Site icon Just Gujju Things Trending

કેસર વીશે આ જાણી ગયા તો તમે પણ ખાવાનું ચાલુ કરી નાખશો! 😱

કેસર વિશેની પહેલા પણ જણાવી ચૂક્યા છીએ, આ સિવાય કેસરના શું ફાયદા છે શું મહત્વ છે તેના વિશે આજે વિગતવાર વાત કરવાના છીએ. જણાવી દઈએ કે કેસરમાં ઘણા પોષક તત્વો મળી આવે છે જે આપણા શરીર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, જેવા કે ફોલિક એસિડ કેલ્શિયમ આયન મેગ્નેશિયમ વગેરે… આ સિવાય પણ ઘણા તત્વો રહેલા હોય છે જે આપણા શરીરને બીમારીઓથી બચાવે છે. શરીરના સ્વાસ્થ્યને સારું રાખવાની સાથે સાથે કેસર સુંદરતા માટે પણ ફાયદાકારક છે.

ઘણી વખત આપણે મીઠાઈમાં રંગ અને સુગંધ માટે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ, કેસર ની તાસીર ગરમ હોવાથી શિયાળામાં સેવન કરવું એ સારું છે, કેસર ના ફાયદા લગભગ તમે જાણતા હશો પરંતુ આજે અમે એવા ફાયદા વિશે જણાવવાના છીએ જે લગભગ તમે નહિં જાણતા હોવ.

જાણીને આશ્ચર્ય થશે પરંતુ કેસર તાવ-શરદી વગેરેમાં પણ ફાયદાકારક છે. એક ગ્લાસ દૂધમાં ચપટી કેસર ની અને મધ નાખીને પીવાથી ફાયદો મળી શકે છે. આ સિવાય કેસરમાં પાણી નાખીને તેની પેસ્ટ બનાવી લો, અને આ પેસ્ટને છાતી પર લગાવવાથી ઠંડકમાં થતી બીમારીઓથી રાહત મળે છે.

કેસર ની સાથે ચંદન ભેળવીને માથા પર લગાવવાથી આંખ અને મગજને ઉર્જા પહોંચે છે. અને આ પેસ્ટનો ઉપયોગ કરવાથી માથાના દુખાવો થતો હોય તો તેમાં પણ રાહત મળી શકે છે.

ચેહરાની ખૂબસૂરતી વધારવા માટે પણ કેસર ગુણકારી અને ઉપયોગમાં આવી શકે તેવું તત્વ છે. કેસરમાં ચંદન અને દૂધ ભેળવીને ફેસપેક તૈયાર કરી લો. આ પેક ને ૨૦ મિનિટ લગાવ્યા બાદ ચહેરાને નવશેકા પાણીથી ધોઈ લો, અઠવાડિયામાં એક-બે વાર લગાવવાથી તમને તમારા ચહેરા પર ફર્ક મહેસુસ થશે.

એન્ટી એજિંગ એટલે કે ઘડપણ રોકવા માટે પણ કેસર કામમાં આવી શકે છે. કારણ કે આમાં એન્ટિઓક્સિડન્ટ તત્વો આવેલા હોય છે જે વ્યક્તિ ની ઉમર વધવા દેતા નથી. કાચા પપૈયામાં ચપટી કેસર ભેળવીને લગાવવાથી તે ચહેરાને સ્વચ્છ રોગમુક્ત અને મુલાયમ બનાવે છે.

કેસર એવા લોકોને પણ કામ આવી શકે છે જેઓને ડિપ્રેશનની પરેશાની હોય. હકીકતમાં કેસર માં એવા તત્વો આવેલા હોય છે જે આપણને ક્યારેય ઉદાસ થવા દેતા નથી. આ તત્વોના નામ છે સેરોટિનન અને એની સાથે સાથે બીજા કેમિકલ.

આંખોની રોશની આ એક અત્યારે એવી સમસ્યા થઈ ગઈ છે જે બાળકોથી માંડીને દરેક ઉંમરના લોકોને થઈ રહી છે પરંતુ જણાવી દઈએ કે કેસરનો ઉપયોગ કરીએ તો આનાથી રાહત મળી શકે છે પરંતુ કેસરનો ઉપયોગ નિયમિત પણે કરવો જરૂરી છે.

અસ્થમા એ એવી બીમારી છે જેમાં શિયાળામાં તેની સમસ્યા વધી જાય છે, પરંતુ જો થોડા દિવસો સુધી દરરોજ ત્રણથી ચાર વખત દિવસમાં કેસર વાળી ચા પીવામાં આવે તો અસ્થમાની સમસ્યા ધીમે-ધીમે ઓછી થવા લાગે છે અને દર્દીને રાહત મળે છે.

આ લેખ ને બને તેટલો શેર કરજો જેથી કેસરના અજાણ્યા ફાયદાઓ વિશે બધાને જાણકારી મળે, આવા લેખ દરરોજ મેળવવા માટે ઉપર રહેલા આપણા પેજ ને લાઈક કરજો જેથી તમને દરરોજ લેખ મળતા રહે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version