એક ખેડૂત હતો, તે પોતાની જિંદગી સારી રીતે જીવી રહ્યો હતો.જ્યારે એને વાવેલા પાકને પૈસા મળતા ત્યારે તે પૈસા થી ઘણી બધી વસ્તુઓ લેતો હતો. પરંતુ એને પૈસા બચાવવાની આદત ન હતી, આ સિવાય પોતાના ભવિષ્ય માટે પણ એને કંઈ વિચાર્યું નહોતું અને કોઈપણ ભંડોળ ભેગું કર્યું ન હતું.
સમય વીતતો ગયો તે ખેડૂત ના લગ્ન થયા અને તેને બાળકો પણ થયા, બાળકો મોટા થવા લાગ્યા. જેમ જેમ મોટા થવા લાગ્યા તેમ બાળકોની ભણતરની જરૂરિયાત ઊભી થઈ, અને બાળકોના ભણતર માટે પૈસા ખર્ચ થવા લાગ્યા. સાથે સાથે જ એની એક દીકરીની ઉમર હવે લગ્ન કરવા જેવડી હતી.
પરંતુ આ ખેડૂત પાસે કંઈ પણ ભંડોળ હતું નહીં, આથી તે મૂંઝાઈ ગયો અને તેને સમજાઈ રહ્યું હતું કે હવે તે શું કરશે. આખરે બહુ વિચારીને તેને પોતાની જમીન વેચવાનો નિર્ણય કરી લીધો.
આથી પોતાની જમીન વેચવા માટે એક જમીનદાર પાસે ગયો, જમીનદારે તેને તેની જમીનની કિંમત પૂછી.
આથી ખેડૂતો બહુ વિચારીને કહ્યું કે હું તમને આ જમીન 5 લાખ રૂપિયામાં આપી દઈશ. આ સાંભળીને જમીનદાર વિચારવા લાગ્યો.
અને તેને વિચાર તો જોઈને ખેડૂતને લાગ્યું કે જમીનદાર મારી પાસેથી જમીન લેશે નહીં, અને આવું લાગ્યું એટલે તરત જ તેણે કહ્યું કે જો તમે કહો તો હું 5 લાખ માંથી ઓછા પણ કરી દઈશ.
જમીનદાર વિચારી રહ્યો હતો તેને આ પણ સાંભળ્યું, અને પછી બહુ સમજી વિચારીને બોલ્યો કે તારી આ જમીનની કિંમત પાંચ લાખ નહીં પરંતુ 20 લાખ રૂપિયા છે, માટે હું તને તારી જમીનના 20 લાખ રૂપિયા પુરા આપીશ. પરંતુ એક શરત પર, તારે મને જણાવવું પડશે કે તું આ જમીનને સસ્તામાં વેચવા તૈયાર કેમ થઇ ગયો?
ત્યારે ખેડૂત ભાવુક થઈને બોલ્યો મારા બાળકો ના ભણતરનો ખર્ચ વધી ગયો છે અને મારે એક દીકરી પણ છે જેના લગ્ન કરવાના છે. મેં મારી આખી જિંદગીમાં ઘણા એવા ખર્ચાઓ કર્યા જેની જરૂર ન હતી, જો મેં એ પૈસા બચાવીને રાખ્યા હોત તો આજે મારે આ જમીન વેચવા નો વખત ન આવત. પરંતુ આ બધી વસ્તુ મને ત્યારે ન સમજાય હવે સમજાય છે.
આ સાંભળીને જમીનદાર બહુ સરળતાથી બોલ્યો આ તો ખૂબ નાની સમસ્યા છે. તારે આના માટે જમીન વેચવાની જરૂરત નથી. તુ માત્ર તારી દિકરીના લગ્નની તૈયારી કર. ગામડા ના બધા લોકો મળીને તારી દીકરી ના લગ્ન માટે પૈસા ભેગા કરી નાખશે. અને તારા ખેતરમાં વાવેલા પાક.થી તું તારા બાળકો ની ફી ભરી નાખજે.
આના ઉપરથી આપણને ઘણા બધા બોધ મળે છે, એક તો કે જિંદગીમાં ક્યારેય કોઈ ની મજબૂરી નો ફાયદો ન ઉઠાવવો જોઇએ, અને મજબૂરીને ખરીદવી ન જોઈએ. જો એ જમીનદાર ઈચ્છતો ખેડૂતની જમીન પાંચ લાખ રૂપિયામાં ખરીદી ને ઘણું કમાય શકત. પરંતુ એણે એવું કર્યું નહીં કારણકે જ્યારે પણ તમે કોઇની મજબૂરી ખરીદો છો ત્યારે તમારા ઘરની સુખ શાંતિ અને તમારી જિંદગી ખતમ થઇ જાય છે.
અને બીજો બોધ એ પણ મળે છે કે જીવનમાં આપણે ગમે તેટલી કમાણી કરતા હોઈએ પરંતુ બચત જરૂરી છે, કારણ કે ભવિષ્યમાં આવનારા અચાનક ખર્ચાની આપણને ખબર રહેવાની નથી. જેથી ત્યારે જો બચત હોય તો જ કામ લાગે છે.
મિત્રો, આ વાત જિંદગી આખી યાદ રાખજો અને તમારા મિત્રો તેમજ સગા-સબંધીઓ સાથે શેર કરજો. આવા લેખ દરરોજ મેળવવા માટે ઉપર રહેલું લાઈક બટન દબાવી તમે અમારા પેજ ને લાઈક કરી શકો છો જેથી તમને આવા લેખ દરરોજ મળતા રહેશે.