Site icon Just Gujju Things Trending

જ્યારે કર્ણએ કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય છે? ત્યારે ભગવાન કૃષ્ણે જે જવાબ આપ્યો તે વાંચીને તમારી જિંદગી…

મહાભારતમાં કર્ણ એ ભગવાન કૃષ્ણને પૂછ્યું મારો જન્મ થયો અને મારી માતા મને છોડીને જતી રહી. શું મારો આવી રીતે જન્મ થયો એમાં મારી કોઈ ભૂલ છે?

મને પ્રાણ આચાર્ય પાસેથી શિક્ષા પ્રાપ્ત ના થઇ કારણકે મને ક્ષત્રિય નહોતો માનવામાં આવ્યો.

પરશુરામે મને શિક્ષા આપી પરંતુ જ્યારે તેઓને ખબર પડી કે હું કુંતીનો પુત્ર છું જે ક્ષત્રિય છે તો તેઓએ મને બધું ભૂલી જવાનો શ્રાપ આપ્યો.

મારુ તીર અકસ્માતે એક ગાયને વાગ્યું તો તેના માલિકે મને શ્રાપ આપ્યો જેમાં મારો કોઇ જ વાંક પણ હતો નહીં.

દ્રૌપદીના સ્વયંવરમાં પણ મારી ફજેતી કરવામાં આવી હતી.

અલબત્ત કુંતી એ પણ તેના બીજા દીકરાઓને બચાવવા માટે જ મને સત્ય કહ્યું હતું.

મને જે કંઈ મળ્યું હતું તે બધું દુર્યોધનના દાનથી મળ્યું હતું.

તો હું તેની બાજુ માં રહું એમાં હું કઈ રીતે ખોટો છું?

આ બધું ભગવાન કૃષ્ણએ સાંભળ્યું અને તેને જવાબ આપતા કહ્યું કર્ણ, મારો જન્મ જેલમાં થયો હતો.

હું હજી તો જન્મ લવ તે પહેલા જ મારું મૃત્યુ જાણે રાહ જોઈ રહ્યું હતું.

મારા જન્મ થયા ની રાત્રે જ મને જન્મ આપનાર માતાપિતાથી હું અલગ થઈ ગયો હતો.

તારો ઉછેરતો નાનપણથી જ નાનપણથી જ, તલવાર ના અવાજ, રથ, ઘોડાઓ, તેમજ તીર કાંટાઓ સાથે થયો હતો. અને મને તો હું હલનચલન કરતો થયો તે પહેલાં જ માત્ર ગાયનો ગોબર, વગેરે અને મારા પ્રાણ લેવાના ઘણા પ્રયાસો નો સામનો કરવો પડ્યો હતો.

મને કોઈ જાતની શિક્ષા મળી હતી નહીં, ત્યાં સુધી કે બધા લોકોની સમસ્યાનું કારણ હું છું તેવું પણ અને લોકોના મોઢે સાંભળ્યું હતું.

જ્યારે તમારા ગુરુદ્વારા તમારી શૂરવીરતા ની પ્રશંસા કરાઈ રહી હતી ત્યારે મને મારી શિક્ષા પણ મળી હતી નહીં. મેં સાંદિપની ઋષિ ના ગુરુકુળ માં ગયો ત્યારે મારી ઉંમર 16 વર્ષની થઇ ચૂકી હતી.

તે તારી પસંદગીની છોકરી સાથે લગ્ન કર્યા છે. મેં જેને પ્રેમ કર્યો તે મને મળી નહીં અને ત્યાર પછી જેને મેં રાક્ષસથી બચાવી હતી અને જે મને મેળવવા ઇચ્છતી હતી તેમની સાથે લગ્ન કર્યા.

મેં મારા લોકોને જરાસંઘ થી બચાવવા માટે દૂર લઈ ગયો હતો ત્યારે મને જ ભાગવા માટે કાયર કહેવામાં આવ્યો હતો.

જો દુર્યોધન યુદ્ધ જીતી જશે તો તને તો ખૂબ જ વખાણ મળશે પરંતુ જો ધર્મ રાજ યુદ્ધ જીતી જશે તો મને શું મળશે? માત્ર ને માત્ર યુદ્ધ અને તેને સંબંધિત સમસ્યાઓ માટે મને જવાબદાર ગણવામાં આવશે.

એક વાત હંમેશા યાદ રાખજે કર્ણ. દરેક લોકોને તેની જિંદગીમાં કંઈ ને કંઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

જિંદગી કોઈપણ લોકો માટે સુંદર, સ્વચ્છ અને સરળ છે જ નહિ.

પરંતુ જે સાચું છે જે ધર્મ છે તે તારા મગજ ને ખબર છે. આપણને ભલે ગમે તેટલું સહન કરવું પડ્યું હોય, ભલે ગમે કેટલો અભ્યાસ આપણને મળ્યો હોય, ગમે તેટલી વખત આપણે જીવનમાં નીચાજોણું થયું હોય, પરંતુ સૌથી અગત્યની વાત છે તો એ છે કે તમે એ સમયે કેવી રીતે પ્રતિક્રિયા આપી.

જિંદગી તમારી સાથે અનફેર થાય તો એ તમને લાઇસન્સ નથી આપી દે તી કે તમે ખરાબ રસ્તા પર ચાલવા લાગો.

હંમેશા યાદ રાખો કે જિંદગીના અમુક ક્ષણ માં જિંદગી કઠિન હોઈ શકે છે, પરંતુ આપણી મંઝીલ સુધી પહોંચવા માટે શુઝ કામ નથી લાગતા આપણે શૂઝ પહેરીને લીધેલા પગલા કામ લાગે છે.

આ પોસ્ટ દરેક લોકો જોડે શેર કરજો અને કોમેન્ટમાં આ પોસ્ટને રેટિંગ પણ આપજો.

first appeared on justgujjuthings.com

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version