આ તસવીર ની હકીકત જાણીને દંગ રહી જશો

આપણી વાત કરીએ તો ઘણી વખત આપણે વોટ્સએપમાં મેસેજ આવતા હોઈ છે કે જે આપણને ખૂબ પ્રેરણાદાયી લાગતા હોવાથી આપણે તેને આગળ ફોરવર્ડ કરી દઈએ છીએ.

પરંતુ જણાવી દઈએ કે અમુક મેસેજ સાચા હોય છે તો અમુક મેસેજ હકીકતમાં ફેક એટલે કે ખોટા હોય છે.

હાલની જ વાત કરીએ તો થોડા દિવસો પહેલા એક તસવીર ખૂબ વાયરલ થઈ રહી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે એક આઈએએસ ટોપર બનેલી છોકરી પોતાના રીક્ષા ચાલક પિતાને દુનિયા સાથે ઓળખાણ કરાવી રહી છે.

આ તસવીર અને તેમાં લખેલો મેસેજ પહેલી નજરે જોતા સારો અને અત્યંત પ્રેરણાદાયી લાગે. પરંતુ સત્ય શું છે તે લોકોને ખબર હોતી નથી. અને જણાવી દઈએ કે આપણા જેવા સામાન્ય માણસો જ નહીં પરંતુ આ તસવીર મોટા મોટા રાજનેતાઓએ પણ શેર કરેલી છે.

તમિલનાડુના એક નેતાએ આ તસવીરને ટ્વિટ કરીને લખ્યું હતું કે દુનિયાની સાથે તેના પિતાની મુલાકાત કરાવતી આ આઇ.એ.એસ ટોપર અને તેના પિતાને સલામ. અને આશ્ચર્યની વાત એ છે કે આ ટ્વીટને અત્યાર સુધીમાં 2000 થી પણ વધુ લોકોએ લાઈક કરી છે અને અમુક રાજનેતાઓએ આ ટ્વીટને રીટ્વીટ પણ કરી છે.

પરંતુ જણાવી દઇએ કે આ તસવીર નું સત્ય બિલકુલ અલગ છે.

આ તસવીર બિલકુલ સાચી છે, પરંતુ તેને જે રીતના દર્શાવાઈ છે તે ખોટું છે. એક ટ્રાવેલ બ્લોગર એ આની ચોખવટ કરી હતી. હકીકતમાં આ તસવીરમાં જે છોકરી છે તે આઈએએસ નહીં પરંતુ શ્રમોના પોદાર નામની છોકરી છે જે એક ટ્રાવેલ બ્લોગર છે. અને આ તસવીર હમણાની નહીં પરંતુ એપ્રિલમાં પડેલી છે.

શ્રમોનાએ જણાવ્યું કે “જયારે મને મારી આ તસવીર ખોટી રીતે વાઇરલ થઇ રહી છે ત્યારે હું જાણીને દંગ રહી ગઈ. માત્ર સામાન્ય માણસો જ નહીં પરંતુ રાજનૈતિક હસ્તિઓએ પણ મારી તસવીર ને શેર કરી છે. અને મને હેરાની તો ત્યારે થઈ જ્યારે શશી થરુરે પણ આ મારી તસવીર ને એના લાખો ફોલોઅર્સ સાથે રિટ્વિટ કરી. મને રોજના હજારો ફોન, મેસેજ, મીડિયાના મેલ, શેર, અને કમેન્ટ્સ આવે છે જેનાથી હું પરેશાન થઈ ગઈ છુ. મારી આ પોસ્ટ પછી તમને સમજાયું હશે કે મારી તસ્વીર સાથે જે લખાણ છે તે સરાસર ખોટું છે. હું સોશિયલ મીડિયાના લોકોને અપીલ કરવા માંગું છું કે બધા લોકો વચ્ચે આ તસવીરને લઈને ખોટો મેસેજ ન આપો અને મને પરેશાન ન કરો.”

તમે ખુદ પણ આની તસવીર ઇન્સ્ટાગ્રામ પર જોઈ શકશો, આ તસવીર અંદાજે 5 મહિના પહેલા શેર કરી છે. જેમાં એને લખ્યું હતું કે મને હંમેશા નોર્થ અને સેન્ટ્રલ કોલકાતા ખૂબ પસંદ છે. ખાસ કરીને અહીં આવીને મને હાથેથી ચલાવવામાં આવતી રિક્ષા ની સવારી અને તેની સાથે મસ્તી કરવાનું ખૂબ પસંદ છે. એ મસ્તી ની વચ્ચે એક તસવીર મારા દિલની ખુબ નજીક છે, કે આ ઉંમરના લોકો પણ કેટલી વધુ મહેનત કરે છે. ઘણી તકલીફો હોવા છતાં આવા લોકો પોતાની ડ્યુટી બખૂબી નિભાવી જાણે છે.

Read more

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team
ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

રમેશના ખભા પર લટકતો જૂનો કાપડનો થેલો આજે રોજ કરતા વધારે ભારે લાગતો હતો. ઉનાળાની સાંજનો બફારો હજુ હવામાં અકબંધ હતો. તેણે પોતાના ઘરના લાકડાના જૂના દરવાજા પર હા

By Just Gujju Things Team