Site icon Just Gujju Things Trending

લગ્નજીવનમાં ઝઘડા ન થવા દેવા હોય તો આ વાંચી લેજો અને તમારા પાર્ટનરને પણ વંચાવજો…

શહેર ના ધનાઢ્ય વિસ્તારમાં બે પરિવાર આજુ બાજુ માં રહેતા હતા બંને પરિવાર પૈસે ટકે સુખી હતા પરંતુ એક પરિવાર માં સવાર થી જ કજિયા કંકાસ શરુ થઇ જતો અને બીજા પરિવાર માં બધા શાંતિથી અને હળીમળીને રહેતા હતા.

એક દિવસ ઝગડા કરવા વાળા પરિવાર ની સ્ત્રી એ તેના પતિ ને કહ્યું કે કોઈ દિવસ બાજુ વાળા ને ત્યાં જઈ ને જાણો કે તે શું કારણ થી શાંતિ અને પ્રેમ થી રહે છે અને આપણા માં શું કમી છે કે આપણે તેઓ ની જેમ રહી અને જીવન આનંદ માની શકતા નથી?

બે દિવસ પછી રવિવાર હતો ત્યારે બાજુવાળા ને ત્યાં તેનો પતિ ગપ્પા મારવા ના બહાને ત્યાં ગયો અને ઘર માં બની રહેલી બધી ઘટના નું નિરીક્ષણ કરી રહ્યો હતો. ત્યારે બાજુવાળા ની પત્ની ઘરમાં પોતા કરી રહી હતી. અને રસોડા માં કુકર ની સીટી વાગતા તે કુકર ને ગેસ પર થી ઉતારવા માટે ગયા.

અને ત્યાં જ તેનો પતિ ને ત્યાં થી પસાર થવાનું થયું. અને તેનો પગ પોતા કરવા માટે પાણી ની ડોલ ભરેલી હતી તેની સાથે અથડાયો અને બધું પાણી ઢોળાઈ ગયું તેની પત્ની રસોડા માંથી બહાર આવતા તેને કહ્યું કે મારી ભૂલ હતી કે હું ડોલ બાજુ માં રાખ્યા વિના જ રસોડા માં ચાલી ગઈ.

અને તેના પતિ એ કહ્યું કે ભૂલ તો મારી હતી કે આટલી મોટી ડોલ પડી હતી તેની બાજુમાં થી ચાલવાની બદલે હું ત્યાંથી જ ચાલ્યો અને પગ ભટકતા ડોલ ઢોળાઈ ગઈ એમ વાત કરતા બંને માણસ ઢોળાયેલા પાણી સાફ કરવા લાગ્યા.

પરિવાર ના નાના સંતાનો પણ તેના મમ્મી પપ્પા ની જેમ બધા ની સાથે સમજદારી પૂર્વક વાતચીત વર્તન કરી રહ્યા હતા અને દાદા દાદી ની સાથે એકદમ સન્માન ની સાથે વાત કરી રહ્યા હતા આ બધું જોઈ ને ઝઘડા કરવા વાળા પરિવાર ના સભ્ય પોતાની ઘરે આવે છે.

ઘરમાં આવતા જ તેની પત્નીએ કહ્યું તમે બાજુવાળા ને ત્યાં શું જોઈ આવ્યા ??? તે શાંતિ થી અને પ્રેમ થી રહે છે તેનું શું કારણ છે ? ત્યારે તેના પતિ એ જવાબ આપતા કહ્યું કે આપણામાં અને તેના માં ફરક માત્ર એટલો છે કે આપણે બધા હંમેશા આપણને પોતાને જ સાચા સાબિત કરવાની કોશિશ કરીએ છીએ.

અને બધી ભૂલ માટે સામે વાળા ને ખોટા પાડવાની કોશિશ કરી એ છીએ અને તેના કારણે વાત વાત માં ઝગડા કરીયે છીએ કારણ કે આપણને ભૂલ સામાવાળા ની જ દેખાય છે આમ ને આમ આપણે બધા અભિમાની થઈ ગયા છીએ પરિવારમાં સુખી અને શાંતિપૂર્વક સંબંધો રાખવા માટે ખાસ જરૂરી છે.

આપણું વ્યક્તિગત અભિમાનનો ત્યાગ કરીને આપણી જવાબદારી થી વર્તન કરવું એક બીજા પર દોષ ઢોળી દેવાને બદલે આપણો દોષ હોય તે સુધારવો નહીંતર કજિયા કંકાસ આપણા ઘર માં રહેવાના જ છે અને સંબંધ લાગણી શૂન્ય થઇ જાય છે પરિવાર માં એક ની જીત એ બધા ની જીત હોય છે.

અને આપણે પરિવાર વાળા ને હરાવવા ની કોશિશ કરીયે તે બધાની હાર હોય છે. પરિવાર ને તોડવા માટે નહિ પણ પરિવાર ને જોડવા માટે જીવન જીવવું જોઈએ આટલી વાત સમજાઈ જાય તો આપનો પરિવાર પણ ખુશી અને પ્રેમ પૂર્વક રહી શકે અને ધારી સફળતા મેળવી અને પ્રગતિ કરી શકે.

માટે કાયમ પ્રસન્ન રહો ખુશ રહો અને બધા ને ખુશ કરો સ્વર્ગ નું સુખ પણ અહીંયા જ છે અને કજિયા કંકાસ પણ અહીંયા જ છે પસંદગી આપણી છે આપણે શું પસંદ કરીયે છીએ.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version