આપણી સંસ્કૃતિ પ્રમાણે જ્યાં નવું બાળક જન્મે ત્યાર પછી તેને એક પછી એક બધી વસ્તુઓ શિખડાવવામાં આવે છે અને સાથે સાથે સંસ્કારનું સિંચન કરવામાં આવતું હોય છે. કારણ કે આપણે ગમે ત્યાં જાય ત્યાં આપણી ફર્સ્ટ ઈમ્પ્રેશન એટલે કે પહેલી છાપ મહત્વ ધરાવે છે. અને જો સંસ્કાર સારા ના હોય તો આપણી આ પહેલી છાપ ખરાબ થઈ શકે છે. એવી જ રીતના સંસ્કૃતિમાં ઘણી વખત આપણને શીખવવામાં આવતું હોય છે કે અમુક વસ્તુઓ અમુક પ્રક્રિયાઓ ક્યારેય જિંદગીમાં કરવી જોઈએ નહીં જેનાથી આપણે પાપનું ભાગીદાર બનવું પડે.
એવી જ રીતના અમુક માન્યતાઓ છે કે અમુક વ્યક્તિઓ ને ક્યારે પણ પગ અડાડવો જોઈએ નહીં. ઘણી વખત લોકો બીજા લોકોને જાણતા કે અજાણતા ઠોકર મારી દે છે પરંતુ જ્યારે આ જાણતા કરવામાં આવે ત્યારે આને ખૂબ જ ગંભીરતાથી લેવું જોઈએ કારણ કે એની અસરો આપણા જીવનમાં ઘણી ઊંડે સુધી પહોંચી શકે છે. ચાલો જાણીએ કયા લોકોને ભૂલથી પણ પગ અડાડવો જોઈએ નહીં…
આપણી ભારતીય સંસ્કૃતિ અનુસાર છ લોકો ખૂબ જ આદરણીય અને સમ્માનીય હોય છે. તમે કદાચ મોરારી બાપુ નો વિડીયો જોયો હોય તો પણ એ પણ ઘણી વખત કહે છે કે હિન્દુ ધર્મમાં બ્રાહ્મણને પૂજનીય માનવામાં આવે છે. અને બ્રાહ્મણને હિન્દુ ધર્મમાં પૂજનીય મનાતા હોવાથી તેઓનું પગથી સ્પર્શીને અપમાન કરવું જોઈએ નહીં. એવી જ રીતના આપણા ગુરુ પાસેથી આપણને શિક્ષા પ્રાપ્ત થાય છે આથી આપણે તેનું સન્માન કરવું જોઈએ અને ગુરુનું પણ પગનો સ્પર્શ કરીને ક્યારેય અપમાન કરવું જોઈએ નહીં.
અગ્નિ એ પણ અત્યંત પવિત્ર માનવામાં આવે છે આથી અગ્નિનો પણ કોઈ દિવસ પગથી સ્પર્શીને અપમાન ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. એવી જ રીતના કુવારી કન્યા એ ઘરની લક્ષ્મી ગણાય છે. આથી આનો પણ ધ્યાન રાખવું જોઈએ.
બાળકો એ દરેક ઘરમાં સૌથી પ્રિય હોય છે તેમજ આપણા વડીલો એટલે કે વૃદ્ધો આપણા પૂજનીય માનવામાં આવે છે. આથી આ લોકોનું ક્યારેય પણ પગ થી સ્પર્શ કરીને અપમાન કરવું જોઈએ નહીં. આવું કરવાથી આપણે પાપમાં ભાગીદાર બની જઈએ છીએ. અને આના પરિણામ ખરાબ થી અતિ ખરાબ આવી શકે છે.
ફરી એક વખત જણાવી દઈએ કે બ્રાહ્મણ, ગુરુ, અગ્નિ, કુવારી કન્યા, બાળક, અને વૃદ્ધ આ બધાનું ક્યારેય પગથી સ્પર્શીને અપમાન કરવું જોઈએ નહીં. નહીતો પાપમાં ભાગીદાર બનીને ખરાબ પરિણામ ભોગવવા પડે છે.
જો તમને આવી ધર્મ વિશેની વાતો માં વધુ રસ હોય તો કમેન્ટમાં જણાવજો આથી અમે ધર્મ અને આધ્યાત્મ વિશે નવી નવી અને અજાણી વાતો તમારી સમક્ષ રજુ કરતા રહીશું. જો આ પોસ્ટ પસંદ પડી હોય તો અને શેર કરવાનું ચૂકશો નહીં.