ઇશા અંબાણી ના લગ્નમાં આવી અનોખી રીતે કરી હતી વરરાજાએ એન્ટ્રી, હતું ખાસ કારણ

છેલ્લા થોડા દિવસથી મુકેશ અંબાણીની એકની એક દિકરી ઇશા અંબાણી ના લગ્ન વિશે અવાર-નવાર નવી ખબરો આવતી રહે છે, અને શું કામ ન આવે કારણ કે એના લગ્ન એવા શાહી અંદાજમાં અને અરબો રૂપિયા ખર્ચીને કરવામાં આવ્યા છે કે ખાલી ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં તેના લગ્નની નોંધ લેવાઇ હતી, અને અમુક મીડિયા રિપોર્ટ અનુસાર આ લગ્ન વિશ્વના સૌથી મોંઘા લગ્નો ની યાદીમાં પણ શામેલ થશે.

ગત બુધવારે આનંદ અને ઈશા એ લગ્ન કર્યા, જેમાં દુનિયાભરમાંથી મહેમાનો એ ઉપસ્થિતી આપી હતી. આ લગ્ન ના મહેમાનો ના લિસ્ટ માં રાજનૈતિક હસ્તીઓ થી માંડીને ક્રિકેટ જગત સહીત ઘણી ખરી હસ્તીઓ હાજર હતી.

લગ્ન માં સર્જાયા ભાવુક દ્રશ્યો

જ્યારે ઇશા અંબાણી ને દુલ્હનના વેશમાં મુકેશ અંબાણી એ જોઈ ત્યારે તે એક પિતા તરીકે ખૂબ ભાવુક થઈ ગયા હતા, અને જણાવી દઇએ કે આ લગ્નની તૈયારીઓ ઘણા મહિનાથી ચાલી રહી હતી. અને લગ્નમાં કંઇ કચાશ ન રહી જાય માટે મુકેશ અંબાણી એ દરેક વસ્તુઓમાં પોતાનું વિશેષ ધ્યાન આપ્યું હતું. તેની એકની એક દીકરી હોવાથી વિદાય પહેલા પણ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

આવી રીતે થઈ હતી વરરાજા ની એન્ટ્રી

આ લગ્નમાં સામાન્ય રીતે વરરાજાની એન્ટ્રી થાય તેની જગ્યાએ થોડી અલગ રીતે થઇ હતી, થઈ હતી વરરાજા એટલે કે આનંદ પિરામલ પોતાનો ચહેરો છુપાવીને આવ્યા હતા. તસવીરો સામે આવી તેમાં તેઓ મોઢુ છુપાવતા નજરે આવી રહ્યા હતા. આ અનોખા રીવાજ નો પણ ફોટો ક્લિક થયો હતો. આ લગ્ન માં ઘણા અલગ રિવાજો જોવા મળ્યા હતા જે આ લગ્ન ને યાદગાર બનાવશે. એવું પણ મનાય રહ્યુ છે કે વરરાજા નો માત્ર સાફો જ દેખાય એટલા માટે આવી એંટ્રી કરવામાં આવી હતી.

ઈશા ના ભાઈઓ પણ બાકી ન હતા ભવ્ય એન્ટ્રી માં

સામાન્ય લગ્નમાં વરરાજા તેમજ વધુ ની એન્ટ્રી ખાસ હોય છે જ્યારે આ લગ્નમાં વરરાજા ની એન્ટ્રી તો ખાસ હતી પરંતુ વહુ ના ભાઈ એટલે કે ઇશા અંબાણી ના બંને ભાઈઓ ની એન્ટ્રી પણ ભવ્ય હતી, પોતાના ભાઈઓ ને આવી રીતે જોઈને ઈશા ને પણ આંચકો લાગ્યો હતો, તેના બંને ભાઈઓ એ ઘોડા માં સવારી કરીને એંટ્રી કરી હતી.

Read more

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team