Site icon Just Gujju Things Trending

જે ભગવાનને માનતો પણ ન હતો તેને ભગવાને દર્શન આપ્યા, પેલા માણસે કારણ પૂછ્યું તો જવાબ સાંભળીને…

બે મિત્રોની આ વાત છે, નાનપણથી બંને એકબીજાના ખૂબ જ ખાસ મિત્રો હતા. આ બંને મિત્રો નાનપણથી સાથે જ ભણતા અને એક જ ક્લાસમાં ભણતા હોવા થી બંને વચ્ચે મિત્રતા પણ ઘણી સારી બની ચૂકી હતી. એટલું જ નહીં તેઓ નું ઘર પણ એકબીજાની બિલકુલ નજીક હતું આથી પાડોશી પણ હતા. ધીમે ધીમે બંને મિત્રો મોટા થતા ગયા અને જીવનમાં ભણવાનું પૂરું કરીને આગળ વધતા ગયા.

પરંતુ આ બંને મિત્રો માં એક વાત સૌથી અલગ હતી, જેમાં એક મિત્ર આસ્તિક હતો જ્યારે બીજો મિત્ર નાસ્તિક હતો. આસ્તિક મતલબ કે ઈશ્વરના અસ્તિત્વ ઉપર પણ વિશ્વાસ રાખનાર માણસ હતો ભગવાન, પરમાત્માના દરેક નિર્ણય ને સર્વોપરીપણાને અત્યંત સહજતાથી સ્વીકાર નાનો હતો અને ધાર્મિક વિધિવિધાન તેમજ ક્રિયાકાંડમાં પણ માનતો હતો. જ્યારે બીજો મિત્ર કે જે નાસ્તિક હતો તે ધાર્મિક વિધિ કે ક્રિયાકાંડ નહોતો વિરોધી જ હતો પરંતુ સાથે સાથે તે ઈશ્વરનું અસ્તિત્વ છે એ પણ જરા પણ માનતો નહીં.

જે મિત્ર ભગવાનમાં માનતો હતો તેનો એક નિત્યક્રમ હતો કે દરરોજ સવારે વહેલા ઊઠીને નાઈ તો તૈયાર થઈને સવારે મહાદેવ ના મંદિરે કે જે તેના ઘરથી થોડું જ દૂર હતું ત્યાં જવાનું અને મહાદેવની પૂજા કરી ત્યાં દીવો પ્રગટાવીને આંખો બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરવાની. અને આ નિત્યક્રમ તેને વર્ષોથી જાળવી રાખ્યો હતો, તે કાયમ મંદિરે જતો. એનાથી વિરુદ્ધ માં તેનો નાસ્તિક મિત્ર પણ જેવો તેનો આસ્તિક મિત્ર પ્રાર્થના કરવા માટે તેની આંખ બંધ કરતો ત્યારે નાસ્તિક મિત્ર તરત જ હળવેથી ફૂંક મારીને તેને પ્રગટાવેલો દીવો ઓલવી નાખી દેતો.

આ નાસ્તિક મિત્ર માટે પણ દરરોજ નો નિત્યક્રમ જાણે બની ચૂક્યો હતો કે આસ્તિક જેવો દીવો પ્રગટાવે કે તરત જ તેનો મિત્ર આવીને દીવાને ઓલવી નાખતો અને તે આ કાર્યમાં આસ્તિક મિત્રની જેમ જ નિયમિત હતો.

આ બંનેનો રોજનો નિત્યક્રમ હતો, એવામાં એક દિવસ ચોમાસાની ઋતુ હોવાથી સવારના સમયે વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ પડવા લાગ્યો હતો, આથી આસ્તિક મિત્ર એ વિચાર્યું કે આજે પણ સવારે મંદિરે તો જવું જ છે, પરંતુ સ્નાનાદિ કાર્યો પતાવીને તે બહાર આવીને જોવા લાગ્યો અને મનોમન વિચાર્યું કે આવા વરસાદમાં જો હું મંદિરે ધક્કો ખાઈશ તો પણ હું જેવો પ્રાર્થના કરવા માટે આંખ બંધ કરીશ કે પેલો નાસ્તિક મિત્ર આવીને મારો દીવો ઓલવી નાખ્યો. એના કરતાં સારું છે કે હું આજે મંદિરે જવાનું માંડી વાળું અને જ્યાં સુધી પ્રાર્થનાની વાત છે તો એ તો ઘર બેઠા પણ થઈ શકે.

આમ આવું વિચારીને એ મંદિરે ગયો નહીં. અને બીજી બાજુ પેલો નાસ્તિક મિત્ર પોતાનો દીવો ઓલવવાનું કામ કરવા માટે દરરોજની જેમ સમયસર હાજર થઈ ગયો હતો. અને તેનો મિત્ર આવે તેની રાહ જોઈ રહ્યો હતો. થોડા સમય રાહ જોઇ પરંતુ મિત્ર આવ્યો નહીં, એ મંદિરના પ્રાંગણમાં જ બેઠો હતો ઘણો સમય વીતી ગયો પરંતુ એનો મિત્ર આવ્યો નહીં. આથી મિત્ર ના બદલે તેને પોતે જ દીવો પ્રગટાવ્યો અને દીવો પ્રગટાવી અને પછી પોતે જ ફૂંક મારીને તેને તરત જ ઓલવી નાખ્યો.

બસ આ વસ્તુ બને એવામાં જાણે આકાશમાંથી ચમત્કાર થયો હોય એવો ભયંકર વીજળી નો અવાજ આવ્યો અને આ જ ક્ષણે ભગવાન શિવ ભોળાનાથ પ્રગટ થયા અને તરત જ પહેલાં નાસ્તિક માણસને આશીર્વાદ આપ્યા. પેલો માણસ તો વિચારમાં પડી ગયો કે આ કઈ રીતે બને? તરત જ તેને ભગવાનને કહ્યું કે પ્રભુ હું તો તમારામાં તો પણ ન હતો મને તમારા અસ્તિત્વમાં પણ કોઈ વિશ્વાસ ન હતો, અને જેને તમારા અસ્તિત્વમાં વિશ્વાસ છે જે રોજ દીવો પ્રગટાવે છે અને હું ઓલવી નાખું છું તેમ છતાં આપે એની બદલે મને કેમ દર્શન આપ્યા પ્રભુ? દર્શન નો સાચો હકદાર તો મારો આસ્તિક મિત્ર જ છે.

આથી ભગવાન તરત જ જવાબ આપતા હસતા હસતા કહ્યું તું ભલે નાસ્તિક છો પરંતુ કોઈ પણ કામ પ્રત્યેની તારીખ નિષ્ઠા મને ખૂબ જ પસંદ પડી છે. વરસાદ આવ્યો એ જોઈને મારા પેલા ભક્ત એ મારી પાસે આવવાનું માંડી વાળ્યું પરંતુ દરરોજ દીવો બોલવાનું તારું કામ કરવા માટે તું કાયમ નિત્ય સમય અનુસાર હાજર જ રહ્યો. આટલું કહીને ભગવાને ફરી પાછા તેને ઘણા આશીર્વાદ આપ્યા.

ભલે આ સ્ટોરી સાચી ન હોય પરંતુ આ સ્ટોરી માં થી એટલું તો સમજી જ શકાય કે જે પણ કોઈ કામ કરવાની ભગવાનની કૃપાથી તક મળી હોય એ કામ પૂરી નિષ્ઠાથી નિભાવી જાણીએ એમાં ભગવાન ખુદ પણ રાજી હોય છે. તમે કોઈપણ ક્ષેત્રે તમારું કામ કરી રહ્યા હોય પરંતુ એ ક્ષેત્રે સંપૂર્ણ સમર્પણ સાથે ફરજ બજાવીએ તો એનાથી પણ પ્રભુ રાજી થાય છે.

આ સ્ટોરી વિશે તમારું શું માનવું છે તે નીચે કમેન્ટ કરીને જણાવજો અને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version