Site icon Just Gujju Things Trending

જો ત્રણ-ચાર મિનિટ નો સમય હોય તો ક્યાંય પણ જતા પહેલા આ વાંચી અને તેનો અમલ પોતાની જિંદગીમાં કરજો

છેલ્લે સુધી વાંચી અને ખુબ જ સમજવા જેવી વાત છે, તો પસંદ પડે તો દરેક લોકો સાથે શેર પણ કરી શકો છો.

એક નાનકડો બાળક હતો, ધીમે ધીમે સમજણો થયો પછી એ બાળકને કેરીનું ઝાડ ખૂબ જ ગમતું. કાયમ નવરો પડે કે તરત જ તે આંબા પાસે પહોંચી જતો અને આંબા પર ચડી અને જાતે કરીને જ કેરી ખાઈ અને જ્યારે તે રમીને થાકી જાય એટલે આંબા અને ઘટાદાર છાયામાં સુઈ જતો. હવે તો જાણે આ તે નિત્ય ક્રિયા બની ગઈ હતી દરરોજ તે નવરો થઈને તરત જ આંબા પાસે આવે કેરી ખાઈ રમે અને થાકે એટલે આંબાના છાયા માં જ સુઈ જાય.

ધીમે ધીમે તે વધુ સમજણો થયો અને મોટો થતો ગયો, એક સમય એવો આવ્યો કે તેને આંબા પાસે આવવાનું ઓછું કરી નાખ્યું. અને કહેવાય છે કે જિંદગીના દરેક પડાવ આવતા હોય છે એવી જ રીતે થોડા સમય પછી તો તે સાવ આંબા પાસે જતો જ નહીં. આંબો પણ એકલો પડી ગયો અને બાળક ને યાદ કરીને રડ્યા કરે, આવું ઘણા સમય સુધી ચાલ્યુ.

એક દિવસે અચાનક આંબા એ બાળકને પોતાના તરફ આવતો જોયો એટલે એ તો અંદર ખુશ થઈ ગયો અને યાદ કરવા લાગ્યો કે કેવા અમે સાથે રમતા અને આજે પણ હવે ફરી પાછું રમીશું. બાળક નજીક આવ્યો એટલે તરત જ આંબા એ કહ્યું કે ક્યાં ચાલ્યો ગયો હતો હું તો તને રોજ યાદ કરી રહ્યો હતો અને એક પણ દિવસ એવો નહીં હોય કે મેં તને યાદ ન કર્યો હોય. ચાલ ફરી પાછા હવે આપણે બન્ને સાથે રમીએ. પરંતુ બાળક તો હવે મોટો થઇ ગયો હતો એટલે તરત જ તેણે આંબાને જવાબ આપતા કહ્યું કે હવે તો મારી રમવાની ઉંમર નથી મારે ભણવાનું બાકી છે, પરંતુ મારી પાસે ફી ભરવાના પૈસા નથી એટલે હું ટેન્શનમાં છો. માટે તારી પાસે આવ્યો છું. અંબા એ તરત જ કહ્યું કે તું તારે મારી કેરી લઈ જા અને બધી કેરી બજારમાં જય અને વેચી નાખ જે આથી તને ખૂબ જ પૈસા મળશે. જેમાંથી તું તારી ફી પણ ભરી શકીશ. બાળકને પણ આ વિચાર સારો લાગ્યો એટલે તરત જ કેરીઓ ઉતારી લીધી અને ત્યાંથી જતો રહ્યો.

થોડા સમય પછી આંબો રાહ જોઈ રહ્યો હતો પરંતુ ફરીથી તો તે ત્યાં આવ્યો જ નહીં. અને દરરોજની જેમ આંબો તેની પહેલાની જેમ જ રાહ જોતો પરંતુ તે દેખાડો નહીં એક દિવસ અચાનક આવ્યો અને આંબા ને કહ્યું કે હવે મારા લગ્ન થઈ ગયા છે અને મને નોકરી પણ મળી ગઈ છે જેનાથી મારુ ઘર પણ સરસ ચાલે છે પરંતુ મારે હવે પોતાનું ઘર બનાવવું છે અને મારી પાસે પૈસા નથી. આંબા કહ્યું તું જરા પણ ચિંતા ન કરતો. મારી બધી ડાળીઓ કાપીને લઈ જા અને એમાંથી જ તારું ઘર બનાવી નાખ. બાળક કે જે હવે બાળક ન રહ્યો હતો તેને બધી ડાળીઓ કાપી અને ત્યાંથી જતો રહ્યો.

બધી ડાળીઓ કાપી નાખે એટલે આંબો હવે ઠુંઠો થઈ ગયો હતો. કોઈ તેની સામે પણ જો તું નહીં અને હવે તો આંબા એ પોતે પણ પેલો બાળક પોતાની પાસે આવશે તેવી આશા જ મૂકી દીધી હતી. એવામાં એક દિવસ એક ઘરડો માણસ થી આવ્યો અને આંબા એ આશ્ચર્ય સાથે તે માણસ ને પૂછ્યું તમે કોણ છો. એટલામાં જ તે માણસ જવાબ આપ્યો કે તમે કદાચ મને નહીં ઓળખો પરંતુ હું એ જ બાળક શું છે વારંવાર તમારી પાસે આવતો અને તમે એને કાયમ ને માટે મદદ કરતા. આંબા એ વાત સાંભળીને ખુબ જ દુઃખ સાથે કહ્યું કે તારી વાત સાચી છે બેટા પણ મારી પાસે હવે એવું કંઈ જ નથી કે હું તને આપી શકો.

આટલું બોલ્યા એટલે ઘરડા માણસ ના આંખમાં આંસુ આવી ગયા અને તેને કહ્યું કે હું આજે કંઈ જ લેવા નથી આવ્યો, આજે તો મારે તમારી સાથે રમવું છે તમારા ખોળામાં માથું મૂકીને સૂઈ જવું છે. આટલું કહીને રડતા રડતા આંબા ને ભેટી પડ્યો અને ત્યાં રહેલ આંબાની સુકાયેલી દાળોમાં પણ જાણે નવા અંકુર ફૂટ્યા.

અહીં આંબા નું વૃક્ષ એટલે આપણા માતા-પિતા જેવું છે જ્યારે નાના હતા ત્યારે તેમની સાથે રમવા આપણને ખૂબ જ ગમતું અને જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ આપણે તેનાથી દુર થતા ગયા અને જ્યારે કોઈપણ જરૂરિયાત ઊભી થઈ અથવા કોઈ સમસ્યા આવી પડી ત્યારે જ આપણે તેને યાદ કરી અને તેની નજીક ગયા. પરંતુ હકીકત ની વાત એ છે કે એ તો કાયમને માટે ઠુંઠા વૃક્ષની જેમ જ આપણી માટે રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે મારો દીકરો આવે અને મને ભેટી પડે.

જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો દરેક લોકો સાથે શેર કરજો અને તમારા માતા-પિતા તેમજ દાદા-દાદીને જઈને એક જાદુની જપ્પી આપી દેજો જેથી એને પણ ઘડપણમાં ફરીથી કુંપણ નવી ફૂટે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version