જો તમે દીકરી અથવા વહુ હોય તો આ સ્ટોરી અચૂક વાંચી લેજો, ખૂબ જ સમજવા જેવી છે
એક ઘરની આ વાત છે દીકરો મોટો થઈ ગયો હતો એટલે તેના લગ્ન માટે વાતો ચાલી રહી હતી, એવામાં સારું પાત્ર મળતાની સાથે જ દીકરા દીકરી ને એકબીજા સાથે મેળવ્યા, તે બંને લોકોએ પણ એકબીજાને પસંદ કર્યા એટલે સગાઈ નક્કી કરવામાં આવી.
જોતજોતામાં બંનેના લગ્ન પણ થઇ ગયા. દીકરો અને વહુ પ્રેમથી રહેતાં હતાં. અને સાસુ અને વહુના સંબંધની વાત કરીએ તો જે રીતે ઘણા લોકોનું માનવું છે કે સાસુ વહુ માં નાના મોટા ઝઘડા થતા જ રહે છે એવું આ પરિવારમાં બિલકુલ હતું નહીં, વહુ અને સાસુ એકબીજા સાથે હળી મળીને રહેતા હતા.
પરંતુ એક દિવસ અચાનક એવું બન્યું કે જે પ્રસંગ વાંચીને તમને મનોરંજન તો મળશે પરંતુ જો તમે વહુ હોય તો તમે આ 1પ્રસંગ વાંચીને ખુશ પણ થઇ જશો.
સાસુ અને વહુ બંને પ્રેમથી રહેતા, એક વખત સાસુ ને બહેનપણીઓ ઘરમાં આવી હતી, મહેમાન આવ્યા એટલે તરત જ વહુ બધા માટે પાણી લઈને આવી. બધા લોકોએ પાણી પીધું, વહુ ફરી પાછી રસોડામાં જતી રહી.
ઘરમાં રસોડું એવી જગ્યાએ હતું કે બહાર ટીવી ચાલુ હોય અથવા કોઈ વાતો કરી રહ્યું હોય તો એ રસોડામાં ઉભા ઉભા સાંભળી શકાય. સાસુ ની બહેનપણીઓ આવી હતી, તેઓ એક પછી એક વહુ વિશે બોલી રહી હતી.
બધા લોકો વહુ ના વખાણ કરી રહ્યા હતા. એટલે આ બધાના જવાબમાં સાસુ પણ સામે કહી રહ્યા હતા એમાં વહુ એ સાંભળ્યું કે સાસુ મહેમાનોને કહી રહ્યા છે કે દીકરી તો સાકર જેવી હોય અને વહુ એ મીઠા જેવી હોય.
જે સાસુ સાથે પ્રેમથી વહુ રહેતી હતી એ વહુ એ સાસુ ના મોઢે આવા શબ્દો સાંભળ્યા એટલે તેને ખોટું લાગી ગયું. તે અંદર ને અંદર વિચાર કરવા લાગી કે સાસુ મારા વિશે આવું શું કામ બોલ્યા હશે?
થોડા સમય પછી સાસુએ કહ્યું બેટા થોડો નાસ્તો લઇ લેજે આટલું કહીને સાસુ પોતે પણ રસોડામાં આવ્યા અને નાસ્તો તૈયાર કરાવવા લાગ્યા. બધા લોકોએ નાસ્તો કર્યો, મહેમાન જતા રહ્યા.