Jio ગીગાફાઈબર: આટલા પ્લાન થયા લોન્ચ, મફતમાં મળી રહ્યું છે 43 ઇંચનું 4K ટીવી અને 4K સેટ ટોપ બોક્સ, જાણો
રિલાયન્સ જીઓ એ પોતાના ગીગા ફાઇબર ના પ્લાન્ટની કોઠાસણા ગઈકાલે એટલે કે પાંચ તારીખે કરી દીધી છે. એમાં ટોટલ કંપનીએ 6 પ્લાન લોન્ચ કરેલા છે. જેમાં બ્રોન્ઝ સિલ્વર ગોલ્ડ ડાયમંડ પ્લેટિનમ અને ટાઇટેનિયમ શામેલ છે.
આ બધા પ્લાન ની કિંમત 699 થી ચાલુ કરી ને 8499 રૂપિયા સુધીની છે. ચાલો વિસ્તારથી જાણીએ કે આ પ્લાન માં દરેક માં શું ઉપયોગમાં મળે છે.
બ્રોન્ઝ
આ પ્લાન ની માસિક કિંમત 699 રૂપિયા છે એટલે કે દર મહિને 699 રૂપિયા ચૂકવીને આ પ્લાન લઈ શકાય છે, આ પ્લાન ની અંતર્ગત વપરાશકર્તાને 100MBPS જેટલી સ્પીડ મળશે. આ સિવાય વપરાશકર્તાઓને અનલિમિટેડ કોલ અને 100GB+50GB ડેટા નો ફાયદો મળશે. અને જો તમે આ પ્લાન એક વર્ષ માટે એટલે કે એન્યુઅલ લો તો સાથે છ વોટ નું બ્લુટુથ સ્પીકર, 4K સેટ ટોપ બોક્સ, Jio હોમ ગેટ વે પ્રાપ્ત થાય છે. સાથે સાથે બે મહિનાની વેલીડીટી એક્સ્ટ્રા પણ મળે છે. આ પ્લાનમાં ડેટા સ્પીડ 100MBPS સુધી પ્રાપ્ત થાય છે.
સિલ્વર
આ પ્લાન્ટની માસિક કિંમત 849 રૂપિયા છે. અને આ પ્લાનમાં વપરાશકર્તાને 200GB+200GB એક્સ્ટ્રા ડેટા પ્રાપ્ત થાય છે, સાથે સાથે આખા ભારતમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ TV વીડિયો કોલિંગ વગેરે પણ સામેલ છે. અને વેલકમ ઓફર માં જોબ વાર્ષિક પ્લાન લેવામાં આવે તો આખા વર્ષમાં 4800 gb પ્રાપ્ત થાય છે, સાથે 12W બ્લુટુથ સ્પિકર તેમજ બે મહિનાની એક્સ્ટ્રા વેલિડિટી પણ મળે છે. આ પ્લાનમાં ડેટા સ્પીડ 100 MBPS સુધી પ્રાપ્ત થાય છે.
ગોલ્ડ
આ પ્લાન ની અંતર્ગત વપરાશકર્તા 1299 રૂપિયા માસિક ચૂકવીને 500GB+250GB પ્રાપ્ત કરી શકે છે. સાથે-સાથે વોઈસ કોલ અને TV વીડિયો કોલિંગ પણ આ પ્લાનમાં ઉપલબ્ધ છે. અને જો આ પ્લાન ને વેલકમ ઓફર વાર્ષિક લેવામાં આવે તો પ્લાન સાથે બે મહિનાની એક્સ્ટ્રા વેલિડિટી તો મળે જ છે, સાથે આખા વર્ષ દરમિયાન 12000GB પ્રાપ્ત થાય છે અને 24” નું એલઇડી ટીવી મફત મળે છે. આ પ્લાનમાં ડેટા સ્પીડ 250 MBPS સુધી પ્રાપ્ત થાય છે.
ડાયમંડ
આ પ્લાનમાં પણ 24 સો 99 રૂપિયા દર મહિને ચૂકવીને 1250GB+250GB એક્સ્ટ્રા પ્રાપ્ત થાય છે. સાથે ઉપર રહેલા પ્લાનમાં જે ફાયદો મળે છે તે તો મળે જ છે, પરંતુ જો વેલકમ ઓફર માં વાર્ષિક પ્લાન લેવામાં આવે તો આ પ્લાનમાં પણ 24” એલઈડી ટીવી મફત મળે છે અને ટોટલ 30000GB ડેટા પ્રાપ્ત થાય છે. આ પ્લાનમાં ડેટા સ્પીડ 500 MBPS સુધી પ્રાપ્ત થાય છે.
પ્લેટિનમ
આ પ્લાનમાં મહિને 3999 રૂપિયા ચૂકવીને અનલિમિટેડ 2500GB ડેટા પ્રાપ્ત થાય છે, આ સિવાય બીજા ઉપર રહેલાં જેવો ફાયદો તો મળે જ છે. પરંતુ સાથે વાર્ષિક પ્લાન લેવામાં આવે તો સાથે 32” નું એલઇડી ટીવી ફ્રી મળે છે. અને ટોટલ 60000GB પ્રાપ્ત થાય છે. અને સાથે સાથે બે મહિનાની એક્સ્ટ્રા વેલિડિટી પણ આ પ્લાન પ્રાપ્ત થાય છે. આ પ્લાનમાં ડેટા સ્પીડ 1GBPS સુધી પ્રાપ્ત થાય છે.
ટાઇટેનિયમ
આ પ્લાનમાં દર મહિને 8499 રૂપિયા ચૂકવી ને 5000GB ડેટા પ્રાપ્ત થાય છે. આ સિવાય બીજા રહેલ પ્લાન સામેલ થતો ફાયદો આમાં પણ મળે જ છે. અને જો વાર્ષિક પ્લાન લેવામાં આવે તો 43” નું 4K ટીવી પણ પ્રાપ્ત થાય છે તેમજ ટોટલ 120000GB પ્રાપ્ત થાય છે, અને બે મહિના ની એકતા વેલિડિટી પણ મળે છે. આ પ્લાનમાં ડેટા સ્પીડ 1GBPS સુધી પ્રાપ્ત થાય છે.