આ તસવીર ની હકીકત જાણીને દંગ રહી જશો
શ્રમોનાએ જણાવ્યું કે “જયારે મને મારી આ તસવીર ખોટી રીતે વાઇરલ થઇ રહી છે ત્યારે હું જાણીને દંગ રહી ગઈ. માત્ર સામાન્ય માણસો જ નહીં પરંતુ રાજનૈતિક હસ્તિઓએ પણ મારી તસવીર ને શેર કરી છે. અને મને હેરાની તો ત્યારે થઈ જ્યારે શશી થરુરે પણ આ મારી તસવીર ને એના લાખો ફોલોઅર્સ સાથે રિટ્વિટ કરી. મને રોજના હજારો ફોન, મેસેજ, મીડિયાના મેલ, શેર, અને કમેન્ટ્સ આવે છે જેનાથી હું પરેશાન થઈ ગઈ છુ. મારી આ પોસ્ટ પછી તમને સમજાયું હશે કે મારી તસ્વીર સાથે જે લખાણ છે તે સરાસર ખોટું છે. હું સોશિયલ મીડિયાના લોકોને અપીલ કરવા માંગું છું કે બધા લોકો વચ્ચે આ તસવીરને લઈને ખોટો મેસેજ ન આપો અને મને પરેશાન ન કરો.”
તમે ખુદ પણ આની તસવીર ઇન્સ્ટાગ્રામ પર જોઈ શકશો, આ તસવીર અંદાજે 5 મહિના પહેલા શેર કરી છે. જેમાં એને લખ્યું હતું કે મને હંમેશા નોર્થ અને સેન્ટ્રલ કોલકાતા ખૂબ પસંદ છે. ખાસ કરીને અહીં આવીને મને હાથેથી ચલાવવામાં આવતી રિક્ષા ની સવારી અને તેની સાથે મસ્તી કરવાનું ખૂબ પસંદ છે. એ મસ્તી ની વચ્ચે એક તસવીર મારા દિલની ખુબ નજીક છે, કે આ ઉંમરના લોકો પણ કેટલી વધુ મહેનત કરે છે. ઘણી તકલીફો હોવા છતાં આવા લોકો પોતાની ડ્યુટી બખૂબી નિભાવી જાણે છે.
જો તમારે પણ વોટ્સઅપમાં આ તસવીર આવી હોય તો આગળ ફોરવર્ડ ના કરતા કારણકે તસવીર સાચી છે પરંતુ એની સાથે નો મેસેજ બિલકુલ ખોટો છે. અને કદાચ એટલે જ કહેવાય છે કે દરેક વાયરલ તસવીરો સાચી હોતી નથી.
News Source: boomlive