Site icon Just Gujju Things Trending

લગ્નમાં અચાનક જ વરરાજો વહુ ને પગે લાગ્યો, એક વડીલે તેને પૂછ્યું કેમ? તો વરરાજાએ એવો જવાબ આપ્યો કે ત્યાં હાજર રહેલા બધા લોકો…

લગ્નની વિધિ શરૂ થવામાં બસ હવે થોડા જ સમયની વાર હતી. વરરાજા અને દુલ્હન બંને તૈયાર થઈ ચૂક્યા હતા. લગ્ન નક્કી થયાં અને લગભગ આઠ મહિના જેવો સમય થઈ ચૂક્યો હતો.

વરરાજાને દુલ્હન બન્ને એકદમ ખુશ હતા. એ બંનેના પ્રેમ લગ્ન થવાના હતા અને બંનેના પરિવાર તરફથી રાજીખુશીથી મંજુરી પણ મળી ગઈ હોવાથી તેઓ બંને ખુશ હતા. 8 મહિના પહેલા સગાઈ કરી હતી અને આજે લગ્ન થવાના હતા.

બંને એકબીજાને વર્ષોથી ઓળખતા હતા કોલેજમાં સાથે ભણતા હતા ત્યારે જ એકબીજા વચ્ચે દોસ્તી થઈ હતી અને સમય જતાં આ દોસ્તી ગાઢ પ્રેમમાં બદલાઈ ગઈ હતી.

લગ્નની તૈયારીઓ પણ બંને એ સાથે વિચારીને જ કરી હતી. કયા પ્રસંગ ઉપર શું પહેરવું? કયો ડ્રેસ કોડ રાખવો વગેરે બધું યુગલ એ સાથે મળીને જ નક્કી કર્યું હતું…

વિધિ નો સમય થઈ ચૂક્યો હોવાથી વરરાજો અને દુલ્હન બંને સજીને એકબીજાની સમક્ષ ઊભા રહી ગયા હતા. વરમાળા પહેરાવવાની જ રાહ જોવાઇ રહી હતી…

બંને એ એકબીજાને વરમાળા પહેરાવી એટલે બધા લોકો તાળીઓ પાડવા લાગ્યા. પરંતુ, અચાનક જ વરરાજો નીચે નમીને વહુ ને પગે લાગ્યો. ત્યાં હાજર રહેલા બધા લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા.

ઘણા લોકો હસવા પણ લાગ્યા હતા, એવામાં લગ્નમાં હાજર રહેલા એક વડીલે ત્યાં નજીક આવી અને વરરાજા ને સહજતાથી પૂછ્યું કેમ બેટા? તે આવું કેમ કર્યું?

આ પ્રશ્ન સાંભળીને ત્યાં શાંતિ છવાઈ ગઈ બધા લોકો વરરાજાના જવાબની જાણે રાહ જોઈ રહ્યા હોય એ રીતે તેની સામું જોવા લાગ્યા.

વરરાજાએ ઉભા થઇ જવાબ આપતા કહ્યું, આ બીજું કોઈ નહીં પરંતુ આ એ જ છે જે મારા માતા-પિતાનું સન્માન કરશે અને તેઓની સેવા કરવામાં પણ કંઇ બાકી નહીં રાખે. મને પણ હંમેશા ખુશ રાખવાનો પ્રયત્ન કરશે. મારા વંશને આગળ લઈ જશે, મારા ઘરની લક્ષ્મી પણ એ જ કહેવાશે, ડિલિવરી વખતે અમારા બાળક માટે તે મૃત્યુ નો સ્પર્શ થાય તો તે સ્પર્શ કરીને પણ બાળકને જન્મ આપશે. આ મારા ઘરનો દીપક છે. એ જેવું વર્તન કરશે તેના વર્તનથી જ સમાજમાં મારી ઓળખ થશે. ગમે તેવા ખરાબ સમય કે મુશ્કેલીઓના સમયે તે મારી બાજુમાં ઊભી રહેશે. તેના દરેક સગાઓ થી દૂર થઈ તે મારી પોતાની બનીને રહેશે. એ જો આટલું બધું કરી શકે તો શું આપણે થોડો આદર ન આપી શકીએ? અને જો સ્ત્રીઓને પગે લાગવાથી આ દુનિયા મારી ઉપર હસતી હોય તો એ દુનિયાની મને કોઈ પડી નથી.

માત્ર એક જ શ્વાસમાં અટકાવ્યા વગર આટલું બધું વરરાજા એ કહી દીધું એટલે ત્યાં હાજર રહેલા બધા લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા. અને અમુક જ શબ્દોમાં તેને આજે ઘણું સમજાવી દીધું હતું.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કોમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version