Site icon Just Gujju Things Trending

જો તમે દીકરી અથવા વહુ હોય તો આ સ્ટોરી અચૂક વાંચી લેજો, ખૂબ જ સમજવા જેવી છે

એક ઘરની આ વાત છે દીકરો મોટો થઈ ગયો હતો એટલે તેના લગ્ન માટે વાતો ચાલી રહી હતી, એવામાં સારું પાત્ર મળતાની સાથે જ દીકરા દીકરી ને એકબીજા સાથે મેળવ્યા, તે બંને લોકોએ પણ એકબીજાને પસંદ કર્યા એટલે સગાઈ નક્કી કરવામાં આવી.

જોતજોતામાં બંનેના લગ્ન પણ થઇ ગયા. દીકરો અને વહુ પ્રેમથી રહેતાં હતાં. અને સાસુ અને વહુના સંબંધની વાત કરીએ તો જે રીતે ઘણા લોકોનું માનવું છે કે સાસુ વહુ માં નાના મોટા ઝઘડા થતા જ રહે છે એવું આ પરિવારમાં બિલકુલ હતું નહીં, વહુ અને સાસુ એકબીજા સાથે હળી મળીને રહેતા હતા.

પરંતુ એક દિવસ અચાનક એવું બન્યું કે જે પ્રસંગ વાંચીને તમને મનોરંજન તો મળશે પરંતુ જો તમે વહુ હોય તો તમે આ 1પ્રસંગ વાંચીને ખુશ પણ થઇ જશો.

સાસુ અને વહુ બંને પ્રેમથી રહેતા, એક વખત સાસુ ને બહેનપણીઓ ઘરમાં આવી હતી, મહેમાન આવ્યા એટલે તરત જ વહુ બધા માટે પાણી લઈને આવી. બધા લોકોએ પાણી પીધું, વહુ ફરી પાછી રસોડામાં જતી રહી.

ઘરમાં રસોડું એવી જગ્યાએ હતું કે બહાર ટીવી ચાલુ હોય અથવા કોઈ વાતો કરી રહ્યું હોય તો એ રસોડામાં ઉભા ઉભા સાંભળી શકાય. સાસુ ની બહેનપણીઓ આવી હતી, તેઓ એક પછી એક વહુ વિશે બોલી રહી હતી.

બધા લોકો વહુ ના વખાણ કરી રહ્યા હતા. એટલે આ બધાના જવાબમાં સાસુ પણ સામે કહી રહ્યા હતા એમાં વહુ એ સાંભળ્યું કે સાસુ મહેમાનોને કહી રહ્યા છે કે દીકરી તો સાકર જેવી હોય અને વહુ એ મીઠા જેવી હોય.

જે સાસુ સાથે પ્રેમથી વહુ રહેતી હતી એ વહુ એ સાસુ ના મોઢે આવા શબ્દો સાંભળ્યા એટલે તેને ખોટું લાગી ગયું. તે અંદર ને અંદર વિચાર કરવા લાગી કે સાસુ મારા વિશે આવું શું કામ બોલ્યા હશે?

થોડા સમય પછી સાસુએ કહ્યું બેટા થોડો નાસ્તો લઇ લેજે આટલું કહીને સાસુ પોતે પણ રસોડામાં આવ્યા અને નાસ્તો તૈયાર કરાવવા લાગ્યા. બધા લોકોએ નાસ્તો કર્યો, મહેમાન જતા રહ્યા.

પરંતુ જ્યારે સાસુ અંદર રસોડામાં નાસ્તો કઢાવવા માટે ગયા હતા ત્યારે તેને વહુનો વર્તન થોડું અજુગતું લાગ્યું, મહેમાન જતા રહ્યા પછી પણ વહુ નું વર્તન જુદું જુદું હતું.

પરંતુ સાસુ ને થયું કે કોઈ વાત હશે જે તેના મનમાં હશે, અડધો દિવસ પસાર થઈ ગયો પરંતુ હજુ પણ વહુ નો ચહેરો ઉદાસ હતો.

આખરે સાસુ એ વહુ ને પૂછ્યું કે શું થયું બેટા, તને કોઈ વાત પરેશાન કરી રહી છે. કે કોઈ વાતનો ખોટું લાગ્યું છે? વહુએ જવાબ આપતા કહ્યું તમે મહેમાન સામે એવું કેમ બોલ્યા હતા કે દીકરી તો સાકર જેવી હોય છે જ્યારે વહુ તો મીઠા જેવી હોય છે.

ત્યારે સાસુ પહેલા તો હસવા લાગ્યા, આશ્ચર્ય સાથે સાસુ સામે જોયું તો સાસરે જવાબ આપતા કહ્યું કે મેં જે મહેમાન સામે કહ્યું હતું તેનો અર્થ હકીકતમાં તું સમજી જ નથી, એનો અર્થ એવો છે કે દીકરી તો હંમેશા સાકર જેવી હોય એટલે કે દીકરી આપણને દરેક રૂપમાં મીઠી લાગે. જ્યારે વહુ એ મીઠા જેવી હોય છે જેનું કરજ આપણે ચૂકવી નથી શકતા, અને જેમ મીઠા વગર રસોઈ બેસ્વાદ થઇ જાય એ રીતે વહુ ન હોય તો પણ દરેક વસ્તુ બેસ્વાદ લાગે…

વહુને મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર થઈ ગઈ, અને તે મનોમન ખુશ થઇ ગઈ. આજે તેને તેના સાસુ માટે પહેલેથી વધારે માન થઈ ગયું.

જો તમે પણ વહુ હોય તો ખુશ થાઓ, કારણકે તમે સર્વશ્રેષ્ઠ છો. ખરેખર સ્ત્રી એક એવું હજી પાત્ર કહી શકાય જેની હાજરીને કોઈ નોંધ લે અથવા ન લે પરંતુ તેની ગેરહાજરી વગર દરેક વસ્તુઓ બેસ્વાદ લાગે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આ સ્ટોરીને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.

first appeared on justgujjuthings.com

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version