જિંદગીમાં વ્યક્તિ ઘણી વખત એવી ખરાબ ટેવ નો શિકાર થઈ જાય છે જે એક સમય પછી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ગંભીર સાબિત થઈ શકે છે. તો સમયસર આવી ખરાબ ટેવો નો સુધારો ન કરવામાં આવે તો પાછળ આપણને પસ્તાવા સિવાય કંઈ જ મળતું નથી,, કેમકે આવી આદતો આપણને ઘણી એવી બીમારીઓ નો શિકાર બનાવી શકે છે. આજે અમે એવી આદતો વિશે જણાવવાના છીએ જે આદતને જો તમારામાં રહેલી હોય તો બને તેટલી વહેલી તેને બદલી નાખવી જોઈએ…
ડોક્ટર સહિત આપણને બધાને ખબર જ હશે કે કોઈ પણ તંદુરસ્ત શરીર માટે જેમ સ્વાસ્થ્યવર્ધક ડાયટ લેવું જરૂરી છે એવી જ રીતે એવી પણ ઘણી ટેવ છે જે જો આપણામાં હોય તો આપણે તેને સુધારવી જોઈએ. હવે આપણે ઘણી એવી આદતોના વિશે જાણીશું જેને આપણે છોડવી જોઈએ.
1. વધારે પડતી પેનકિલર્સ લેવી
આપણી સામાન્ય જિંદગીની વાત કરીએ તો આપણા શરીરમાં હોળી પણ પીડા થાય કે તરત જ આપણે પેનકિલર્સ લઈ લઈએ છીએ, પરંતુ વારંવાર પેનકિલર્સ લેવાથી આપણી તબિયત ને નુકસાન પહોંચે છે જોકે આ વાતથી ઘણા લોકો અજાણ હશે. તેનાથી આપણને હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેક પણ આવવાની સંભાવના રહે છે, એટલા માટે આપણે વધુમાં વધુ પેનકિલર્સ લેવાનું ટાળવું જોઈએ.
2. અપૂરતી નીંદ્રા
હાલની વ્યસ્ત જિંદગીની વાત કરવામાં આવે તો ઘણા લોકો ને એવી ટેવ હોય છે કે તેઓ મોડી રાત સુધી જાગતા રહે છે, અને સવારે રોજિંદા કામને કારણે વહેલું જાગવું પડે છે જેથી શરીરને પૂરતી ઊંઘ મળતી નથી. જો તમારામાં પણ આવી ટેવ છે તો, ધ્યાન રાખો કેમકે, ઓછી ઊઘના કારણે આપણી તબિયત પર ખરાબ અસર પડે છે, અને વ્યક્તિમાં ચીડિયાપણું આવવા લાગે છે, એની સાથે જ ડિપ્રેશનમાં જવા સુધીની પરિસ્થિતિ આવી જાય છે. ઉપરાંત, ઓછી ઊંઘના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા પણ ઉત્પન્ન થાય છે. એટલા માટે સારું છે તમારા સુવાનો સમય નક્કી કરો, અને એક્સપર્ટ ડોક્ટરોની માનવામાં આવે તો ઓછામાં ઓછી 8 કલાકની ઉંઘ જરૂરથી લેવી જોઈએ.
3. ધૂમ્રપાનનું સેવન કરવું
આ વસ્તુથી મોટાભાગના લોકો જાણતા હશો કે સ્મોકિંગ એટલે કે ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. લાંબા સમય સુધી આનું સેવન કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓનું કારણ પણ ધૂમ્રપાન હોઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર 80 ટકાથી પણ વધુ લોકો કે જેઓ ફેફસાના કેન્સરનો શિકાર બન્યા હતા તે લોકો નું કેન્સર ધૂમ્રપાનના કારણે જ થયું હતું. એટલા માટે જો તમને પણ ધૂમ્રપાન કરવાની ટેવ હોય તો આ ટેવ જીવલેણ સાબિત થઇ શકે છે.
4. આલ્કોહોલનું સેવન (મદિરાપાન)
એક્સપર્ટ ડોક્ટરોનું માનવું છે કે મદિરા એ એક એવી વસ્તુ છે, જે આપણા શારીરિક સ્થિતિ નહીં, પરંતુ માનસિક સ્થિતિ પણ ખરાબ કરી શકે છે. વધારે પડતું મદિરાપાન કરવાથી શરીર પર તેની ખરાબ અસર થઈ શકે છે અને તેનાથી શરીરના સ્વાસ્થ્યને નુકશાન પણ ખૂબ જ થઈ શકે છે. મદિરાથી ફક્ત લીવર જ નહીં, પરંતુ હૃદયરોગ, ડિપ્રેશન અને કેન્સર જેવી ખતરનાક બીમારીઓ થઇ શકે છે, એટલા માટે જો તમને આ ખરાબ ટેવો હોય તો તરત જ તેને બદલવી જોઈએ.