જમ્મુ-કાશ્મીરમાં ધારા 370 હટાવી લીધા પછી પાકિસ્તાન જાણે ધુંઆપુંઆ થઇ રહ્યું છે, ગભરાઈ ગયેલા પાકિસ્તાને હવે નિર્ણયો લેવાનું ચાલુ કર્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક કર્યા પછી પાકિસ્તાને નિર્ણય લઇને ભારત સાથે દ્વિપક્ષીય વેપાર ઉપર રોક લગાવી દીધી છે. આની સાથે પાકિસ્તાન ભારત સાથે બધા વ્યાપારિક સંબંધો તોડી નાખ્યા છે. એમ જ પાકિસ્તાન હવે ભારત સાથે દ્વિપક્ષીય એગ્રીમેન્ટ ની પણ સમીક્ષા કરશે. સાથે સાથે કાશ્મીર મામલે તેઓ UN જવાની પણ પાકિસ્તાનને ધમકી આપી છે.
ન્યુઝ એજન્સી અનુસાર પાકિસ્તાને ભારતના રાજદૂત ને પણ નિષ્કાસિત કરી નાખ્યા છે.
જણાવી દઈએ કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી કાર્લા કાર્યાલયમાં નેશનલ સિક્યુરિટી કમિટીની બેઠક થઈ હતી જેમાં આર્ટીકલ 370 ને હટાવવા ના વિરોધમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન નેશનલ સિક્યુરિટી કમિટીએ આ બેઠકમાં બીજા પણ નિર્ણયો લીધા હતા.
જેમાં ભારતની સાથે ડિપ્લોમેટિક સંબંધોને ઓછા કરવા, દ્વિપક્ષીય વ્યાપાર ના સંબંધોને ખતમ કરવાનું અને દ્વિપક્ષીય વ્યવસ્થાઓ ની સમીક્ષા કરવાનું મોજુદ છે. અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાન સરકાર ભારતમાં પોતાના ઉચ્ચાયુક્ત ને ન મોકલવાનો નિર્ણય કરી શકે છે, જેનો આ મહિને ચાર્જ લેવાનો હતો. આ સિવાય ભારત ના ઉચાયુક્ત કે જેવો પાકિસ્તાનમાં છે તેને પણ પાકિસ્તાન છોડવા માટે કહેવામાં આવી શકે છે.
“Pakistan expels Indian envoy, suspends trade over Kashmir: Pakistan govt,” reports AFP News Agency pic.twitter.com/TcB0HI1yrb
— ANI (@ANI) August 7, 2019
આની પહેલા મંગળવારે નેશનલ એસેમ્બલી ના સંયુક્ત સત્રને સંબોધિત કરતા ઈમરાન ખાને કહ્યું હતું કે હું પહેલેથી જ અનુમાન લગાવી શકું છું કે તેઓ હવે આપણા ઉપર ફરી પાછો વાર કરવાનો પ્રયાસ કરશે. તેઓ આપણી ઉપર ફરી પાછો હુમલો કરી શકે છે અને આપણે ફરી પાછા જવાબી કાર્યવાહી કરીશું. તેઓએ કહ્યું ત્યારે શું થશે? તેઓ આપણી ઉપર હુમલો કરશે અને આપણે જવાબ દેશો અને યુદ્ધ બંને તરીકાથી થઈ શકે છે. પરંતુ જો આપણે યુદ્ધ લડીશું તો આપણા લોહીના આખરી ટીપા સુધી લડીશું. તો એ યુદ્ધ જીતશે કોણ? કોઈ પણ નહીં જીતે. તેને ઉમેર્યુ હતું કે આનું આખી દુનિયા માટે દુઃખદ પરિણામ થશે. અને આ પરમાણુ બ્લેકમેલ નથી.
જણાવી દઈએ કે પાકિસ્તાનમાં કાશ્મીર માં 370 કલમ હટાવ્યા પછી જાણે ખૂબ જ અફડાતફડી મચી ગઇ છે, કારણકે ભારતની સંસદમાં પણ જમ્મુ કાશ્મીર પછી POK નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ત્યારે અમિત શાહ એગ્રેસીવ થઈને બોલ્યા હતા કે કાશ્મીર માટે જાન દેવા પણ તૈયાર છું.
જણાવી દઈએ કે છેલ્લા કેટલા સમયથી પાકિસ્તાન બોર્ડર પર સીજફાયરનું વારંવાર ઉલ્લંઘન પણ કરી રહ્યું છે, અને હાલમાં જ પાકિસ્તાનમાંથી ભારતની સીમામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલાઓને ભારતીય આર્મીએ જડબાતોડ જવાબ આપ્યો હતો.