એક વખત એક માણસ ને માથે મોટી મુસીબત આવી પડી. એટલે તે નિરાશ થઈ ગયો. અને મુસીબત આવે એટલે કોઇ પણ વ્યક્તિ હોય નિરાશ થાય જ. એ સ્વાભાવિક વાત છે.
પછી એક શહેરના એક સંત પાસે ગયો કે જેની આખા શહેરમાં ઘણી ખ્યાતિ હતી. આથી એ સંત પાસે જઈને તેણે કહ્યું કે મારે મારા જીવનનું કલ્યાણ કરવું છે. મારા જીવનમાં પાર વિનાની મુસિબતો વધી ગઈ છે.
હવે મારે આ જીવનને શાંતિથી જીવવું છે અને જીવનનું કલ્યાણ સાચું છે તો આપ એનો કોઈ સાચો રસ્તો બતાવો.
આટલું સાંભળીને સંતે કહ્યું કે એક કામ કર તું કબ્રસ્તાનમાં જઈને ત્યાં કબરમાં જેટલા લોકો છે તેને ભરપૂર પ્રમાણમાં ગાળો આપી આવ.
આથી તે માણસ અંતે કહ્યું તે પ્રમાણે કહ્યું અને કબ્રસ્તાનમાં જઈને સંતના કહ્યા મુજબ અપાઈ એટલી ગાળો આપી દીધી.
બીજે દિવસે પાછો સંત પાસે ગયો અને હજી સંતને કંઈ પૂછવા જાય તે પહેલા જ સંતે પૂછ્યું કે તને એમાં રહેલા કોઈ લોકોએ કંઈ જવાબ આપ્યો?
પેલા માણસે જવાબ આપ્યો કે ના મને કોઈએ જવાબ આપ્યો નહીં.
તો આજે કામ કર, ફરીથી એ જ કબ્રસ્તાનમાં જઈને લોકો ના વખાણ કરવા માંડ. અને તારાથી થાય એટલી ખુશામત કરજે.
પેલા માણસે પાછો કબ્રસ્તાનમાં જઈને સંતે કહ્યું તે પ્રમાણે ત્યાં જઈને ખુબ વખાણ કર્યા.
ત્યાર પછી બીજે દિવસે પાછો સંત પાસે ગયો, સંતે પૂછ્યું કેમ ભાઈ તારા મોઢે થી વખાણ સાંભળીને એ લોકોએ શું જવાબ આપ્યો?
પેલા માણસ ને થોડો ગુસ્સા જેવું આવ્યો અને કહ્યું કે મળદા થોડો જવાબ આપે? અને હવે એને લાગ્યું કે સંત તેની મશ્કરી કરી રહ્યા છે.
પરંતુ સંતે જણાવ્યું હવે તને જીવવાનો સાચો કીમિયો મળી ગયો, જો તારે જીવનને સાચા અર્થમાં જીવવું હોય તો આ મડદા જેવો બની જા. બીજા લોકો તારી નિંદા કરે કે તારા વખાણ કરે એના તરફ બિલકુલ ધ્યાન આપ્યા વગર તું તારી સાધનામાં તારા કામમાં આગળ વધતો જા. પછી તને સુખી કરતા કોઇ રોકી નહીં શકે.
આપણે પણ આમાંથી શીખવાની જરૂર છે અને કોઈ આપણા વિશે શું વિચારે છે તે ધ્યાનમાં લીધા વગર આપણું કામ કરતા રહેવાની હિંમત કેળવવી જોઈએ.