Site icon Just Gujju Things Trending

ખાણમાં ખોદકામ કરતા હતા મજૂર, રાતોરાત બદલ્યો નસીબ અને પછી…

મધ્ય પ્રદેશમાં એક ગામડામાં જેનું નામ પન્ના છે ત્યાં બે મજૂર ના નસીબ રાતોરાત બદલી ગયા છે. જાણો શું છે આખો મામલો હકીકતમાં બે મજૂર હીરાની ખાણ માં ખોદકામ કરી રહ્યા હતા અને બે મહિના પહેલા તેને એક હીરો મળ્યો હતો. જેની હમણાં તેને નીલામી કરી. પરંતુ નિલામીમાં તેને અધધધ રૂપિયા મળ્યા.

હકીકતમાં આ બે મજૂર હીરાની ખાણ માં કામ કરતા હતા બે મહિના પહેલા એટલે કે ઓક્ટોબરમાં તેને એક હીરો ખાણમાંથી મળ્યો હતો જેને તેને પ્રશાસન પાસેથી ભાડે લીધો હતો.

થોડા સમય પછી શુક્રવારે જ્યારે આ હીરાની નિલામી કરવામાં આવી ત્યારે તેને એક બે લાખ નહીં પરંતુ કરોડોમાં રૂપિયા મળ્યા. તમને કદાચ વિશ્વાસ નહીં થાય પરંતુ આ હીરાની નીલામી કર્યા પછી તેને 2.55 કરોડ રૂપિયા મળ્યા. અને આ હીરાને ખરીદવા માટે મોટા મોટા વેપારીઓ ત્યાં પહોંચ્યા હતા.

પ્રતીકાત્મક ફોટો

પરંતુ બધા વેપારીઓમાં મોજુદ એક વેપારી કે જે ઝાંસી મા જ્વેલરની દુકાન ધરાવે છે તેને અને તેની સાથે એક પોલીટીકલ બંનેએ મળીને આ હીરો ખરીદ્યો હતો.

જણાવી દઈએ કે આ હીરા ની કિંમત 6 લાખ રૂપિયા પ્રતિ કેરેટ ના હિસાબે લગાવવામાં આવી હતી જે સૌથી વધુ રહી હતી અને તેને હીરો ખરીદ્યો હતો.

42.9 કેરેટ નો આ હિરો કુલ ૨.૫૫ કરોડ વેચવામાં આવ્યો. હાલ આ બોલીને 20% રાશિ જમા કરી દેવામાં આવી છે બાકીના પૈસા હીરો મેળવ્યા પછી તેઓ એક મહિનાની અંદર જમા કરાવી દેશે.

અને આ પહેલી વખત નથી કે રાતોરાત કોઈની કિસ્મત ચમકી હોય અને તેને આટલા બધા રૂપિયા મળ્યા હોય, આની પહેલા 1961માં પણ પન્ના ની આ ખાણ માથી આનાથી પણ વધારે કેરેટ ધરાવતો હીરો નીકળ્યો હતો. અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર હવે આર મળેલી રકમમાંથી આ બંને મજુર તેના દેના ચૂકવશે અને પોતાના બાળકો ના ભણતર પર ખર્ચ કરશે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version