Site icon Just Gujju Things Trending

40 સેકન્ડ નો સમય કાઢીને એક વખત જરુર વાંચો!

એક રાજાએ પોતાના રાજ્ય માં ક્રુરતા થી ઘણું બધુ ધન એકઠ્ઠું કરી ને એક રહસ્યમયી રુમ માં છુપાડી દીધુ. અને ખજાના ની એક ચાવી રાજા પાસે અને બીજી ચાવી એના એક મંત્રી પાસે હતી. એક દિવસે રાજા ખજાના ને જોવા નીકળ્યો, અને બરાબર એ જ સમયે મંત્રી ત્યાં થી નીકળ્યો. એને જોયુ કે ખજાનાનો ટ્રંક જ્યાં છે તે દરવાજો ખુલો હતો. એ જોઈને અવાચક થઈ ગયો કે ખજાના નો દરવાજો ખુલ્લો છે. પછી વીચાર્યુ કે ગઈ કાલે રાત્રે જ્યારે મેં ખજાનો જોયો હશે ત્યારે તો દરવાજો ખુલ્લો રહી ગયો હશે… એટલે એને દરવાજો બહાર થી બંધ કરી દીધો.

ખજાના ને નીહાળ્યા પછી જ્યારે દરવાજા પાસે આવ્યા તો દરવાજો બહાર થી બંધ હતો. તેને દરવાજા ને ઠપકારવાનું શરુ કર્યુ, પણ એનો અવાજ સાંભળવા વાળું કોઈ ત્યાં ન હતુ. રાજા નો ભુખ અને પાણી ની તરસ થી હાલ બેહાલ થઈ ગયો. થોડી વાર પછી રાજા બેહોશ થઈ ગયા.

રાજા ને થોડા સમય પછી હોંશ આવ્યો, એ દુનીયા ને એક પેગામ આપવા માંગતા હતા, રાજાએ પત્થર થી પોતાની આંગળી કુચલીને લોહી થી દીવાલ પર કંઈક લખી નાખ્યુ. જ્યારે મંત્રી ખજાનો જોવા આવ્યો તો જોયુ કે રાજા હીરા જવેરાત ના પલંગ પર મરેલો પડ્યો છે અને એની લાશ ને જીવાત ખાઈ રહી હતી. રાજા એ દિવાલ પર લોહી થી લખ્યુ હતુ કે આ બધો પૈસો, જવેરાત એક ઘુંટડો પાણી અને ભોજન ન આપી શકી.

બોધઃ છેલ્લા સમયમાં તમારી સાથે તમારા કમાયેલા પૈસા નહીં પરંતુ કમાયેલા કર્મો જ કામ આવશે.

આ સ્ટોરી ને તમે 5 માંથી કેટલા સ્ટાર આપશો? કમેન્ટમાં રેટીંગ આપજો!

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version