Site icon Just Gujju Things Trending

જે લોકો સવારે ઊઠીને કરે છે આ ખોટું કામ એવા લોકોથી નારાજ થઈ જાય છે લક્ષ્મીજી

આપણે બધા લોકો જાણીએ છીએ કે કોઈપણ કાર્યની સફળતા તેની શરૂઆત ઉપર જ નિર્ભર રહે છે. જો શરૂઆત સારી થાય તો તે કાર્ય નો અંત પણ સારું હોય છે એટલા માટે જ કદાચ કહેવામાં આવતું હશે કે દિવસ ની શરૂઆતમાં સારા કાર્યો કરવા જોઈએ.

ઘણી વખત આપણે બધાને એક વિચાર આવે છે કે સવારે જાગીને કોનો ચહેરો જોવો જોઈએ જેનાથી આપણો દિવસ સારો જાય પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે શાસ્ત્ર પ્રમાણે સવારે જાગીને જો પોતાની હથેળી જોવામાં આવે તો તેને શુભ માનવામાં આવે છે અને એવી પણ માન્યતા છે કે આવું કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે તેમજ હથેળી ને જોતા જોતા શ્લોક વાંચવો જોઈએ.

નીચે આપેલ શ્લોક વાંચવો જોઈએ,

‘કરાગ્રે વસતે લક્ષ્મી કરમધ્યે સરસ્વતી, કરમૂલે તું ગોવિંદ: પ્રભાતે કરદર્શનમ ‘

ઘણા લોકો આ શ્લોક ના અર્થ થી અજાણ હશે પરંતુ જણાવી દઈએ કે આ શ્લોકનો અર્થ એવો થાય છે કે આપણા હાથમાં અગ્રભાગમાં માતા લક્ષ્મીનો નિવાસ છે. મધ્ય ભાગમાં વિદ્યા આપનાર સરસ્વતી માં બિરાજમાન છે અને મૂળ ભાગમાં ભગવાન વિષ્ણુ નિવાસ છે. એટલા માટે આપણે દરરોજ સવારે તેના દર્શન કરીએ છીએ.

આ સિવાય પણ આપણે આપણા ઘરનો ઉપર ભરોસો રાખવો જોઈએ કારણકે આપણા હાથમાં જ શક્તિ છે અને સવારે જાગીને એ જ પ્રાર્થના કરવી જોઈએ કે ત્યારે આપણા હાથે થી કોઈ ખરાબ કર્મો ન થાય તેમજ આપણા હાથ બીજાને સારું કરવા માટે કાયમ માટે આગળ વધતો રહે.

આ સિવાય પણ એવી માન્યતા છે કે જે લોકો સવારે ઊઠીને ખોટું અને અનૈતિક કાર્ય કરે છે તેના ઉપર લક્ષ્મીજી ખૂબ જ ગુસ્સે થાય છે અને તેનાથી નારાજ થઈ જાય છે. સવારે જાગીને ક્યારેય નાસ્તો ન કરવો જોઈએ આવું કરવાથી દરિદ્રતા જીવનમાં આવે છે અને લક્ષ્મીજી આવા સ્થાનને છોડીને કાયમ માટે ચાલ્યા જાય છે.

તદુપરાંત સવારે જાગીને આપણે આપણા માતા-પિતાના આશીર્વાદ લેવા જોઈએ કારણ કે આવું કરવાથી દિવસ શુભ થાય છે અને જ્યારે માથા ઉપર આપણા માતા-પિતા ના આશીર્વાદ હોય તો આપણા ઉપર ગમે તેટલી મોટી મુશ્કેલીઓ આવે એને પણ હરાવીને આપણે આપણા લક્ષ્યને મેળવી શકીએ છીએ.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version