જમીનને જોવા માટે એક પ્રસિદ્ધ વાસ્તુશાસ્ત્રીને બોલાવ્યા, પરંતુ આવીને જમીન જોયા પહેલા જ તેને કહ્યું ભાઈ મારે તમને એક વાત કરવી છે…

રમણીકભાઈની કારની સ્પીડ ઓછી હતી તેમ છતાં આ છોકરાને જોઈને તેને પોતાની કારની સ્પીડ વધુ ધીમી પાડી દીધી અને લગભગ ઉભા જેવા જ રહી ગયા. ખૂબ જ ધીમી સ્પીડ તેને શેરીમાં નજર કરી અચાનક જ એ શેરીમાંથી બીજો છોકરો નીકળ્યો અને ગાડી તો ધીમી જ હતી એટલે તે છોકરો પણ રસ્તો ક્રોસ કરીને જતો રહ્યો.

રમણીકભાઈ ને જાણે તે છોકરો ત્યાંથી આવવાનો છે તેવી ખબર હોય તેમ શેરીમાં જઈ રહ્યા હતા એટલે વાસ્તુશાસ્ત્ર થોડા આશ્ચર્યચકિત થઈ ગયા અને પૂછ્યું ભાઈ તમને કેવી રીતે ખબર પડી કે ત્યાંથી કોઈ બીજું પણ આવવાનું છે? ત્યારે રમણીકભાઈએ જવાબ દેતા કહ્યું કે મહારાજ આ બાળકો મોટાભાગે એકબીજાની પાછળ દોડતા રહે છે.

અમે પણ નાના હતા ત્યારે આવી જ રીતે એકબીજા પાછળ દોડતા રહેતા એટલે મને એવું લાગ્યું કે આની પાછળ પણ કોઈ છોકરો દોડતો દોડતો આવતો હશે. મહારાજ આ વાત સાંભળીને મનમાં હસવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આ વ્યક્તિ કેટલા સમજદાર છે.

થોડા સમય પછી તેને રમણીકભાઈ ને કહ્યું ભાઈ તમારામાં ખરેખર ખૂબ જ સારી સચોટ સમજદારી છે અને જીવનનું ઘણું જ્ઞાન તમે પામી ચૂક્યા છો. અને તમને મળીને આજે ખરેખર આનંદ થયો.

જમીન થોડા સમય પછી આવી એટલે જમીનની બહાર થોડી દૂર ગાડી ઉભી રાખી અને અંદર બેઠા બેઠા જ મહારાજને કહ્યું મહારાજ આપણે થોડા સમય સુધી અહીંયા ઊભા રહીએ તો તમને કોઈ વાંધો નથી ને? ત્યારે મહારાજે પૂછ્યું મને કંઈ વાંધો નથી પરંતુ કોઈ ખાસ કારણ?

ત્યારે તે વ્યક્તિએ જમીનની અંદર રહેલા આંબા તરફ ઈશારો કરીને કહ્યું જો પેલા બધા બાળકો આંબા પાસેથી કેરી લઈ રહ્યા છે, હવે આપણે અચાનક અંદર જઈશું તો એ લોકો ગભરાઈને ભાગવાની કોશિશ કરશે. અને એમાંથી પણ જો કોઈ પડી જશે તો બિચારા બાળકને વાગી જશે.

રમણીકભાઈની આ વાત સાંભળીને મારાજ થોડા સમય સુધી કશું બોલ્યા નહીં પછી તે વ્યક્તિને કહ્યું ભાઈ હું તમને એક વાત કહેવા માંગુ છું આ જમીન ઉપર કોઈ પ્રકારનો વાસ્તુદોષ નથી અને આપણે આના નિવારણ માટે કશું જ કરવાની જરૂર નથી.

મહારાજે જમીનને જોઈ તે પહેલા જ આવું નિવેદન આપી દીધું એટલે રમણીકભાઈને થોડુંક આશ્ચર્ય થયું અને તેને પૂછ્યું કે મહારાજ તમે તો જમીન જોયા વગર જ કહી દીધું, આવું કેવી રીતે?

ત્યારે મહારાજ હસવા લાગ્યા અને કહ્યું ભાઈ તમારા જેવા લોકો જ્યાં રહેતા હોય તે કોઈ પણ જમીન ઉપર કઈ ચેક કરાવવાની જરૂર નથી કારણ કે તમે બીજા લોકોની ભલાઈ માટે આટલું ઊંડું વિચારી રહ્યા હોય તમે કોઈ બાળકને ઈજા ન થાય તે માટે તમારી જ જમીનમાં જો ન જતા હોય અને આવી જ રીતે બીજા લોકોની સેવા કરતા રહેતા હોય એ સ્થાન એ જમીનને વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે ખૂબ જ પવિત્ર ગણાય.

જો કોઈ વ્યક્તિ પોતાનાથી પહેલા બીજાનું વિચારવા લાગે તો ખરેખર જાણે સંતત્વ પ્રાપ્ત કરી લીધું હોય એવી સમજદારી આવી જાય એવું લાગે, ત્યારે આપણું મન બીજાને ખુશી અને શાંતિને પ્રાથમિકતા આપવા લાગે તો એનાથી બીજાને તો મળે જ છે પરંતુ આપણને પોતાને પણ માનસિક શાંતિ તેમજ પ્રસન્નતા મળે છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts