આપણે ત્યાં લગ્નમાં કોઈપણ વસ્તુ લેવાની હોય અથવા તે નક્કી કરવાની હોય ત્યારે મોટાભાગે વડીલો બધું નક્કી કરતા હોય છે, અને ઘણા ખરા લગ્નમાં પતિપત્ની પોતે પણ બધું નક્કી કરતા હોય છે. પરંતુ મોટાભાગે કોઇપણ પતિ પત્ની તેના પરિવાર સામે શરત રાખતા હોતા નથી, તે આટલી શરત મંજૂર કરે તો જ લગ્ન કરે.
આવી જ એક અજીબોગરીબ ઘટના હમણાં હરિયાણા ના એક ગામમાં બની, અને સારી વાત તો એ છે કે લગ્ન પહેલા વરરાજા- વહુ એ જે શરતોને મંજુર કરવા માટે જણાવ્યું હતું તેને તેના મા-બાપે ખુશી ખુશી મંજુર કરી દીધી. પરંતુ આ તો સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે. અને સાથે સાથે ખુશી પણ થશે.
તેઓ બંને એ નક્કી કરીને સમાજના રીતિરિવાજો થી અલગ શરતો રાખી હતી. એટલે કે પહેલી શરત હતી કે લગ્નમાં જે બેન્ડવાજા વગાડીએ છીએ, તે વગાડવામાં અહીં આવે. આથી લગ્નને બેન્ડવાજાના અવાજ અને નાચકૂદ વગર સંપન્ન કરવામાં આવશે.
બીજી શરત રાખી હતી કે પંડિતને નહિ બોલાવવામાં આવે, ત્રીજી શરત રાખી હતી કે દહેજ લેવામાં નહિ આવે, એટલે કે કોઈ પણ પક્ષ તરફથી દહેજ ની લેવડ દેવડ થશે નહીં. આજકાલ હજુ પણ અમુક ભારતના વિસ્તારોમાં કદાચ દહેજની લેવડદેવડ થતી હોય છે, પરંતુ આ લગ્નમાં એ પણ કરવામાં ન આવી.
અને આ બંનેની ચોથી શરત એ હતી કે કન્યાદાનની વિધિ વખતે એક રૂપિયો અને શ્રીફળ આપીને વિધિ પૂર્ણ કરવામાં આવશે. એટલે કે મોટાભાગના લગ્નમાં જે રીતે હોય છે તેમ નહીં પરંતુ તેનાથી વિરુદ્ધ આ બંને પતિ પત્ની ઓ એ આ શરતો રાખી અને તેના મા-બાપે ખુશી ખુશી આ શરતોને માની પણ લીધી.
અને અમુક રિપોર્ટ અનુસાર જાનમાં પણ ગણતરીના લોકો ને જ સામેલ કરવામાં આવ્યા હતા. અને ખૂબ સાદગીથી જાન રવાના કરવામાં આવી હતી. તદુપરાંત લગ્નમાં આવેલા મહેમાનો જોડે થી કોઈપણ જાતનો ઉપહાર, ભેટ વગેરે સ્વીકારવામાં આવ્યું ન હતું. એટલે કે માત્ર એક રૂપિયો અને શ્રીફળ માં જ લગ્ન સંપન્ન થઇ ગયા.
ખરેખર આ બંને એ સમાજને એક મોટો સંદેશો આપ્યો છે, કે જેને દરેક પરિવારોએ સમજીને અમલ કરવાની જરૂર છે. કારણકે ઘણી વખત લગ્ન પ્રસંગ વખતે દેખાડો કરવામાં ઘણા લોકો પોતાની માથે દેવું કરી લેતા હોય છે, જે સમય જતા ચૂકવાતું નથી અને તેઓની સમસ્યાઓ વધવા લાગે છે.
જો તમને પણ આ સંદેશ ગમ્યો હોય અને આ શરતો સાથે સહમત હોવ તો આ પોસ્ટ ને લાઈક કરી ને દરેક લોકો સુધી પહોંચાડજો એવી નમ્ર વિનંતી છે. જેથી દરેક લોકોને ખબર પડે કે આપણે કેટલો વ્યર્થ ખર્ચો કરી રહ્યા છીએ. સાથે સાથે આપણા જ સમાજને એક નવી દિશામાં લઈ જવાની જવાબદારી આપણી જ છે. આથી આ પોસ્ટ દરેક લોકો સુધી પહોંચાડવી.