ઈન્ડિયન એરફોર્સે મંગળવાર ને વધુ મંગલમય બનાવી દીધો છે, પાકિસ્તાનમાં JeM ના સૌથી મોટા કેમ્પને તબાહ કરી નાખ્યો છે. આ હુમલામાં આશરે 200-300 જેટલા આતંકીઓ ને મારી નખાયા છે.
વિદેશ સચિવ ગોખલે એ આજે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાનને ઘણી વખત પુરાવા આપ્યા હતા, પરંતુ પાકિસ્તાને કોઈ દિવસ કાર્યવાહી કરી નહીં. અને સચોટ ઇન્ટેલિજન્સ ઇન્ફર્મેશન મળ્યા પછી ભારતે JeM ના ઠેકાણે નોન મિલેટ્રી એક્શન કરીને હુમલો કરી નાખ્યો હતો.
વિદેશ સચિવે આગળ જણાવ્યું કે આ સૂચના પછી આતંકીઓ ભારતમાં વધુ આત્મઘાતી હુમલા કરવાની તૈયારીમાં હતા, ભારત ઉપર બીજા ફિદાયીન હુમલા ન થાય એટલા માટે ભારત દ્વારા હુમલો કરવાનું જરૂરી બની ગયું હતું. આથી બાલાકોટમાં JeM ના સૌથી મોટા ટ્રેનિંગ કેમ્પ પર હુમલો કરી દીધો હતો, જેમાં ઘણા મોટા મોટા આતંકીઓ, સિનિયર કમાન્ડર અને જેહાદીઓ ને મારી નાખવામાં આવ્યા હતા.
ભારતે શું કામ હુમલો કર્યો? પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું
વિદેશ સચિવ એ જણાવ્યું હતું કે ૧૪ ફેબ્રુઆરીએ થયેલા આત્મઘાતી હુમલામાં આતંકી સંગઠન JeM નો હાથ હતો. જે પાકિસ્તાન મૂળ નુ છે. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. આ સિવાય એવા પણ ઇન્ટેલિજન્સ ઇનપુટ હતા કે આતંકીઓ ભારતમાં એક વખત ફરી પાછો આત્મઘાતી હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે. આના માટે તેઓ ટ્રેનિંગ પણ આપી રહ્યા હતા. આ આતંકી સંગઠન પાકિસ્તાનમાં પાછલા ૨૦ વર્ષથી આતંકની ગતિવિધિઓ કરી રહ્યું છે. પરંતુ પાકિસ્તાન તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી. આતંકી સંગઠન નો વડો આંતરરાષ્ટ્રીય ટેરરિસ્ટ છે. આ જ આતંકી સંગઠનનો હાથ સંસદ પર થયેલા હુમલામાં અને પઠાણકોટના હુમલામાં પણ હતો. પાકિસ્તાનને આ સંગઠન વિશે જાણકારી આપવામાં આવી હતી. અને ભારત પણ આ સંગઠન વિરુદ્ધ કાર્યવાહી માટે કાયમ માંગ કરી રહ્યું હતું. વિના પાકિસ્તાનના સંરક્ષણ આટલા બધા જેહાદીઓ પેદા થઇ જ શકે નહીં.
આ સિવાય વિદેશ સચિવ એ જણાવ્યું કે આ નોન મિલેટ્રી એક્શનમાં ખાસ કાળજી રાખવામાં આવી હતી કે કોઈ સામાન્ય નાગરિકને નુકસાન ન પહોંચે.
તેને આગળ જણાવ્યું હતું કે બાલાકોટમાં સ્થિત આ કેમ્પ આતંકી સંગઠનના વડા મસૂદ અઝહરને સાળો યુસુફ અઝહર ચલાવી રહ્યો હતો. તેઓએ કહ્યું કે અમે થોડા સમય પહેલા હુમલો કર્યો છે. પાકિસ્તાન પોતાની ધરતી ના આતંકીઓને કરવા માટે કોઈ કદમ ઉઠાવી રહ્યું નથી. ભારતે આતંકને ખતમ કરવા માટે નોન મિલિટરી એકશન દ્વારા આતંકી ના ઠેકાણા ઓને તબાહ કરી નાખ્યા છે. આશા છે કે પાકિસ્તાન બીજા આતંકવાદી સંગઠન અને JeM ના આતંકી કેમ્પો ને ખતમ કરશે.