માણસ જે મહિનામાં જન્મે તે જન્મના મહિનાથી પણ માણસ વિશે થોડું ઘણું જાણી શકાય છે, અમુક શાસ્ત્રો માં આ રીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જન્મના મહીનાથી પણ માણસનો સ્વભાવ કેવો હોય છે તેના વિશે થોડું જાણી શકાય છે.
એવી જ રીતે જો તમારો કે તમારા કોઈ મિત્રો નો જન્મ જુલાઈમાં થયો હોય તો તેનો સ્વભાવ કેવો હોય છે તેના વિશે જાણી શકાય છે, આજે જુલાઈમાં જન્મેલા લોકોના રહસ્યો વિશે જણાવીશું.
જુલાઈમાં જન્મેલા લોકો કુદરતી રીતે જ ખૂબ જ મનોરંજક અને ફની હોય છે. એટલે કે તેઓ ખૂબ જ કટાક્ષ ભર્યું અને ફની વર્તન કરતા હોય છે, અને તેની આ વાત તેની આજુબાજુ માં રહેલા લોકોને કાયમ મનોરંજન પૂરું પાડે છે. આવા લોકો કોઈપણ લોકોને ગમે તે સમયે હસાવી શકે છે, આ તેની ખૂબી હોય છે. અને તે કોઈપણ ની મજાક ઉતારવામાં પણ પાછા પડતા નથી, ઘણા લોકો તેને સિરિયસલી લે છે પરંતુ તેઓનું ઉદ્દેશ્ય ક્યારેય કોઈને હાની પહોંચાડવાનો હોતો નથી.
આવા લોકો તેના પરિવાર ને ખુબ જ મહત્વ આપતા હોય છે, આવા લોકો માટે તેનો પરિવાર જ સૌથી વધારે મહત્વ ધરાવે છે. જો તમે આવા લોકો ની સાથે પરિવારમાં રહેતા હોવ તો એનાથી સારું કંઈ જ નથી. અને તેઓ હંમેશા પરિવારને જ પ્રથમ પ્રાયોરિટીમાં રાખે છે. તેઓ જેને પણ પ્રેમ કરે તેને ખૂબ જ વ્હાલ થી રાખે છે અને તેઓ ખૂબ જ કેરિંગ સ્વભાવના હોય છે.
જેમ રીતે તેઓ પરિવારને સાર સંભાળ રાખે છે એવી જ રીતે કોઈ બાળકની ઉછેરમાં પણ તેઓ ખૂબ જ નિષ્ણાંત હોય છે. તેઓના જેવો મોકો મળે કે તરત જ તેઓ જોક્સ સંભળાવી દે છે. અને આવા લોકોનું પરિવારમાં ખૂબ જ માં પણ હોય છે તેમજ આવા લોકો ને પરિવાર દ્વારા ઘણી પ્રશંસા પણ મળે છે.
આવા લોકો તેના કાર્ય સ્થળે અથવા ઘરે કોઈપણ કામમાં ખૂબ જ ઝીણવટભર્યું અને સચોટ કામ કરનારા હોય છે.
આવા લોકો દરેક કામને પોતાની અલગ રીત થી કરવામાં માને છે અને તેનામાં મેનેજર સ્કિલ ખૂબ જ સારું હોય છે.
ઘણી વખત આવા લોકો પોતાનો મુડ તરત જ બદલી નાખે છે, એટલે કે આવા લોકો ખૂબ જ મૂડી હોય છે એમ પણ કહી શકાય. ઘણી વખત તો ખૂબ જ ઝડપી તેઓના મૂડ બદલાઈ જતા હોય છે. તેઓ ઘણી વખત પોતાની આજુબાજુ સુરક્ષિત વાતાવરણ ઉભા કરવામાં નિષ્ફળતા હોય તો તેઓ ઈમોશનલ પણ થઇ જતા હોય છે.
આવા લોકોને માટે ફાયનાન્સીયલ સીક્યોરીટી મહત્વનો ભાગ ભજવે છે, તેઓ આ કામ માં માહેર અને નિપુણ હોય છે. આવા લોકો પોતાની લાઈફ માં ઘણા સકસેસ પણ મેળવાનું સામર્થ્ય ધરાવે છે.
આવા લોકોના મિત્રો ઘણા હોય છે, પરંતુ તેમ છતા આવા લોકો ક્રાઉડેડ જગ્યાએ ઓછુ જવાનું પસંદ કરે છે. અને તેઓ એકલા સમય વિતાવવો પણ વધારે પસંદ કરે છે, આવા લોકો મોટા ભાગે કુકિંગ, મુવીઝ કે વાંચવાના શોખીન હોય છે.
જ્યાં સુધીમાં ડ્રેસીંગ સેન્સ ની વાત કરીએ તો આવા લોકો બધા થી અલગ તરી આવે છે, આવા લોકો નો ફેશન ની દ્રષ્ટિ એ અલગ જ ટેસ્ટ હોય છે, અને તેઓ હંંમેશા સારુ દેખાવાની કોશિષ કરે છે. અને હંમેશા પોતાની જાતને પરફેક્ટ બનાવવાની ઈચ્છા રાખે છે. આવા લોકોને કલર, ટ્રેન્ડ બધી વસ્તુનો આઈડીયા રહેલો હોય છે, આથી તેઓ ને ફેશન ક્ષેત્રે ઘણી ખબર પડે છે.
આવા લોકો ખૂબ જ લાગણીશીલ હોય છે, અને તેઓ સૌથી ઈમોશનલ માણસો માં એક હોય છે. ઘણી વખત આવા લોકોને ખૂબ જ આસાનીથી દગો મળી જાય છે, અને આવા લોકો જખ્મ થી લડવામાં ખૂબ જ વધારે સમય લે છે. આવા લોકો ખૂબ જ ઈમોશનલ હોવાથી તેને દગા માંથી બહાર આવતા ઘણો ટાઈમ લાગે છે.
આવા લોકોને માટે કોઈપણ વસ્તુ જો લોજિકલ ના હોય તો તેવા લોકોને બિલકુલ પસંદ હોતું નથી. આવા લોકો માટે આવી વસ્તુઓ એટલે તેનો મૂડ ચેન્જ થઈ જાય એવી સાબિત થઈ શકે. અને આવા લોકોને ઘોષિત કરવાનો બિલકુલ પણ શોખ હોતો નથી.
આવા લોકો સ્વભાવે ખૂબ જ શાંત હોય છે, અને તેઓમાં કોમ્યુનીકેશન સ્કીલ ને પણ ખૂબ જ આવડત હોય છે એના માટે જ આવા લોકો લગભગ દરેક વસ્તુને ખૂબ જ સારી રીતે પ્રેઝન્ટ કરી શકે છે. અસલ જિંદગીમાં આવનારી પરિસ્થિતિઓ અને લાગણીઓ ને પણ તે બિલકુલ સારી રીતે સંભાળી શકે છે.
આવા મોટાભાગના લોકો અંદર બદલો લેવાની ભાવના જરા પણ હોતી નથી, એટલે કે જો કોઈ તેને દગો આપે તો તે હંમેશા તેને ઈગ્નોર કરવાની કોશિશ કરે છે. અને તે સામે બદલો લેવાની ક્યારે પણ કોશિશ કરતા નથી. અને તેઓને ભૂલતા પણ ખૂબ જ સમય લાગે છે અથવા તેઓ ક્યારે પણ ભૂલી શકતા નથી.
આ લેખ પ્રમાણે આ વાતો સાચી છે કે કેમ તેનો હા કે ના માં જવાબ કમેન્ટ માં આપજો…