કૂવામાં પડેલા ચિત્તા ની આંખો જોઈને લોકો ચોંકી ગયા, જુઓ તસવીર

સામાન્ય રીતે આપણી આજુબાજુ કોઈપણ જાનવરને બચાવતો વિડીયો અથવા તસ્વીરો તમે જોઈ જ હશે અને ઘણી વખત જોયું હશે કે કોઈપણ મુંગુ જાનવર કંઈ બોલતો નથી શકતું પરંતુ તેના ચહેરાના હાવભાવ અથવા તેની આંખો ઘણું બધું કહી જાય છે. હમણાં જ એક તસવીર સામે આવી હતી.

તસવીર જ નહીં આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. એક કૂવામાં એક ચિત્તો પડી ગયો અને પછી શું તેની આંખો જોઈને એટલી ભયાનક આંખો હતી કે બધા લોકો આશ્ચર્ય પામી ગયા હતા. કોઈપણ જાનવર શિકાર કરે અથવા આક્રમણ કરે ત્યારે આપણે આશ્ચર્ય ચકિત થઇ જતા હોઈએ છીએ પરંતુ એવી જ રીતે જો કોઈ જાનવર મુસીબતમાં ફસાઈ જાય અને તે કોઈપણ જગ્યાએ મુશ્કેલીમાં હોય તો એ જોઈને આપણને તેની ઉપર દયા પણ આવે છે.

ભારતમાં હમણાં જ એવો એક મામલો સામે આવ્યો છે જ્યાં એક લગભગ ૨૦ ફૂટ ઊંડા કૂવામાં ચિત્તો પડી ગયો હતો અને તેને પોતાને બહાર કાઢવાની ઘણી કોશિશ કરી હતી પરંતુ તેને સફળતા ન મળી હતી જોકે ત્યાંના સ્થાનિક લોકોને તરત જ ખબર પડતાં રેસ્ક્યુ ટીમને બોલાવવામાં આવી હતી અને રેસ્ક્યુ ટીમ દ્વારા ખૂબ જ ઉમદા કાર્ય કરીને તેને બચાવી લેવામાં આવ્યો હતો. જોકે આ બચાવકાર્યમાં ઘણી બધી તકલીફ પણ પડી હતી.

અત્યારે એની એક તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહી છે જેમાં એ તસવીરમાં રહેલી આંખો કંઈક કહી જાય છે અને લોકોના મનમાં દયા ઊત્પન્ન થઈ રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અહીંયા એક ચિત્તો જંગલમાંથી નીકળીને શહેરી વિસ્તારમાં આવી ગયો હતો. ગામડાની બહાર આવેલા એક કૂવામાં અચાનક લપસીને નીચે પડી ગયો.

થોડા સમય પછી લોકોને ત્યાં વિચિત્ર અવાજ સંભળાવા લાગ્યા હતા ત્યારે એ અવાજ શેનો છે તે જાણવા માટે લોકો ત્યાં પહોંચ્યા તો લગભગ ૨૦ ફૂટ જેટલા ઊંડા કૂવામાં લોકોએ જોયું કે ત્યાં એક ચિત્તો પડ્યો છે.

આ ચિત્તો તે કૂવામાં પડી ગયો હતો તેનું આખું શરીર પાણીની અંદર હતું જ્યારે તેનું માથું પાણીની બહાર હતું અને પોતે બહાર નીકળવાની કોશિશ કરી રહ્યો હતો. કૂવામાં પડેલા ચિતાને બાદમાં વન કર્મીઓએ બચાવ કાર્ય કરીને તેને બચાવી લીધો હતો. ચિતાને બચાવ્યા પછી રેસ્ક્યુ ઓપરેશન પૂરું થયું ત્યાર પછી તેને ફરી પાછો જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.