Site icon Just Gujju Things Trending

કમર ના દુખાવા થી છુટકારો મેળવો પ્રાકૃતિક રૂપથી

ઘણા લોકોને કમર દુખાવાની સમસ્યા રહેતી હોય છે. આવા લોકો ઘણા ઉપાય કરતા હોય છે પરંતુ ઘણી વખત તેઓ ને દુખાવો કાયમ રહે છે. અને આના કારણે રોજિંદી જિંદગીમાં પણ ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. પરંતુ આજે અમે એવી વસ્તુઓ વિશે જણાવવાના છીએ જે બેક પેન એટલે કે કમરના નીચલા ભાગમાં થતા દુખાવાને રાહત પહોંચાડી શકે છે, આ વસ્તુઓ અને ઉપાય હર્બ્સના એક લેખક દ્વારા જણાવવામાં આવ્યા હતા.

પાનના પાંદડા આમાં રાહત પહોંચાડી શકે છે. આના જ્યૂસને રિફાઇન્ડ કોકોનટ ઓઇલ અથવા પછી કોઈપણ બ્લેન્ડ ઓઈલ ઓઈલ મિક્સ કરો. ત્યાર પછી આને લગાવવાથી કમરના દુખાવામાં રાહત મળે છે.

લેમનગ્રાસના તેલને પણ આ ઉપાય માટે ઉપયોગ કરી શકાય છે. લેમનગ્રાસના ઓઈલમાં તેનાથી બમણી માત્રામાં કોકોનટ ઓઇલ મિક્સ કરીને તેની માલિશ કરવાથી કમરના દુખાવા રાહત મળે છે, અને આ અસર પણ સારી કરે છે.

એલો માં કેટલા ઔષધિ ગુણ હોય છે તે ખાસ જણાવવાની જરૂર નથી કારણ કે લગભગ બધાને ખબર જ હશે. પરંતુ જણાવી દઇએ કે જો રોજ આના એક પાંદડાનું ખાવામાં આવે અથવા પછી તેનાથી કમર માં માલીશ કરવામાં આવે તો કમર દુઃખાવામાં રાહત મળે છે.

લસણ આપણા શરીર માટે કેટલું ફાયદાકારક છે તે આપણે જાણતા જોઈએ છીએ, પરંતુ કમર દુખાવા માં તેનો ઉપયોગ કરી શકાય કે કેમ તે જાણી લો, અને તમારા અંગત મિત્રો તેમજ સગા-સંબંધીઓ સાથે આ બધા ઉપાયો અચૂક શેર કરજો જેથી લોકો આનો ફાયદો ઉઠાવી શકે.

જણાવી દઈએ કે કમરના દુખાવામાં લસણ નો પણ ઉપયોગ કરી શકાય છે, આનો ઉપયોગ કેવી રીતે કરવો તે જણાવ્યા. લસણની પેસ્ટ ને આશરે અડધો કલાક સુધી પોતાની કમર પર લગાવી દો પછી તેને ગરમ પાણીથી ધોઇ નાખો. આ સિવાય બીજો ઉપાય એ પણ કરી શકાય છે કે લસણ નો તેલ બનાવીને એની કમર પર માલિશ પણ કરી શકાય છે.

જો આવા લેખ દરરોજ વાંચવા ઇચ્છતા હોવ તો, ઉપર રહેલા લાઈક બટન પર ક્લિક કરીને અમારા પેજ ને લાઈક કરી શકો છો, જેથી તમને દરરોજ નવા લેખ મળતા રહે.

Disclaimer- This content is provided for informational purposes only, and is not anyway intended to be a substitute for professional medical advice.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version