Site icon Just Gujju Things Trending

જ્યારે ઇઝરાયેલે કરી હતી આતંકવાદીઓ પર એર સ્ટ્રાઈક! આખી દુનિયાને હજુ યાદ છે ‘રેથ ઓફ ગોડ’

representational visual

ઇઝરાયેલ દેશનું નામ તમે સાંભળ્યું હશે, જો આ દેશ વિશે વાત કરવા જઈએ તો કલાકોના કલાકો પણ ટૂંકી પડે. ભારત પ્રત્યે ઇઝરાયેલના સંબંધો પણ સારા છે. આજે આપણે ઈઝરાયલની એક વૃદ્ધ પ્રાઇમ મિનિસ્ટર જેની ઉંમર લગભગ 75 વર્ષ જેટલી હતી તેના વિશે વાત કરવાના છીએ.

75 વર્ષની આ વૃદ્ધ મહિલા જેનું નામ ગોલ્ડા મીઅર હતું. જેને આખી દુનિયાને જણાવી દીધું હતું કે ઇઝરાયેલના નાગરિકો પર હુમલો કરવાનો અંજામ શું હોઈ શકે છે.

વાત છે 1972 ની જ્યારે જર્મનીમાં ઓલમ્પિક હતો, આ દરમિયાન એક આતંકવાદી સંગઠને ઇઝરાયેલના ૧૧ ખેલાડીઓને બંદી બનાવીને પછી તેની હત્યા કરી નાખી હતી. ઈઝરાયલના 11 ખેલાડીઓને બીજા દેશમાં ક્રૂર રીતે મારી નાખવામાં આવ્યા હતા. આખો દેશ આ ઘટનામાં ગુસ્સે હતો, લોકો દુખ વ્યક્ત નહોતા કરી શકતા એ હાલતમાં હતા. પરંતુ ઇઝરાયેલ ની દાદીમા એટલે કે ગોલ્ડા મીઅર એ રડવાની બદલે એવું કર્યું જેનાથી એ આતંકવાદી સંગઠન નહિ પરંતુ દુનિયાભરના આતંકવાદીઓ ડરી ગયા હતા.

આ આતંકવાદી સંગઠન પેલેસ્ટાઇન નું હતું. અને તેને આ હુમલો કરાવીને ઇઝરાયેલના ખેલાડીઓની ક્રૂર રીતે હત્યા કરી નાખી હતી.

Golda Meir

ગોલ્ડા મીઅર ના આ દેશ ઉપર ઇઝરાયેલી સેનાએ પોતાના ખેલાડીઓની હત્યા થયાના ૪૮ કલાકની અંદર સીરિયા અને લેબનાનમાં ઘૂસીને પેલેસ્ટાઈનના દસ કેમ્પો ઉપર air strikes કરી આશરે 200 આતંકવાદીઓ અને સામાન્ય લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

અને વૃદ્ધ ગોલ્ડા મીઅર અહીંયા અટકી ન હતી, 200 લોકોના મોત પછી પણ તેના હૃદયમાં બદલાની ભાવના હજી શાંત થઈ ન હતી.

અને તેના પછી જે પગલું ભર્યું એ પગલે આખા દુનિયાને દેખાડી દીધું હતું કે ઇઝરાયેલના નાગરિકો ઉપર હુમલો કરવાનો શું અંજામ હોઈ શકે છે. ગોલ્ડા મીઅરએ ઇઝરાયેલી ખેલાડીઓના મોતનો બદલો લેવા માટે ઓપરેશન ‘રેથ ઓફ ગોડ’ છેડી દીધું હતું. અને આ ની જવાબદારી આપી ઇઝરાયલની સૌથી સિક્રેટ એજન્સી મોસાદ ને.

representational visual

જણાવી દઇએ કે જો તમને મોસાદ વિશે ન ખબર હોય તો ઇઝરાયેલ ની સિક્રેટ એજન્સીનું નામ મોસાદ છે. મોસાદ એ આ ઓપરેશન હાથમાં લીધા પછી આગલા સાત વર્ષ સુધી આખી દુનિયામાં શોધી શોધીને પોતાના ખેલાડીઓના હત્યાકાંડ સાથે જોડાયેલા બધા 35 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

મોસાદ પોતાના ટાર્ગેટ ને મારતા પહેલા ફૂલ નો બુકે મોકલતા, જેમાં લખેલું રહેતું કે “તમને યાદ અપાવવા માટે કે અમે ન તો ભૂલીએ છીએ અને ન તો માફ કરીએ છીએ.” બસ આના પછી તે આતંકવાદી ના શરીરમાં ગણીને 11 ગોળીઓ ફૂંકી મારવામાં આવતી હતી.

અને તેઓએ દરેક આતંકવાદી ના શરીર માં 11-11 ગોળીઓ મારી હતી, કારણકે આતંકવાદીઓએ તેના ઇઝરાયેલના ૧૧ ખેલાડીઓને માર્યા હતા.

મોસાદ એ આગલા ૨૦ વર્ષ સુધી આ ઓપરેશન ચલાવ્યું હતું. અને આખી દુનિયામાં ફેલાયેલા પેલેસ્ટાઇનના આતંકવાદીઓને શોધી શોધીને મારી નાખ્યા હતા. અને કદાચ એટલે જ ગોલ્ડા મીઅર ને આયર્ન લેડી કહેવામાં આવ્યું, જે ઇઝરાયેલની દાદીમા હતી.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version