જ્યારે કર્ણએ કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય છે? ત્યારે ભગવાન કૃષ્ણે જે જવાબ આપ્યો તે વાંચીને તમારી જિંદગી…
મહાભારતમાં કર્ણ એ ભગવાન કૃષ્ણને પૂછ્યું મારો જન્મ થયો અને મારી માતા મને છોડીને જતી રહી. શું મારો આવી રીતે જન્મ થયો એમાં મારી કોઈ ભૂલ છે?
મને પ્રાણ આચાર્ય પાસેથી શિક્ષા પ્રાપ્ત ના થઇ કારણકે મને ક્ષત્રિય નહોતો માનવામાં આવ્યો.
પરશુરામે મને શિક્ષા આપી પરંતુ જ્યારે તેઓને ખબર પડી કે હું કુંતીનો પુત્ર છું જે ક્ષત્રિય છે તો તેઓએ મને બધું ભૂલી જવાનો શ્રાપ આપ્યો.
મારુ તીર અકસ્માતે એક ગાયને વાગ્યું તો તેના માલિકે મને શ્રાપ આપ્યો જેમાં મારો કોઇ જ વાંક પણ હતો નહીં.
દ્રૌપદીના સ્વયંવરમાં પણ મારી ફજેતી કરવામાં આવી હતી.
અલબત્ત કુંતી એ પણ તેના બીજા દીકરાઓને બચાવવા માટે જ મને સત્ય કહ્યું હતું.
મને જે કંઈ મળ્યું હતું તે બધું દુર્યોધનના દાનથી મળ્યું હતું.
તો હું તેની બાજુ માં રહું એમાં હું કઈ રીતે ખોટો છું?
આ બધું ભગવાન કૃષ્ણએ સાંભળ્યું અને તેને જવાબ આપતા કહ્યું કર્ણ, મારો જન્મ જેલમાં થયો હતો.
હું હજી તો જન્મ લવ તે પહેલા જ મારું મૃત્યુ જાણે રાહ જોઈ રહ્યું હતું.
મારા જન્મ થયા ની રાત્રે જ મને જન્મ આપનાર માતાપિતાથી હું અલગ થઈ ગયો હતો.
તારો ઉછેરતો નાનપણથી જ નાનપણથી જ, તલવાર ના અવાજ, રથ, ઘોડાઓ, તેમજ તીર કાંટાઓ સાથે થયો હતો. અને મને તો હું હલનચલન કરતો થયો તે પહેલાં જ માત્ર ગાયનો ગોબર, વગેરે અને મારા પ્રાણ લેવાના ઘણા પ્રયાસો નો સામનો કરવો પડ્યો હતો.