Site icon Just Gujju Things Trending

કોથમીરના શરીર માટે ફાયદા જાણી ચોંકી જશો, જાણો ને શેર કરો

આપણામાંથી જ ઘણાં લોકો એવા હશે જે ને ઘરમાં રહેલા અમુક મસાલા નહીં ભાવતા હોય, એમાંથી કોથમરી પણ એક હશે. મોટાભાગે કોથમરી બહુ ઓછા લોકોને ભાવતી હોય છે, પરંતુ આજે તમે એના ફાયદા જાણીને કોથમરીનો દરરોજ ઉપયોગ કરવા લાગશો.

કોથમીર મા ઘણા ઔષધીય ગુણધર્મો રહેલા છે. કોથમીર આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. કોથમીરના પાણીમાં બહોળી માત્રામાં પોટેશ્યમ, કેલ્શિયમ, વિટામીન સી અને મેગ્નેશિયમ જોવા મળે છે, જે અનેક રોગોને આપણા શરીરમાંથી દૂર રાખે છે. આથી કોથમીર ન ભાવતી હોય તો પણ તેનું સેવન કરવું જોઈએ, કારણ કે એના ફાયદા જાણીને તમે પણ દંગ રહી જશો.

જો તમે વજન ઓછું કરવા માગતા હોય તો તેના માટે પણ કોથમીરનું પાણી ખૂબ જ કામમાં આવી શકે છે, આની પહેલા પણ અમે જણાવી ચૂક્યા છીએ કે આ પાણી કેટલું ફાયદાકારક છે.

વજન ઓછું કરવા માટે ત્રણ ચમચી ધાણા ના બીજ એક ગ્લાસ પાણીમાં લઈને પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળો, ત્યાર પછી તેને ગાળીને રોજ બે વખત પીવાથી થોડા જ દિવસોમાં તમને વજન ઘટયાનો અહેસાસ થવા લાગશે.

ખીલ માટે કોથમીર રામબાણ ઈલાજ મનાય છે, કોથમીરના જ્યુસ મા હળદરનો પાવડર ભેળવીને ચહેરા પર લગાવો અને થોડીવાર પછી ચહેરો સ્વચ્છ પાણીથી ધોઈ નાખો. દિવસમાં બે વખત આ લેપ નો ઉપયોગ કરવાથી ખીલ અને ચહેરા પરના ડાઘા તેમજ બ્લેક સ્પોર્ટ્સ થી છુટકારો મળે છે અને ચહેરો વધુ નિખાર મેળવે છે.

ધાણા ના થોડા બીજને ખાંડીને પાણીમાં ઉકાળી લો, આ પાણીના સંપૂર્ણપણે ઠંડુ પડવા દો અને પછી મોટા સ્વચ્છ કપડાથી ગળી લો તેમજ તેની બે ટીપા આંખમાં નાખવાથી આંખમાં બળતરા, દુખાવો અને આંખમાંથી પાણી નીકળવાની સમસ્યાઓ દૂર થાય છે.

કોલેસ્ટ્રોલની સમસ્યા માટે પણ ધાણાના બીજ ઉપયોગમાં આવી શકે છે. હાઈ કોલેસ્ટ્રોલ ની સમસ્યા થાય ત્યારે ધાણા ના બીજ ઉકાળીને તેનું પાણી પીવું જોઈએ.

પેટમાં દુખાવામાં પણ આ કામ આવી શકે છે, જો તમને પેટમાં દુખાવો થતો હોય તો અડધા ગ્લાસ પાણીમાં બે ચમચી ધાણા ના બીજ નાખીને પીવાથી રાહત મળે છે.

લીલી કોથમીર આપણી પાચન શક્તિ વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. અને તે પાચનશક્તિ માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેમજ લીલી કોથમીરના તાજા પાનને છાશ મા ભેળવીને પીવાથી પણ અપચા વગેરે જેવી બીમારીમાં ઘણો આરામ મળે છે.

ડાયાબીટીસ માટે કોથમીર ફાયદાકારક છે. આ સિવાય યુરીન વખતે બળતરા થતી હોય તો પણ કોથમીર નું પાણી પીવાથી રાહત મળે છે.

જો તમને આ લેખ પસંદ પડ્યો હોય તો શેર કરજો, ઉપર રહેલું બ્લુ લાઈક બટન દબાવીને તમે અમને follow કરી શકો છો જેથી તમને દરરોજ આવા લેખ મળતા રહે.

Disclaimer- This content is provided for informational purposes only, and is not anyway intended to be a substitute for professional medical advice.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version