લગ્નમાં આવેલા સગા-સંબંધીઓએ પૂછ્યું, દહેજ માં શું મળ્યું છે? વરરાજો કંઈ બોલ્યો નહીં, પણ પરંતુ થોડા સમય પછી ઉભો થઈને…
એક મિડલ ક્લાસ પરિવાર હતો, જેમાં માતા પિતા તેનો એક દીકરો અને દીકરાના દાદા-દાદી એમ કુલ મળીને પાંચ સભ્યો રહેતા હતા. દીકરાની ઉંમર 25 વર્ષની થઇ ચૂકી હતી, એટલે ઘરના બધા સભ્યો તેના માટે યુવતી જોવા લાગ્યા હતા અને એક સંબંધ સારો હતો ત્યારે દીકરાને લઈને યુવતી સાથે મેળવવામાં આવ્યો બંને એકબીજાને પસંદ કર્યા અને બન્નેના લગ્ન નક્કી થયા.
દિકરીના ઘર વાળા સાધારણ વ્યક્તિ હતા, અને લગ્ન માં પણ તેને તેની શક્તિ અનુસાર ખર્ચ કર્યો હતો. લગ્ન પુરા થયા પછી બધા લોકો જ્યારે ઘરે આવ્યા ત્યારે સગા સંબંધીઓએ પૂછ્યું કે દહેજ માં શું મળ્યું છે?
આ મિડલ ક્લાસ પરિવાર પહેલેથી જ દહેજ ની વિરુદ્ધ હતો પરંતુ સમાજમાં દરેક તો એના જેવા ન જ હોય ને, એટલે આવો સવાલ પૂછ્યો બધા લોકો બેઠા હતા અને વહુ અંદર હતી અને દીકરો બધાની સાથે ત્યાં બહાર જ બેઠો હતો.
દીકરો ત્યાંથી ઉભો થઇ ને પાણી પીવા ગયો ત્યારે જોયું કે વહુ ના મોઢા ઉપર ઉદાસીનતા છવાઈ ગઈ હતી અને તે રડી રહી હોય તેવું લાગ્યું.
તરત જ તેને અંદાજો આવી ગયો કે આ સવાલ પૂછ્યો એટલા માટે જ કદાચ તેની પત્ની રડવા લાગી હશે.
એટલે તે તરત જ ફરી પાછો જ્યાં બધા બેઠા હતા ત્યાં ગયો અને બધાની સમક્ષ કહ્યું કે આજે તો હું દુનિયાનો સૌથી વધારે સંપત્તિ ધરાવનાર માણસ બની ગયો. બધા લોકોએ આશ્ચર્યચકિત થઇને તેની સામે જોયું દીકરાએ પોતાની વાત આગળ વધારતાં કહ્યું એક પિતાએ એની પ્રેમાળ દીકરી મને આપી દીધી.