પહેલાના સમયમાં અમુક ઉંમર પછી ના લોકોને રદયની બીમારીઓ જોવા મળતી હતી અને હૃદયરોગના હુમલા પણ આવતા હતા પરંતુ પાછલા થોડા વર્ષોમાં નાની ઉંમરમાં પણ આવી બીમારીઓ જોવા મળતી હોય છે. ઘણા લોકોનું માનવું છે કે હાર્ટ અટેક માત્ર પુરૂષોમાં જ જોવા મળે છે મહિલાઓમાં નહીં પરંતુ આપણી જે બદલી રહેલી જિંદગીની વાત કરીએ તો મહિલાઓમાં પણ હાર્ટ એટેક ની સમસ્યા જોવા મળી શકે છે. આજે આપણે મહિલાઓને હાર્ટ એટેક આવવાના કારણો હોઈ શકે તેની વિશે જણાવવાના છીએ
આપણી અસ્ત-વ્યસ્ત જીંદગીના કારણે આજકાલ નાની ઉંમરના લોકોને પણ આવો જોવા મળે છે. હાલમાં જ એક થયેલા અભ્યાસમાં જણાવાયું હતું કે મહિલાઓમાં પણ હૃદય રોગના હુમલાનો ખતરો વધી રહ્યો છે.
એક રિપોર્ટ અનુસાર જો પૂરતી નિંદ્રા ન લેવામાં આવે તો મહિલાઓ માટે હાર્ટ એટેક નો ખતરો વધે છે. કારણકે પૂરતી નિંદ્રા ન લેવાને કારણે આર્ટરીઝ બ્લોક થઇ શકે છે જેનાથી રદય માં રોગ થવાની સંભાવના વધી જાય છે.
વધતું વજન ની વાત કરીએ તો આજકાલ દરેક માનવી પોતાના વજનને લઈને ઘણી વખત મુશ્કેલીમાં પડી શકે છે. જો વજન સતત વધતું રહેતું હોય તો આપણ હાર્ટ એટેકનો ખતરો વધારે છે. આથી કાયમ પોતાની જાતને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવી જોઈએ.
મહિલાઓએ હલકી માત્રામાં પરંતુ કસરત કરવી જોઈએ. કારણ કે આનાથી શરીરમાં ઈન્સ્યુલિનની માત્રા બરાબર જળવાઈ રહે છે. જેનાથી હૃદય સંબંધિત રોગોથી બચી શકાય છે. એટલું જ નહીં જો નિયમિત પણે આ કસરતો કરવામાં આવે તો હાર્ટ એટેકના ખતરાને પણ ઘણા અંશે ટાળી શકાય છે.
ઘણી મહિલાઓ બ્લડ પ્રેસર પર નજર રાખતી હોતી નથી. આ એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે કારણ કે બ્લડ પ્રેસર ના હિસાબે શરીરને કરવામાં પરેશાની થઇ શકે છે. આથી જો કોઈ સંકેત જણાય તો તરત જ ચેક અપ કરાવી લેવું જોઈએ.
આજકાલ મહિલાઓ પણ વર્ક કરતી હોવાથી તેઓને પણ ઓફિસ અને ઘર સંભાળવાની જવાબદારી માથે હોવાથી ઘણી વખત ડિપ્રેશનનો શિકાર થાય છે તો વધુ પડતો સ્ટ્રેસ લઈ લે છે. જે હાર્ટ-અટૅકનું એક મુખ્ય કારણ બની શકે છે. આથી યોગ અથવા જરૂર પડે તો મેડી સ્ટેશન કરીને પણ પોતાને તનાવથી દૂર રાખવાની કોશિશ કરવી જોઈએ.
આ સિવાય અમુક વાતો એવી છે જેનું ધ્યાન રાખવું જોઈએ, જેમકે અમુક ઉંમર પછી પોતાના શરીરનું રેગ્યુલર ચેક-અપ કરાવવું જોઈએ. તેમજ પોતાના કોલેસ્ટ્રોલને ધ્યાનમાં રાખવું, પોતાના મગજ પર સ્ટ્રેસ ન લેવો અને હળવી કસરતો કરતા રહેવું. પોતાની જાતને એક્ટિવ રાખવી. અને લો ફેટ ડાયેટ લેવું. જેનાથી ઘણી બીમારીઓથી દૂર રહી શકાય છે.