Site icon Just Gujju Things Trending

કિડની બચશે તો જીવન બચશે, માટે આજથી જ છોડી દો આ 5 કુટેવો

આપણા માનવ શરીર ની જટિલ રચનામાં ઘણા ભાગ એવા છે જેનું મહત્વ ખૂબ વધારે છે. કારણ કે આ ભાગ ખરાબ થવાથી આપણા જીવનમાં તો તકલીફ પડે જ છે પરંતુ આપણા આયુષ્યને પણ અસર કરે છે, એમાંનો એક ભાગ ની વાત કરીએ તો એ છે કિડની. આપણા શરીરમાં બધાને ખબર હશે કે બે કિડની આવેલી હોય છે.

કિડનીનું કામ શું છે?

કિડની એક ફિલ્ટર તરીકેનું કામ કરે છે, જે આપણા શરીરને સાફ કરે છે તેમજ આપણા શરીર મિનરલ નું નિર્માણ કરે છે, આપણા શરીરમાં યુરિનનું કંટ્રોલ સંપૂર્ણપણે કિડની થી થાય છે. તેમજ શરીરમાંથી બિનજરૂરી ટોક્સિનને કાઢવાનું કામ પણ kidney જ કરે છે. એક કિડનીમાં ઓછામાં ઓછી વાત કરીએ તો દસ લાખ જેટલા ફિલ્ટર લાગેલા હોય છે. જો આપણા શરીરમાં કિડની ગમે ત્યારે કામ કરવાનું બંધ કરી દે તો આપણા શરીરમાં યુરિયા તેમ જ ક્રીએટીનીન જમા થવા લાગે છે. આ સિવાય એસિડનું કામ પણ કરે છે.

આ થઇ કિડનીના કામની વાતો, હવે આપણી ટેવ-કુટેવ ની વાત કરીએ તો આજના દરેક માનવી નો ખોરાક પહેલાના માનવી કરતાં સંપૂર્ણપણે અલગ થઈ ગયો છે. આપણા ખાવા-પીવાની શૈલી, આપણું સ્ટ્રેસફુલ જીવન અને આસપાસના વાતાવરણ ને હિસાબે શરીર પર સ્વાસ્થ્યમાં ગંભીર અસર પડી શકે છે. અને માટે જ ઘણી વખત ડાયાલીસીસ કરવાની સલાહ આપે છે. પરંતુ જો અમુક ટેવ સારી રાખીએ તો આવા ગંભીર સંજોગોમાં આપણે જતા અટકાવી શકીએ છીએ.

કિડનીના કામથી તમને એ તો ખબર પડી ગઈ હશે કે કિડની આપણા શરીરનું કેટલુ મહત્વપૂર્ણ અંગ છે. ધન્યવાદ આજની ટેકનોલોજી ને કે હવે કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ શક્ય છે અને વધારે પડતાં પ્રોબ્લેમ ના હિસાબે કિડની લોકો બદલાવી પણ શકે છે. પરંતુ જણાવી દઈએ કે કિડની ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ ઓ હજારોમાં નહિ પરંતુ લાખો માં થાય છે. અને દરેક પરિવાર આ ખર્ચો ભોગવે એટલો સક્ષમ હોતો નથી. માટે જ આજે અમે એવી વાતો જણાવવાના છીએ જે જો તમે જીવનમાં ઉતારી લો તો કિડની ફેલ થતી બચી શકે છે!

ખાવામાં જો આપણે વધુ મીઠાનો ઉપયોગ કરીએ છીએ તો યુરીન માંથી પ્રોટીન નીકળવાનો પ્રોબ્લેમ થઈ શકે છે જેનાથી કિડનીમાં ગંભીર અસર પડી શકે છે. આથી ખાવામાં હંમેશા મીઠાનો ઉપયોગ બને તેટલો ઓછો રાખવો, આ સિવાય આ પણ વાંચજો:.વધારે પડતું મીઠું ખાવાથી હૃદયરોગ સહિત આવા આવા નુકસાન થઈ શકે છે

ધુમ્રપાન શરીર માટે કેટલું જોખમકારક છે એ કંઈ કહેવાની જરૂર નથી. પરંતુ જણાવી દઇએ કે ધૂમ્રપાન કરવાથી કિડની માં પણ સમસ્યા ઉભી થઈ શકે છે, કિડનીમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે જેનાથી રોગો થઈ શકે છે. અને કિડનીની કાર્યક્ષમતા ઉપર પણ અસર કરે છે. આથી ધુમ્રપાન સદંતર બંધ કરી દેવું જોઈએ.

જ્યારે પણ શરીરમાં પાણી ઓછું પીવામાં આવે, ત્યારે કિડનીને કામ કરવામાં તકલીફ પડી શકે છે. માટે હંમેશા ભરપૂર પ્રમાણમાં પાણી પીવું જોઈએ. કારણ કે આપણા શરીરની વાત કરીએ તો આપણા શરીરમાં ૭૦ ટકા જેટલું પાણી રહેલું છે આ વાત તમને ખબર હશે. અને જ્યારે પાણી ઓછું પીવામાં આવે ત્યારે કિડનીમાં પથરી થવાની પણ શક્યતા રહે છે. માટે કાયમને માટે ભરપૂર પાણી પીવાનું રાખો. અને આમ પણ પાણીની વાત કરીએ તો પાણી દરેક રોગની દવા પણ માની શકાય છે. કારણકે પાણીથી કિડનીને લોહી શુદ્ધ કરવામાં સહારો મળે છે અને ટોક્સિન બહાર કાઢવામાં મદદ મળે છે. આથી indirectly પાણી આપણા શરીર માટે પણ ખૂબ જ જરૂરી છે.

જો પૂરતી ઊંઘ ન થાય તો કીડની ને ખરાબ અસર પડી શકે છે. આથી કાયમ માટે પૂરતી ઊંઘ લેવી જેથી કિડની હેલ્ધી કન્ડિશનમાં રહે.

મીઠું એ માત્ર કિડની માટે જ નહીં પરંતુ બ્લડ પ્રેસર માટે પણ જોખમી હોય શકે છે. મીઠ્ઠા નું સેવન વધુ કરવાથી સોડીયમ ની માત્રા વધે છે જે BP વધારે છે અને કિડની પર પણ નુકશાન કરી શકે છે. આથી મીઠ્ઠા નો બને તેટલો ઓછો ઉપયોગ કરવો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version