લગ્નમાં આવેલા સગા-સંબંધીઓએ પૂછ્યું, દહેજ માં શું મળ્યું છે? વરરાજો કંઈ બોલ્યો નહીં, પણ પરંતુ થોડા સમય પછી ઉભો થઈને…
એટલું જ નહીં એક ભાઈએ પોતાની જીવથી વહાલી બહેન મને આપી દીધી અને એક બહેને પોતાનો પડછાયો જ જાણે મને આપી દીધો. અને આટલું ઓછું હતું તેમ એક માતા જે દુનિયાને બધું આપી શકે છે પરંતુ પોતાનું સંતાન નથી આપી શકતી એ માતાએ પોતાના જ ખોળામાં રમી ને મોટી થયેલી પોતાની વ્હાલી દિકરીને મને સોંપી દીધી.
બસ આથી વિશેષ મારે શું જોઈએ?
આટલું કહીને હમણાં જ લગ્ન કરીને આવેલો તે છોકરો ફરી પાછું બોલ્યો કોઈ બીજો સવાલ તમારા મનમાં હોય તો પૂછી લો એનો પણ જવાબ આપી દઉં? પરંતુ જેને સવાલ પૂછ્યો હતો એનું મોઢું અત્યાર સુધીમાં શરમથી લાલ થઇ ગયું હતું.
આવા વિચાર રાખનારા દીકરાઓને હૃદયથી સેલ્યુટ કરવાનું મન થવું જોઈએ કારણકે આપણી આજની યુવા પેઢીમાં આ વિચાર ખૂબ જ જરૂરી છે. તમારું આ વિશે શું માનવું છે તે કમેન્ટ કરીને અચૂક જણાવજો અને
જો આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો.