિશે ખબર પડી ત્યારે તેને મનમાં ને મનમાં વિચાર્યું કે જે થયું તે સારું થયું, કારણ કે આમ પણ તેને મને ઘરમાંથી કાઢી મુકી હતી અને રસ્તા વચ્ચે ઠોકરો ખાવા માટે છોડી દીધી હતી. મારા પતિના ભાગી ગયા પછી પણ મને ઘરે ન બોલાવી. એની અંતિમયાત્રામાં પણ હું જઈશ નહી.
પરંતુ એવામાં જ તેના મોટા પપ્પાએ કહ્યું કે, “દીકરા ચાંદની, તું અંતિમયાત્રા માં જઈ આવ. જ્યારે વ્યક્તિ જ આ દુનિયામાં નથી, તો એની સાથે શેની દુશ્મની? આથી ચાંદની એ પહેલા હા-ના કરી પણ અંતે જવા માટે માની ગઈ, અને અંદરો-અંદર વિચારવા લાગી કે ચાલો જોઈ લઈએ જે માણસ એ મને રસ્તે રઝળતી કરી નાખી હતી તે મર્યા પછી શાંતિ પામે છે કે નહીં? ચાંદની જ્યારે પોતાના પિતાના ઘરે આવી તો બધા લોકો તેના અંતિમ યાત્રાની તૈયારી તૈયારી કરી રહ્યા હતા, પરંતુ ચાંદનીના મોઢા ઉપર તેના પિતાના મરવાનું કોઈ દુઃખ દેખાતું હતું નહીં.
તે માત્ર તેના મોટા પપ્પા ના કહેવાથી જ ઘરે આવી હતી. તેના પિતાની અંતિમ યાત્રા શરૂ થઈ, બધા લોકો રડી રહ્યા હતા પરંતુ ચાંદની દૂર ઉભી ઉભી આ બધું જોઈ રહી હતી. ધીમે ધીમે સમય વીતતો ગયો અને અંતિમ યાત્રા પૂર્ણ કરીને લોકો ચાલ્યા ગયા, એક બે દિવસ એમ દિવસો વીતતા ગયા. ફરી એક દિવસે તેના પિતાનું તેરમું હતું, તેના મોટા પપ્પાએ ચાંદનીને બોલાવીને તેના હાથમાં એક કાગળ આપ્યો અને કહ્યું કે બેટા આ કાગળ તારા પપ્પાએ તને આપ્યો છે. જો બની શકે તો આને એક વખત જરૂર વાંચી લેજે, રાત થઈ ચૂકી હતી અને ધીમે ધીમે બધા મહેમાન જય ચૂક્યા હતા. આથી દીકરીએ તે કાગળ કાઢ્યો અને વાંચવાનું શરૂ કર્યું.
તે કાગળમાં લખ્યું હતું કે, “મારી પ્યારી ગુડિયા મને ખબર છે કે તું મારાથી નારાજ છો. પરંતુ તારા પપ્પા ને માફ કરી દેજે. હું જાણું છું કે મેં તને ઘરેથી કાઢી નાખી હતી. તારી પાસે રહેવાની જગ્યા પણ ના હોવાથી સડક પર દિવસો વિતાવ્યા હતા. હું પણ ઉદાસ હતો, પરંતુ તને કેવી રીતે જણાવું. તને યાદ હોય તો જ્યારે તું પાંચ વર્ષની હતી ત્યારે તારી માતા આપણને છોડીને ચાલી ગઈ હતી એ વખતે તું કેટલું રડતી હતી. મારા સિવાય સુતી પણ ન હતી અને રાત્રીના અચાનક જાગી ને પણ રડવા લાગતી હતી. ત્યારે એ સમયે હું પણ આખી રાત્રી તારી સાથે જાગતો હતો. તને જ્યારે સ્કૂલે જવાનો ડર લાગતો ત્યારે હું પણ તારા સ્કૂલની બારી પાસે આખો દિવસ ઊભો રહેતો અને જેવી તું સ્કૂલેથી બહાર આવતી કે હું તને ભેટી પડતો. તારા માટે તને જે પસંદ આવે તે ખાવાનું બનાવતો હતો જેથી કરીને તું ક્યારે પણ ભૂખી ન રહે.
યાદ છે તને એક વખત તાવ આવી ગયો હતો અને હું આખો દિવસ તારી પાસે બેસી રહેતો, રડતો પણ તને હસાવતો હતો. કારણકે જો તુ રડવા લાગે તો હું પણ રડી પડતો. તારી હાઇસ્કૂલની પહેલીવાર પરીક્ષામાં તો આખી રાત વાંચતી રહેતી હતી અને હું ચા બનાવી દેતો, યાદ છે તને? અને તારી પહેલી જીન્સ અને કપડા, ગાડી જોઈને શેરી ના બધા લોકો કેવા લાગતા કે આ બધું નહીં ચાલે, છોકરી નાના કપડા નહિ પહેરે. પરંતુ હું તારી સાથે ઉભો હતો અને તારી ખુશીમાં કોઈને પણ બાધા બનવા દીધી હતી નહીં. જ્યારે તું રાત્રે મોડેથી ઘરે આવતી, ક્યારેક-ક્યારેક ડિસ્કો જઈને, છોકરાઓ સાથે ફરીને, તો ક્યારેક મદિરાપાન કરીને પરંતુ મેં આવી વાતોને ક્યારેય વિશેષ મહત્વ આપ્યું નહીં કારણકે તું જે ઉંમરમાં હતી એ ઉંમરમાં આ બધું થોડું વધુ માત્રામાં ચાલ્યા કરે છે. પરંતુ અચાનક એક દિવસ તું એ કેવા છોકરા સાથે લગ્ન કરીને ઘરે આવી, જેના વિશે મને કંઈ પણ ખબર હતી નહીં.
તારો પિતા છું, આથી મેં એના વિષે જાણવાની કોશિશ કરી અને એ છોકરા વિશે ખબર પડી કે તેને પૈસા અને વાસના માટે ઘણી બધી છોકરીઓને દગો આપ્યો છે. પરંતુ તું એના પ્રેમમાં આંધળી થઈ ગઈ હતી અને મને પૂછ્યું પણ નહીં અને સીધા લગ્ન કરીને આવી ગઈ. મારા કેટલા અરમાન હતા કે તને ડોલીમાં બેસાડી, ચાંદ સિતારાઓની જેમ સજાવીને તારા ધૂમધામથી લગ્ન કરું આને એવા લગ્ન કરું કે દરેક લોકો કહેવા લાગે કે ચાંદનીના પપ્પાએ કેવા ભવ્ય લગ્ન કર્યા છે. પરંતુ તે મારા બધા સપના ચકનાચૂર કરી નાખ્યા. જવા દે, હવે આ વાતનો કોઈ મતલબ નથી. મેં તારા માટે આ કાગળ એટલે લખ્યો છે કે હું તને કંઈક વાત કહી શકું.
મારી પ્યારી ગુડિયા, હાલ મારી મા તારી માતાના ઘરેણાઓ અને મેં જે તારા લગ્ન માટે ઘરેણાં ખરીદ્યા હતા તે બધા રાખેલા છે, અને આ સિવાય ત્રણ-ચાર ઘર અને થોડી જમીનો છે. મેં બધું તારા બાળકો ના નામે કરી નાખ્યું છે. થોડા પૈસા બેંકમાં પણ પડેલા છે જે બેંકમાં જઈને ઉપાડી લેજે. અને છેલ્લે બસ એટલું કહેવા માંગું છું કે મારી દીકરી, કાશ તે મને સમજવાની કોશિશ કરી હોત.! હું તારો દુશ્મન નહીં તારો બાપ હતો. એ બાપ જેને તારી માતાના મર્યા પછી બીજા લગ્ન ન કર્યા. લોકોની વાતો સાંભળી, ગાળો સાંભળી, કેટલાય સંબંધ ટુ કરાવી દીધા પણ તને બીજી માતા થી કોઈ કષ્ટ ન મળે એટલા માટે પોતાના શોખને મારી નાખ્યો.
અંતમાં બસ એટલું કહેવા માંગું છું કે, દીકરી જ્યારે તું લગ્ન કરીને ઘરે આવી હતી, ત્યારે તારો બાપ પહેલીવાર તૂટ્યો હતો. તારી માતાના મર્યા ના સમયે પણ હું એટલો નહોતો રહ્યો જેટલો એ દિવસે રડ્યો હોઈશ. એટલા માટે નહીં કે સમાજ, પરિવાર, સંબંધીઓ શું કહેશે પરંતુ એટલા માટે કે જે મારી નાની ગુડિયા કંઈ પણ કામ હોય તો મને અડધી રાત્રે પણ જગાડતી પરંતુ એને લગ્ન જેવડો મોટો ફેસલો લેતા પહેલા એક વખત મને જણાવવાનું પણ સાચું ન સમજ્યું. હવે તો દીકરા તું પણ મા બની ચૂકી છે આથી પોતાના સંતાન ને ખુશી અને દર્દ શું હોય છે, સંતાન જ્યારે દિલ તોડે તો કેવું લાગે છે તે બધું મહેસૂસ કરી શકતી હશે. પરંતુ હું ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે તારે ક્યારેય આ દુઃખ જોવું ન પડે.
દીકરી, એક ખરાબ પિતા સમજીને પણ મને માફ કરવાની કોશિશ કરજે. તારા પિતા સારા ન હતા કે શું તે તારા પિતાને આટલું બધું દુઃખ આપ્યું. કાગળ અહીં સમાપ્ત કરૂં છું, બની શકે તો મને માફ કરી દેજે બેટા.
આ કાગળની સાથે એક ચિત્ર કે જે ચાંદની એ તેના નાનપણમાં બનાવ્યું હતું, તે પણ જોડેલું હતું. જેમાં તેણે લખ્યું હતું કે આઇ લવ યુ મારા પપ્પા. એવામાં તેના મોટા પપ્પા આવ્યા, ચાંદની એ રડતા રડતા બધી વાતો તેના મોટા પપ્પાને જણાવી પરંતુ એક વાત તેના મોટા પપ્પા એ પણ જણાવી. તેના મોટા પપ્પાએ કહ્યું કે ચાંદની તને જે રેસ્ટોરન્ટ ખોલવા માટે અને ઘર ખરીદવા માટે જે પૈસા મે તને આપ્યા હતા, તે મારા નહીં પરંતુ તારા પિતાજી એ જ મારા માધ્યમથી અપાવ્યા હતા. કારણ કે સંતાન ગમે તેટલા ખરાબ કેમ ન હોય, પરંતુ મા-બાપ ક્યારેય ખરાબ હોતા નથી.
સંતાનો ચાહે પોતાના મા-બાપને છોડી દે, પરંતુ મા-બાપ મર્યા પછી પણ પોતાના સંતાનનું સારું જ વિચારે છે અને તેને દુઆ દેતા રહે છે.
ચાંદનીના પિતાને શાંતિ મળશે કે કેમ એ તો નથી જાણતા. પરંતુ એ કાગળ વાંચીને આખી જિંદગી ચાંદની ને શાંતિ નહીં મળે, છેલ્લે માત્ર એટલું જ જણાવવા માંગીએ છીએ કે લવ મેરેજ કરવા તે કોઈ ખોટી વાત નથી, પરંતુ જો તમે તમારા માતા-પિતાની આજ્ઞા લઈને તેમજ તેને સામેલ કરો તો તે સારું છે. ઘણી વખત આપણા કરતાં વધુ આપણા હિતમાં શું છે તે આપણા માતા-પિતા થી વિશેષ કોઇ જાણતું હોતું નથી, બસ આ એક વાક્ય આંખે જિંદગીભર યાદ રાખજો. અને કાયમ પોતાના માતા-પિતાનો આદર કરજો.
જો આ વાત તમારા હૃદય સુધી પહોંચી હોય તો મહેરબાની કરીને આ વાતને દરેક લોકો સુધી શેર કરજો, આથી દરેક લોકોને આ સ્ટોરી પરથી સમજાય કે મા-બાપ નું શું મહત્વ છે.