Site icon Just Gujju Things Trending

જ્યારે બિલ ગેટ્સને પૂછ્યું તમારાથી અમીર કોઈ છે? તો તેને જવાબમાં કહ્યું મારાથી પણ અમીર આ દુનિયામાં એક જ વ્યક્તિ છે… કોણ?

દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિઓમાં કોનું નામ આવે છે, અમુક એવા નામ છે જે નામ તમે ઘણી વખત સાંભળ્યું હશે જેમ કે બિલ ગેટ્સનું નામ આપણે ઘણી વખત સાંભળ્યું હશે.

દુનિયાના ધનકુબેરો માં તેની ગણતરી કરવામાં આવે છે, બિલ ગેટ્સ દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિઓમાના એક છે. બિલ ગેટ્સ સાથે એક એવો પ્રસંગ બની ચૂક્યો છે જે પ્રસંગ આપણા માટે ખુબ જ પ્રેરણાદાયક સાબિત થઈ શકે છે.

એક વખત બિલ ગેટ્સને કોઈ વ્યક્તિએ પૂછ્યું શું આ ધરતી ઉપર તમારા થી અમીર કોઈ છે?

એ સમયે બિલ ગેટ્સ હે જવાબ આપ્યો હા, એક વ્યક્તિ આ દુનિયામાં મારાથી પણ અમીર છે.

કોણ?

બિલ ગેટ્સ એ જણાવ્યું એક સમયે હું એટલો પ્રખ્યાત પણ નહોતો અને મારા અમીરીના દિવસો પણ ન હતા ત્યારે હું એક વખત એરપોર્ટ ઉપર હતો, ત્યારે સવારે સવારે હું એરપોર્ટ ઉપર પહોંચ્યો એટલે મને એક અખબાર ખરીદવાની ઇચ્છા થઈ, પરંતુ મારી પાસે ખુલ્લા પૈસા ન હતા. એટલે મેં અખબાર લેવાનો વિચાર છોડી દીધો, અને મારા હાથમાં લઈ લીધું હોવા છતાં અખબાર મેં પાછું રાખી દીધું. ત્યારે અખબાર વેચવા વાળા છોકરાએ મારી સામે જોયું એટલે મેં તેને ખુલ્લા પૈસા ન હોવાની વાત જણાવી, એટલે એ છોકરાએ મને અખબાર આપી અને કહ્યું લઈ લો આ અખબાર, આ હું તમને મફત માં આપું છું.

એ દિવસે તો હું ત્યાંથી અખબાર લઇને જતો રહ્યો, ઘણો સમય વીતી ગયો લગભગ થોડા મહિનાઓ પછી મારે સંજોગોવસાત એ જ એરપોર્ટ ઉપર ફરી પાછું જવાનું થયું, અને આ વખતે પણ મારી પાસે અખબાર લેવા માટે ખુલ્લા પૈસા ન હતા. એ સમયે પણ એ છોકરાએ મને ફરી પાછું અખબાર આપ્યું, એટલે મેં ના પાડી દીધી અને કહ્યું હું આ અખબાર ન લઇ શકું.

એ છોકરાએ મને કહ્યું તમે આને લઈ શકો છો, હું આ અખબારને મારા નફાના ભાગમાંથી આપી રહ્યો છું એટલે મને કોઇ નુકસાન નહીં થાય. છોકરાએ આવું કહ્યું એટલે તેણે અખબાર લઈ લીધું.

આ વાતને ઘણાં વર્ષો વીતી ગયા, બિલ ગેટ્સ અત્યંત પ્રસિદ્ધ પણ થઈ ગયા હતા, એક દિવસ અચાનક બિલ ગેટ્સને અખબાર વેચનાર આ છોકરા ની યાદ આવે છે, પછી એ છોકરાને શોધવાનો પ્રયાસ કરે છે. વર્ષો પહેલાની વાત હતી એટલે એને શોધવામાં થોડો સમય લાગ્યો, પરંતુ આખરે દોઢ મહિના શોધ્યા પછી તે છોકરો મળી ગયો. એટલે બિલ ગેટ્સ તેને મળવા જાય છે.

બિલ ગેટ્સ પૂછ્યું શું તું મને ઓળખે છે?

છોકરાએ જવાબમાં કહ્યું હા હું તમને ઓળખું છું તમે મિસ્ટર બિલ ગેટ્સ છો.

બિલ ગેટ્સ ફરી પાછું તે છોકરાને પૂછ્યું તને યાદ છે કે એક સમયે તે મને અખબાર મફતમાં આપ્યા હતા?

છોકરા એ તરત જ જવાબ આપ્યો, હા, મને બરાબર યાદ છે… આવું બે વખત બન્યું હતું.

બિલ ગેટ્સ એ તે છોકરા ને કહ્યું તે મારી મદદ કરી હતી એટલે હું એના માટે તારી કિંમત અદા કરવા માંગુ છું, તું તારી જિંદગીમાં જે પણ કંઈ ઈચ્છતો હોય તે મને જણાવે. હું તારી બધી ઈચ્છાઓ અને બધી જરૂરિયાત ને પૂરી કરીશ.

છોકરાએ કહ્યું સર, પરંતુ તમને એવું નથી લાગતું કે તમે એવું કરીને મારા કામની કિંમત અદા નહીં કરી શકો?

બિલ ગેટ્સ એ પૂછ્યું કેમ?

છોકરાએ કહ્યું જ્યારે મેં તમારી મદદ કરી હતી, ત્યારે હું એક ખૂબ જ ગરીબ છોકરો હતો. જે અખબાર વેચતો હતો.

અને તમે મારી અત્યારે મદદ કરવા ઈચ્છો છો, તો તમારી પરિસ્થિતિ તો અત્યારે ખૂબ જ સારી છે. તમે આ દુનિયાના સૌથી અમીર અને સામર્થ્ય ધરાવતા વ્યક્તિ છો. તો પછી તમે મારી કરેલી મદદની બરાબરી કઈ રીતે કરી શકો?

બિલ ગેટ્સને તે છોકરાની આ વાત દિલમાં ઉતરી ગઈ, તેની નજરમાં એ વ્યક્તિ દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ હોય તેના કરતાં પણ વધુ અમીર હતો.

કારણ?

કારણ એટલું જ કે કોઈની મદદ કરવા માટે તે છોકરાએ પોતાના પૈસાદાર થવાની રાહ જોઈ નહોતી.

એટલે જ કદાચ કહેવાય છે કે અમીરી એ પૈસાથી નથી આવતી પરંતુ અમુક લોકો દિલથી અમીર હોય છે. જરૂરી નથી કે આપણી પાસે પૂરતા પૈસા હોવા જોઈએ ઘણી વખત કોઈની મદદ કરવા માટે અમીર દિલનું હોવું પણ ખૂબ જ જરૂરી છે.

આ વાત વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જણાવજો. જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આ સ્ટોરી ને કોમેન્ટ માં રેટીંગ પણ આપજો.

તમે આવી જ રસપ્રદ સ્ટોરી તેમજ પ્રેરણાદાયક પ્રસંગો સાંભળવા માંગતા હોય તો આપણી Youtube ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કરવા માટે નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરી સબ્સ્ક્રાઇબ કરી અને નોટીફીકેશન બેલને દબાવી દેજો.

Subscribe to us on youtube.

Cover image credit: By Kees de Vos from The Hague, The Netherlands – Bill Gates delivering key note, CC BY-SA 2.0, https://commons.wikimedia.org/w/index.php?curid=34511

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version