ઘણા લોકો 22 વર્ષની ઉંમરમાં ભણતર પૂરું કરીને નોકરીની તલાશમાં હોય છે, પરંતુ એ લોકોને ઘણા વર્ષો સુધી સારી નોકરી નથી મળતી.
તો ઘણા લોકો 25 વર્ષની ઉંમરમાં સારી કંપનીના સીઈઓ પણ બની જતા હોય છે. અને 50 વર્ષની ઉંમરે જ આપણને ખબર પડે છે તેઓનું અવસાન થઈ ગયું.
જ્યારે ઘણા લોકો ખુબ જ મોટી ઉંમરમાં કંપનીના સીઈઓ બને છે અને ત્યાંથી પણ ઘણા વર્ષો સુધી આનંદિત જીવન વિતાવે છે. જેમ કે આપણી સામે છે KFC ના માલિક નું ઉદાહરણ છે, તેઓએ KFC શરૂ કર્યું ત્યારે તેઓની ઉંમર ૬૦ વર્ષથી પણ વધારે હતી. અને તેઓ જ્યારે અવસાન પામ્યા ત્યારે તેઓની ઉંમર ૯૦ વર્ષ જેટલી હતી.
ઘણાને નોકરી ધંધો ખૂબ જ સારો હોવા છતાં તેઓ અપરિણીત હોય છે અને ઘણા લોકો વેપાર-ધંધા ન કરતા હોવા છતાં લગ્ન કરી ચૂક્યા છે અને નોકરી કરનારાઓ કરતા પણ વધારે ખુશ છે.
ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા ૫૫ વર્ષની ઉંમરમાં રીટાયર થઇ ચુક્યા છે જ્યારે હાલના રાષ્ટ્રપતિ ટ્રમ્પ એ 70 વર્ષની ઉંમરે શરૂઆત કરી હતી.
ઘણા લોકો પરીક્ષામાં ફેલ થઈ જાય તો પણ હસવા લાગે છે અને ઘણા લોકો ને પરીક્ષામાં એક નંબર જેટલા પણ ઓછા માર્ક્સ આવે તો રડવા લાગે છે.
આપણી સમક્ષ એવા ઘણા ઉદાહરણો હશે જેમાંથી અમુક લોકોને મહેનત કર્યા વગર જ ઘણું બધું જિંદગીમાં મળી જાય છે અને અમુક લોકો આખી જિંદગી પગના તળિયા ઘસાઈ જાય એટલી મહેનત જ કરતા રહી જાય છે.
એક વાત જીવનમાં સમજવા જેવી છે કે કોઈ પણ માણસ તેના ટાઇમઝોનના પાયા ઉપર કામ કરી રહ્યો છે. ઘણી વખત આપણને જીવનમાં એવું લાગતું હોય છે કે અમુક લોકો આપણાથી ખૂબ જ આગળ નીકળી ચૂક્યા છે, અથવા ઘણી વખત આપણને એવું પણ લાગે છે કે ઘણા લોકો આપણાથી પાછળ રહી ચૂક્યા છે.
પરંતુ હકીકતમાં દરેક વ્યક્તિ પોતપોતાની જગ્યાએ પોતપોતાના સમય અનુસાર ઠીક છે. કોઈ અન્યના જીવનની સાથે તમારા જીવનની તુલના ક્યારેય ન કરવી.
તમારા ટાઇમઝોન માં રહો, ધીરજ ધરીને રાહ જુઓ. ના તો તમને મોડું થયું છે કે ના તમે જલ્દી છો.
ભગવાને આપણને બધાને આપણી લાયકાત અનુસાર જીવન આપ્યું છે. કોણ કેટલો બોજ ઉઠાવી શકે છે અને ક્યા માણસને કયા સમયે શું આપવું છે એ બધું એ જાણે છે.
બસ આપણે ભગવાનનો ભરોસો રાખવાની જરુર છે કે એને જે નિર્ણય આપણા માટે કર્યો હશે તે આપણા માટે સર્વોત્તમ જ હશે. અને મહેનત થી મંઝીલ તરફ આગળ વધતા રહીએ તો સફળતા એક દિવસ જરૂર આપણા કદમ ચૂમશે.
આ જ સ્ટોરી મધુર સંગીત સાથે સાંભળીને અનુભવવા માટે નીચેનો વીડીયો અચુક જુઓ અને આવી જ બીજી રસપ્રદ સ્ટોરી સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો…
જો આ લેખ તમને પસંદ પડ્યો હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયક અને મોટીવેશનલ લેખ સાંભળવા માંગતા હોય તો આપણે યુટ્યુબ ચેનલ ને આજે જ સબસ્ક્રાઈબ કરી લો.