આપણી આઝાદી વખતે આપણા દેશ પર થયેલા અત્યાચારો ને આજ સુધી લોકો ભૂલી શક્યા નથી. આપણા બધા સ્વાતંત્ર્યસેનાનીઓનો માનીએ તેટલો આભાર ઓછો છે. કારણ કે એના કારણે જ આપણને આઝાદી મળી છે.
આ સ્વાતંત્ર્ય સેનાનીઓનું વર્તન અને જીવન બંને કાયમ પ્રેરણાદાયક રહ્યું છે. આજે આપણે એવી જ એક વાત કરવાના છીએ કે જે ઘટના લાલબહાદુર શાસ્ત્રી જોડે ઘટી ચૂકી છે. અને આ ઘટના તેની વિચારસરણી નું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
લાલબહાદુર શાસ્ત્રી ને જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે તેનું કારણ એ હતું કે તેઓ સ્વાતંત્ર્ય આંદોલનમાં સક્રિય ભાગ લીધો હતો. અને જ્યારે તેઓની ધરપકડ થઈ ત્યાર પછી તેની દીકરી બીમાર પડી હતી. જેથી જેલના સુપ્રિટેન્ડન્ટ પાસે પેરોલ પર છૂટવા માટે લાલ બાદુર શાસ્ત્રી એ તેની પાસે રજા માંગી હતી.
રજા માંગી એટલે સુપ્રિટેન્ડેન્ટ એ કહ્યું કે તમે મને લખીને આપો કે હું કોઈપણ સમારોહમાં કે રાજકીય પ્રવૃતિમાં ભાગ નહીં લઉ.
પરંતુ શાસ્ત્રીજીએ કહ્યું કે લખવાની કોઈ જરુર નથી. મારા વચન પર વિશ્વાસ રાખો. જેલરે વચન પર વિશ્વાસ રાખીને રજા આપી દીધી.
પરંતુ જ્યારે શાસ્ત્રીજી તેમના ઘરે પહોંચ્યા ત્યારે તેઓ મોડા પડી ગયા હતા, કારણ કે એમની દીકરી અવસાન પામી ચૂકી હતી. માટે સ્મશાન સુધી સાથે રહીને બધી જ વિધિઓ કરીને ઘરે જઈને તેમને સ્નાન કર્યું. અને સ્નાન કર્યા પછી તેઓ તરત જ જેલ જવા રવાના થઇ ગયા.
જો તેઓ ઈચ્છે તો તેઓ પંદર દિવસ ઘરમાં રહી શકે તેમ હતા. કારણ કે પંદર દિવસ નો પેરોલ હતો. પરંતુ તેઓ એક મિનિટ પણ ઘરમાં વધુ ન રોકાયા.
આથી કોઈએ તેમને પૂછ્યું કે તમને પંદર દિવસ મળ્યા છે છતાં કેમ અત્યારે જ જેલમાં જાઓ છો. ત્યારે એમણે એટલો જ જવાબ આપ્યો હતો કે. મારી બીમાર દીકરીની સારવાર માટે પેરોલ મળ્યો હતો. દીકરી જ ન રહી તો હવે જેલમાં પાછા જવાની મારી ફરજ બને છે.
આ ઘટના એક ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણી શકાય કે ત્યારના આપડા સ્વાતંત્ર્ય સેનાનીઓના સ્વભાવ વિચાર સરણી બંને કઈ રીતના હતા, આ ઘટના માંથી વચનપાલન નો પણ બોધ મળે છે.