Site icon Just Gujju Things Trending

ભારતીય સેનાને TATA ની મોટી ગિફ્ટ, બનાવી નાખી એવી મજબૂત કાર જેમાં નહીં થાય બોમ્બ કે મિસાઈલ ની અસર

ભારત દેશની પોતાની અને ખૂબ જ જાણીતી ગણાતી ઓટોમોબાઇલ કંપનીમાં ટાટાનું નામ પણ આવે છે. અને ભારત દેશમાં મિલેટ્રી ના વાહનોમાં ટાટાની કંપની ના વાહનો નો પણ ઉપયોગ થાય છે, આ કદાચ દરેક લોકોને ખબર હશે. જ્યારે વાત દેશની સુરક્ષાની હોય તો આપણા બહાદૂર જવાનો પોતાની જાન જોખમમાં નાખીને પણ દેશની રક્ષા કરે છે. હવે એ જવાનો ની રક્ષા કરવા માટે ટાટા એ મોટી અને અનોખી ગાડી બહાર પાડી છે, જેનું નામ ટાટા મર્લિન છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટાટા મોટર્સ એ ભારતીય સેના માટે એક ખાસ કાર તૈયાર કરી છે. જે એટલી વધારે મજબૂત છે કે તેમાં બોમ્બની પણ કોઈ અસર પડતી નથી. અને સાથે સાથે આ કારમાં વિવિધ ગેજેટ્સ પણ આપવામાં આવ્યા છે, જે શાનદાર રીતે કામ કરે છે. આ દિવસોમાં આ કારની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે, જેને કારની ડિઝાઇન અને કાર ને જોતા જ એવું લાગી રહ્યું છે કે આ કેટલી મજબૂત ગાડી હશે.

ભારતીય સેના માટે અધિકારીક વાહનના મારુતિ સુઝુકી ની જીપ્સીને બદલવા માટે ટાટાની કાર Safari Storme 4×4નો મોટો હાથ રહ્યો હતો. નવી LSV ને હવે Tata એ Merlin નામ આપ્યું છે જેના સાઈડમાં અને પાછળના ભાગમાં વિશેષ સુરક્ષા પ્રાપ્ત થશે. જે ઉચ્ચતમ Rated સુરક્ષા મા આવે છે. અને આ કારમાં બેઠેલા લોકો આર્ટિલરી, ગ્રેનેડ અને માઈન બ્લાસ્ટ જેવી પરિસ્થિતિઓમાં સુરક્ષિત રહી શકે છે.

આર્મી માટે ગ્રેનેડ, આર્ટિલરી અને રસ્તામાં રહેલી માઈન થી બચવું ઘણું મુશ્કેલ હોય છે, પરંતુ આવી પરિસ્થિતિઓમાં આ કાર ખુબ જ કામમાં આવી શકે છે.

જણાવી દઈએ કે આકારમાં વિવિધ પ્રકારના હથિયાર પણ સામેલ કરવામાં આવ્યા છે. જેમાં 7.6mm મધ્યમ મશીન ગન અને એક ઓટોમેટીક ગ્રેનેડ લોન્ચર પણ આપવામાં આવ્યું છે. આ સિવાય અતિરિક્ત સુરક્ષા માટે ઘણી જોગવાઈ કરવામાં આવી છે.

આ કારનું એન્જિન 3.3 લીટર નું છે, આથી તમે અંદાજો લગાવી શકો છો કે આ કારનું હલનચલન કઈ પ્રકારે હોઈ શકે છે. ખૂબ જ ટોર્ક ધરાવતી આ કાર આર્મી ને ખૂબ કામમાં આવી શકે છે. તમારું શું માનવું છે તે કમેન્ટમાં જણાવજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version