Site icon Just Gujju Things Trending

જીવનના એક પણ ખૂણે અટકવું ન હોય, તો પ્રધાનમંત્રીની આ વાત માની લો

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી એ પહેલેથી જ ઘણા લોકો માટે પ્રેરણાદાયક સ્ત્રોત સમાન હતા. એની ઘણી કહાની ઓ એ આપણને પ્રેરિત કર્યા છે, આજે પણ આપણે એના વિશે એક નાનકડી વાત કરવાના છીએ જે તમને ઘણી પ્રેરણા આપી શકે છે.

આજનો સમય એવો થઈ ગયો છે કે કોઈપણ વધુ ભણેલો માણસ પોતાને એટલો બધો શાણો સમજે છે કે એની આજુબાજુમાં કોઈ એનાથી ઓછો ભણેલો માણસ હોય તો તેનું અપમાન કરવામાં જરા પણ અચકાતો નથી.

લાલ બહાદુર શાસ્ત્રી ની જિંદગીમાં એક પ્રસંગ બન્યો હતો તેની આજે આપણે વાત કરવાના છીએ, લગભગ બધા લોકોને ખબર હશે કે શાસ્ત્રીજી સામાન્ય જીવન જીવવા માગતા હતા અને તેનું જીવન એકદમ સાધારણ પણ હતું. અને એની જીવનમાં બનેલી આ ઘટના જાણતા નહીં હોવ.

જ્યારે પણ લાલ બહાદુર શાસ્ત્રીજી કોઈપણ કામ કરતા ત્યારે તે પોતાની આજુબાજુ રહેલા લોકોની સલાહ લેતા હતા, પછી એ આજુબાજુ રહેલો માણસ નોકર હોય અથવા કોઈ તેનો સહયોગી હોય પરંતુ તે તેની સલાહ લેવાનું ચૂકતા નહીં.

આથી ઘણા લોકો એવું વિચારતા કે દુનિયાના સૌથી મોટા કહી શકાય એવા ભારત દેશના જેની પાસે પોતાના સલાહકાર છે તેમ છતાં તેઓ સામાન્ય માણસો પાસેથી શું કામ સલાહ લે છે?

એક દિવસ શાસ્ત્રીજી પાસે મોટો મુદ્દો આવ્યો અને તેને હલ કરવા માટે તેને લીધી. આ જોઈને એક સલાહકાર બોલ્યો કે સર તમે એક વાત જણાવો, તમે દેશ-વિદેશના મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા હોવ છો અને એક નોકર ને પૂછી લો છો?

આ નોકર તમને શું સલાહ આપી શકે, એ વધુ ભણેલ પણ નથી. આથી આ સાંભળીને શાસ્ત્રીજી હસીને બોલ્યા હું તને એક નાનકડો બનાવ સંભળાવું છું એ સાંભળીને તને બધું સમજાઈ જશે.

આ બનાવ છે ન્યૂટન સાથે બનેલો, જેના મગજ અને બુદ્ધિની આજે પણ કદર થાય છે અને લોકો તેના વખાણ કરતા થાકતા નથી. એની પાસે એક બિલાડી હતી અને એ બિલાડીએ 2 બચ્ચાને જન્મ આપ્યો. હવે બિલાડી અને બચ્ચાઓને જ્યારે બહાર જવું હતું ત્યારે તેઓ દરવાજા પાસે આવીને ઉછળકૂદ કરવા લાગતા.

આથી એક દિવસ ન્યૂટન પોતાના નોકરને બોલાવીને સૂચના આપી કે આ દરવાજા માં બે છેદ કરી દો, એક મોટો બિલાડીને નીકળવા માટે અને એક નાનો તેના બચ્ચાઓને નીકળવા માટે.

આ સાંભળીને નોકર બોલી ઉઠ્યો કે આપણે બે છેદ કરવાની જરૂરત નથી. મોટો છેદ કરી દઈએ તો તેમાંથી બિલાડી પણ નીકળી જાય અને બચ્ચાઓ પણ નીકળી જાય. આ સાંભળીને ન્યુટન તેના નોકર નું મોઢું જ જોતા રહી ગયા, અને વિચાર્યુ કે આ વાત તેના મગજમાં શું કામ આવી નહીં.

બસ આટલું કહીને શાસ્ત્રીજીએ સલાહકાર સામે જોયું, ત્યાં સલાહકાર બધું સમજી ગયા.

આ ઘટના તો ન્યુટન સાથે ઘટી હતી પરંતુ એમાંથી આપણે બધાને ઘણું શીખવા મળે છે કે દરેક માણસમાં પોતાની અંદર એવા ગુણો રહેલા છે જેનાથી તે કઈ પણ કરી શકે છે. આથી કોઈપણ માણસને ઓછો આંકવાની ભૂલ ન કરવી.

આ કિસ્સો ઇન્ટરનેટ પર મળ્યો હતો, અને પ્રેરણાદાયક હોવાથી આપણે તમારી સાથે શેર કર્યો છે. તમે પણ આને તમારા મિત્રો સાથે શેર કરજો જેથી દરેક લોકો સુધી પ્રેરણા પહોંચે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version