Site icon Just Gujju Things Trending

કેવી રીતે એક માજીને ખુદ ઠાકોરજીએ કરાવ્યા દર્શન, કિસ્સો વાંચવા જેવો છે…

સ્ટોરી ખુબ જ રસ્પ્રદ છે, છેલ્લે સુધી વાંચજો…

ગોંડલમાં એક વૃદ્ધ વૈષ્ણવ રહેતા જેનું નામ સવિતાબા.

અંતરમાં એક જ અભિલાષા વ્રજ પરિક્રમા કરવી છે અને શ્રીનાથજી બાવા ના દર્શન કરવા છે.

પરંતુ સવિતાબાની અભિલાષા મનમાં જ રહી ગઈ હતી.

લકવાથી શરીર જકડાઇ ગયું હતું.

ખાટલે થી નીચે પણ નહોતું ઉતરી શકાતું તો પછી યાત્રાની વાત તો ક્યાં રહી?

પણ મનમાં સવિતાબા ને તાપ એવો કે રાત દિવસ એનું જ ચિંતન કર્યા કરે.

ભક્ત લાચાર થાય ત્યારે એની ભીડ ભાંગવા ભગવાન દોડે છે, યુગયુગથી દોડતા આવ્યા છે તો પછી આવા ભક્ત ને કેમ ભૂલે? અને કંઇક એવો જ ચમત્કાર થયો.

એક બસ વ્રજ યાત્રા અને શ્રીનાથજીના દર્શન માટે જવાની હતી કાર્યકર્તાઓ યાત્રીઓના નામ લખવા માટે નીકળ્યા. ફરતા ફરતા સવિતાબા પાસે આવ્યા અને પૂછ્યું માજી વ્રજ યાત્રા અને શ્રીનાથજીના દર્શન કરવા આવવું છે?

આ શબ્દો સાંભળીને સવિતાબાના આંખમાં ઝળઝળિયા આવી ગયા અને કહ્યું કે ભાઈ જિંદગી આખી ની આ જ અભિલાષા છે. પરંતુ મારી તો આવી પરિસ્થિતિ છે, શું કરું?

કાર્યકર્તા એ કહ્યું, હજુ થોડા દિવસો બાકી છે. કદાચ ઠાકોરજીની કૃપાથી સારું પણ થઈ જાય, લખવા ખાતર નામ લખાવ્યું.

લકવો મટવાનો કોઈ સંભવ તો હતો નહીં. પરંતુ કહેવાય છે ને કે અસંભવને સંભવ કરવાનું શ્રીનાથજી બાવા માટે કાંઈ અશક્ય નથી.

યાત્રામાં જવાને કેટલાક દિવસો બાકી હતા ત્યારે સવિતાબા ને સહેજ રાહત જણાઈ.

જવાના આગલા દિવસે કાર્યકર્તાઓ આવ્યા અને જોયું તો સવિતાબાની હાલતમાં સુધારો જોઈ આશ્ચર્ય પામ્યા અને કહ્યું માજી, તમે આટલું ચાલી શકો છો તો યાત્રામાં ચાલો, અમે સહુ તમારી સેવા કરીશું.

આમ સવિતાબા યાત્રા એ તો નીકળી ગયા. પહેલા વ્રજની યાત્રા કરી, યુવાન વૈષ્ણવ કાર્યકર્તાઓ સવિતાબાની સેવામાં કાયમ તત્પર રહેતા.

વ્રજ માંથી નાથદ્વારા આવ્યા. ભીડ બહુ જ હતી. સહુ દર્શન કરવા દોડી ગયા. કોઈ દિવસ નહીં ને આજે જ સવિતાબા ને ભૂલી ગયા. પરંતુ ભક્ત પ્રતિપાળ શ્રીનાથજી બાવા કેમ ભૂલે.

દર્શન કો નયના તપે આવો તે માજી નો તલસાટ હતો. બધા દર્શન કરવા ચાલ્યા ગયા, હવે શું થાય? સવિતાબા તો ચોધાર આંસુએ રડી પડ્યા કે જેવી આપની ઈચ્છા મારા પ્રભુ, હવે તો આપના દર્શન કરી આવેલા વૈષ્ણવો ને જોઈ સંતોષ માનીશ અને વિરહ ભાવથી શ્રીનાથજી નું સ્મરણ કરવા લાગ્યા.

પરમ ભક્ત નો વિરહ શ્રીનાથજી બાવાથી કેમ સહન થાય?

હવે શ્રીનાથજી બાવા તૈયાર થઈ ગયા. પોતે ઝાપટીયા બની ગયા અને સવિતાબા પાસે આવ્યા અને કહ્યું, ચલો માજી તમને દર્શન કરાવું

સવિતાબા ને ખભા ઉપર બેસાડીને ખુબ આનંદથી દર્શન કરાવ્યા અને પાછા કમલચોકમાં મુકી ગયા. થોડીવાર પછી સાથવાળા વૈષ્ણવો દર્શન કરીને આવ્યા. સવિતાબા ને દર્શન કરાવવાનું ભૂલી ગયા એ બદલ ખુબ અફસોસ કરવા લાગ્યા. ત્યારે સવિતાબાએ કહ્યું કે ભાઈ, એક ઝાપટીયા એ આવી ખભા પર બેસાડી મને ખુબ આનંદથી દર્શન કરાવ્યા.

સાથવાળા વૈષ્ણવો વિચારમાં પડી ગયા. દર્શન ના સમયે ઝાપટીયા પોતાની ફરજ છોડી ને દર્શન કરાવવા ક્યાંથી આવી શકે? અને તે પણ તદ્દન અજાણ્યા માજી પાસે દોડી આવે? સંતોષ ખાતર ઝાપટીયાને પુછ્યું કે તમે અમારા સવિતાબાને દર્શન કરાવ્યા? ઝાપટીયાએ કહ્યું કે ના ભાઈ ના, દર્શન ના સમયે અમે અમારી ફરજ છોડીને કેમ આવી શકીએ?

હવે સહુના હ્રદયમાં પ્રકાશ પડ્યો કે ઝાપટીયા નહીં પણ ઝાપટીયા ના સ્વામી ઝાપટીયા બનીને જરુર પધાર્યા હશે. આપણે ભૂલી ગયા પણ શ્રીનાથજી કેમ ભૂલે?

પ્રભુ ને પરિશ્રમ થયો એ જાણી સવિતાબાને ખુબ અફસોસ થયો. વારંવાર ક્ષમા માંગવા લાગ્યા. પણ શ્રીનાથજી તો ભક્તવત્સલ છે. પોતાના ધામમાં આવેલ ને નિરાશ કેમ કરે? આ કિસ્સો વોટ્સએપના માધ્યમથી પ્રાપ્ત થયો હતો.

સારાંશઃ તમારા મનમાં સાચો ભાવ હોય તો ભગવાન ખુદ તમને મદદ કરવા આવે છે, વર્ષોથી આવ્યાના બનાવો પણ આપણે સાંભળ્યા જ છે.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, અને આવી જ રસપ્રદ તેમજ પ્રેરણાદાયક સ્ટોરીઓ સાંભળવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચુકતા નહી.

જો તમે આવા જ કિસ્સાઓ વધુ વાંચવા માંગતા હોય, તો કમેન્ટ કરીને જણાવજો જેથી આવા વધુ કિસ્સાઓ અમે આપની સમક્ષ રજુ કરતા રહીએ.

તમે આવી જ રસપ્રદ સ્ટોરી તેમજ પ્રેરણાદાયક પ્રસંગો સાંભળવા માંગતા હોય તો આપણી Youtube ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કરવા માટે નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરી સબ્સ્ક્રાઇબ કરી અને નોટીફીકેશન બેલને દબાવી દેજો.

Subscribe to us on youtube.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version