ખજુર એ એક એવું ફળ છે જે શિયાળો અને ઉનાળો બંને ઋતુ માં મળી આવે છે, મોટાભાગે આને લોકો શિયાળા માં વધુ ખાવાનું પસંદ કરે છે. ખજુર સ્વાદ ની સાથે સાથે તબીયત માટે પણ બહુ ફાયદાકારક હોય છે. ખજુર માં ભરપુર માત્રામાં વિટામિન્સ, મિનરલ્સ, કેલ્શિયમ અને આયર્ન તત્વો હોય છે જે શરીર માં ઘણા ફાયદા પહોંચાડી શકે છે.ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે…
ઘણા લોકોના ઋતુ બદલવાની સાથે વાળ ખરવા લાગે છે, આ સ્વાભાવિક બાબત છે. આવામાં ઘણી વખત કેમીકલયુક્ત શેમ્પુ નો ઉપયોગ કરવાથી પણ વાળમાં કંઈ ફરક પડતો નથી. ત્યારે જો ખજૂરનું સેવન કરવામાં આવે તો સ્કેલ્પમાં વધારે ઝડપથી લોહીનું પરિભ્રમણ થાય છે. જેથી વાળ ખરવાનું બંધ થઈ જાય છે.
આ સિવાય ત્વચા સંબંધી બીમારીઓમાં પણ ખજુર કામમાં આવી શકે છે, ખજૂરમાં રહેલ વિટામિન સી અને ડી ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરે છે.
તેમજ નિયમિત પણે ખજૂરનું સેવન કરવાથી કરચલીઓ પડતી નથી.
ખજૂર મા ઘણા પોષક તત્વો મળી આવે છે, જે શરીરમાં ઊર્જા બનાવી રાખે છે. આવામાં જ્યારે પણ શરીરમાં થાક લાગે અથવા તમને નબળાઈ લાગે ત્યારે ખજૂરનું સેવન કરવાથી ઉર્જા મળે છે. તેમજ શરીર ફ્રેશ ફીલ કરે છે.
ઘણા લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો એમા પેટ સાફ થતું નથી અને પેટમાં રોગો થવા લાગે છે. પરંતુ કહેવાય છે કે જો પેટ તંદુરસ્ત હોય તો માણસનું શરીર આખું તંદુરસ્ત રહે છે, જણાવી દઈએ કે ખજૂરનું સેવન કબજિયાત માં ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે ખજૂરમાં મૌજુદ ફાઇબર કબજિયાતની સમસ્યા દૂર કરીને પેટ સાફ કરવામાં મદદગાર સાબિત થઇ શકે છે.
ઘણી વખત લોકોને વધુ ખોરાકની ટેવ પડી જાય ત્યારે શરીર મેદસ્વિતાનો શિકાર થઈ જાય છે અને માનવીય શરીર મેદસ્વી થતું જાય છે. આવામાં જો નિયમિત પણે દરરોજ દિવસમાં એક વખત ખજૂર ખાવામાં આવે તો આખા દિવસમાં પણ ઓછી લાગે છે અને પેટની ચરબી પણ ઓછી થાય છે.