રમણીકભાઈ નો ધંધો ખૂબ જ ગતિ પકડી ચૂકેલો હતો. વર્ષો પહેલાં ગામડેથી આવ્યા ત્યારે તેની પાસે માત્ર 15 દિવસ રહેવા માટે પૈસા હતા જેમતેમ નોકરી શોધીને ઘણી જગ્યાએ નોકરી કરી પછી ધીમે ધીમે સમય વીતતા આગળ આવીને પોતાનો ધંધો ચાલુ કર્યો હતો.
અને ધંધો ચાલુ કર્યા પછી પણ જાણે ભગવાનની મહેરબાની થઈ ગયો હોય તેમ તેનો ધંધો અનેક ગણો વધવા જ લાગ્યો. નાની કેબિનમાંથી ચાલુ કરેલા ધંધા ને આજે ખૂબ જ મોટી વિશાળ જગ્યામાં ઓફિસમાં તબદીલ કરી નાખ્યો હતો.
ધંધામાં પણ ખૂબ જ પ્રગતિ થયા પછી તેને શહેરથી દૂર વિકેન્ડ હાઉસ બનાવવાનો વિચાર કર્યો અને એ વિચાર માટે તેને એક જમીન લેવાનો વિચાર કર્યો. ઘણી બધી જમીનો તપાસ કર્યા પછી અંતે એક જમીન તેને ખૂબ જ પસંદ આવી.
અને એ જમીનમાં પહેલેથી જ વાવેલા આંબા પણ હતા 80 વર્ષ જુના આંબા વાવેલી આ જમીન તેને અત્યંત પસંદ આવી અને એનું કારણ એ પણ હતું કે તેની પત્ની તેમજ બાળકોને કેરીનો ખૂબ જ શોખ હતો.. આ જમીન તરત જ તેને ખરીદવાનું નક્કી કર્યું અને વિક એન્ડ હાઉસ નો પ્લાન બનાવવાનો નક્કી કર્યો.
વિક એન્ડ હાઉસ કઈ રીતે બનાવવું તે માટે તે ઘણાં મિત્રો પાસેથી સલાહ પણ માંગી રહ્યો હતો એવામાં એક મિત્રએ તેને સલાહ આપી કે તું કોઈ પણ બાંધકામ કરતાં પહેલાં વાસ્તુ શાસ્ત્રીની સલાહ લઈને પછી આગળ વધજે જોકે રમણીકભાઈ પહેલેથી વાસ્તુશાસ્ત્રમાં માનતા નહીં પરંતુ મિત્રએ કહ્યું એટલે તે જગ્યા પર કોઈ વાસ્તુશાસ્ત્રની સલાહ પ્રમાણે આગળ વધવાનું નક્કી કર્યું.
જોગાનું જોગે તેનો મિત્ર એક સુપ્રસિદ્ધ વાસ્તુ શાસ્ત્રી ને ઓળખતો હતો જે મુંબઈમાં રહેતા હતા અને તેઓ થોડા સમય માટે અહીં શહેરમાં પણ આવ્યા હતા. એટલે મિત્રએ તેનું એડ્રેસ આપ્યું એટલે રમણીકભાઈ એડ્રેસ એ તેડવા માટે પોતે જ પહોંચી ગયા.
ત્યાંથી વાસ્તુ શાસ્ત્રી અને રમણીકભાઈ બંને પોતાની કારમાં બેસીને રવાના થઈ ગયા,. જમવાનો સમય હતો એટલે ત્યાં નજીકમાં જમીને પછી હાઇવે તરફ જવા રવાના થઈ ગયા, કારણકે તેની જમીન શહેરથી થોડી દૂર હતી એટલે પહેલા તેઓએ જમી લીધું અને પછી હાઇવે તરફ જવા રવાના થઈ ગયા.
રસ્તામાં જઈ રહ્યા હતા ત્યારે તેઓની કાર ખૂબ જ ઝડપી ચાલી શકે તેના માટે સક્ષમ હતી પરંતુ રમણીકભાઈ કારને અમુક ચોક્કસ સ્પીડ ઉપર જ ચલાવી રહ્યા હતા અને રસ્તામાં એવું પણ બન્યું કે તેની બાજુમાંથી કોઈ કાર ઓવરટેક કરવાની કોશિશ કરે ત્યારે રમણીકભાઈ તુરંત જ તે કારણે ઓવરટેક કરવા માટે રસ્તો આપી દેતા.
વાસ્તુ શાસ્ત્રી પણ આવું ઘણી વખત બન્યું એટલે તે રમણીકભાઈ ને જોઈને હસીને કહ્યું કે ભાઈ તમે તો ખૂબ જ સુરક્ષિત રીતે કાર ચલાવી રહ્યા છો. અને તમારી સ્પીડ પણ એકદમ સુરક્ષિત અને ચોક્કસ રાખી રહ્યા છો, રમણીકભાઈએ હસતા હસતા જવાબ આપ્યો કે હા હું કાયમ માટે આવી રીતે જ ચલાવતો આવ્યો છું.
અને લોકો ઓવરટેક કરે તો મારું એવું માનવું છે કે જ્યારે તેને કંઈ અગત્યનું કામ હોય ત્યારે તેઓ ઓવરટેક કરવા માંગે છે એટલે હું તેઓને રસ્તો પણ આપી દઉં છું. હાઇવે લગભગ પૂરો થઈ ગયો અને જમીન તરફ જવા માટેનો રસ્તો ત્યાં બાજુથી ચાલુ થઈ રહ્યો હતો.
આ ત્રણથી ચાર કિલોમીટરનો રસ્તો સાંકડો હતો અને વચ્ચે એક ગામડું પણ આવતું હતું, સાંકડો રસ્તો હોવાને કારણે રમણીકભાઈએ કારની સ્પીડ વધુ ધીમી કરી નાખી. તેઓ ધીમે ધીમે જમીન તરફ આગળ વધી રહ્યા હતા એવામાં વચ્ચે ગામડું આવ્યું ત્યારે એક શેરીમાંથી છોકરો હસતો હસતો દોડીને આવ્યો અને રસ્તો ક્રોસ કરીને જઈ રહ્યો હતો.
રમણીકભાઈની કારની સ્પીડ ઓછી હતી તેમ છતાં આ છોકરાને જોઈને તેને પોતાની કારની સ્પીડ વધુ ધીમી પાડી દીધી અને લગભગ ઉભા જેવા જ રહી ગયા. ખૂબ જ ધીમી સ્પીડ તેને શેરીમાં નજર કરી અચાનક જ એ શેરીમાંથી બીજો છોકરો નીકળ્યો અને ગાડી તો ધીમી જ હતી એટલે તે છોકરો પણ રસ્તો ક્રોસ કરીને જતો રહ્યો.
રમણીકભાઈ ને જાણે તે છોકરો ત્યાંથી આવવાનો છે તેવી ખબર હોય તેમ શેરીમાં જઈ રહ્યા હતા એટલે વાસ્તુશાસ્ત્ર થોડા આશ્ચર્યચકિત થઈ ગયા અને પૂછ્યું ભાઈ તમને કેવી રીતે ખબર પડી કે ત્યાંથી કોઈ બીજું પણ આવવાનું છે? ત્યારે રમણીકભાઈએ જવાબ દેતા કહ્યું કે મહારાજ આ બાળકો મોટાભાગે એકબીજાની પાછળ દોડતા રહે છે.
અમે પણ નાના હતા ત્યારે આવી જ રીતે એકબીજા પાછળ દોડતા રહેતા એટલે મને એવું લાગ્યું કે આની પાછળ પણ કોઈ છોકરો દોડતો દોડતો આવતો હશે. મહારાજ આ વાત સાંભળીને મનમાં હસવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આ વ્યક્તિ કેટલા સમજદાર છે.
થોડા સમય પછી તેને રમણીકભાઈ ને કહ્યું ભાઈ તમારામાં ખરેખર ખૂબ જ સારી સચોટ સમજદારી છે અને જીવનનું ઘણું જ્ઞાન તમે પામી ચૂક્યા છો. અને તમને મળીને આજે ખરેખર આનંદ થયો.
જમીન થોડા સમય પછી આવી એટલે જમીનની બહાર થોડી દૂર ગાડી ઉભી રાખી અને અંદર બેઠા બેઠા જ મહારાજને કહ્યું મહારાજ આપણે થોડા સમય સુધી અહીંયા ઊભા રહીએ તો તમને કોઈ વાંધો નથી ને? ત્યારે મહારાજે પૂછ્યું મને કંઈ વાંધો નથી પરંતુ કોઈ ખાસ કારણ?
ત્યારે તે વ્યક્તિએ જમીનની અંદર રહેલા આંબા તરફ ઈશારો કરીને કહ્યું જો પેલા બધા બાળકો આંબા પાસેથી કેરી લઈ રહ્યા છે, હવે આપણે અચાનક અંદર જઈશું તો એ લોકો ગભરાઈને ભાગવાની કોશિશ કરશે. અને એમાંથી પણ જો કોઈ પડી જશે તો બિચારા બાળકને વાગી જશે.
રમણીકભાઈની આ વાત સાંભળીને મારાજ થોડા સમય સુધી કશું બોલ્યા નહીં પછી તે વ્યક્તિને કહ્યું ભાઈ હું તમને એક વાત કહેવા માંગુ છું આ જમીન ઉપર કોઈ પ્રકારનો વાસ્તુદોષ નથી અને આપણે આના નિવારણ માટે કશું જ કરવાની જરૂર નથી.
મહારાજે જમીનને જોઈ તે પહેલા જ આવું નિવેદન આપી દીધું એટલે રમણીકભાઈને થોડુંક આશ્ચર્ય થયું અને તેને પૂછ્યું કે મહારાજ તમે તો જમીન જોયા વગર જ કહી દીધું, આવું કેવી રીતે?
ત્યારે મહારાજ હસવા લાગ્યા અને કહ્યું ભાઈ તમારા જેવા લોકો જ્યાં રહેતા હોય તે કોઈ પણ જમીન ઉપર કઈ ચેક કરાવવાની જરૂર નથી કારણ કે તમે બીજા લોકોની ભલાઈ માટે આટલું ઊંડું વિચારી રહ્યા હોય તમે કોઈ બાળકને ઈજા ન થાય તે માટે તમારી જ જમીનમાં જો ન જતા હોય અને આવી જ રીતે બીજા લોકોની સેવા કરતા રહેતા હોય એ સ્થાન એ જમીનને વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે ખૂબ જ પવિત્ર ગણાય.
જો કોઈ વ્યક્તિ પોતાનાથી પહેલા બીજાનું વિચારવા લાગે તો ખરેખર જાણે સંતત્વ પ્રાપ્ત કરી લીધું હોય એવી સમજદારી આવી જાય એવું લાગે, ત્યારે આપણું મન બીજાને ખુશી અને શાંતિને પ્રાથમિકતા આપવા લાગે તો એનાથી બીજાને તો મળે જ છે પરંતુ આપણને પોતાને પણ માનસિક શાંતિ તેમજ પ્રસન્નતા મળે છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.