Site icon Just Gujju Things Trending

વાંચતા બે મિનીટ થશે પણ વાંચવાનું ચુકતા નહીં…

જિંદગીમાં આપણે ઘણી વખત એવી સ્થિતિમાં મૂકાઈ જઈએ છીએ જ્યારે કોઈપણ વસ્તુ આપણને સારી લાગતી હોતી નથી, અને મારા તમારા દરેકના જીવનમાં એક વખત તો એવું આવે છે કે મુસીબતો ઘણી હોય પરંતુ એક પણ જગ્યાએથી પ્રેરણા મળતી હોતી નથી અને આપણે જીવનથી નફરત કરવા લાગીએ છીએ. પરંતુ આવું ક્યારેય પણ થાય ત્યારે આ લેખને સાચવીને રાખજો અને આ લેખને વાંચી લેજો.

તમે બધા જાણતા હશો કે હોકાયંત્ર કે જેને ઈંગ્લીશમાં કંપાસ પણ કહે છે તેમાં અંદર એક સોય રહેલી હોય છે, જે હંમેશા ઉત્તર દિશા બતાવે છે. સામાન્ય માણસ ની વાતો ન કરીએ પરંતુ કોઈ માછીમાર અથવા તો દરિયાખેડુ માટે આ સાધન દિશા શોધવા માટે ખૂબ જ મહત્વનું હોય છે. અને દરેક લોકો પાસે આ સાધન અચૂક મળી આવે છે.

પરંતુ હોકાયંત્ર બનાવતા કોઈપણ કારખાનામાં જાવ ત્યારે હોકાયંત્રમાં વાપરવાની અસંખ્ય સોય આમતેમ પડેલી હોય છે, શું આ બધી જ એક ચોક્કસ દિશા બતાવી શકે, જવાબ છે ક્યારેય નહીં કારણકે સોય હોકાયંત્રમાં નહિ પરંતુ જમીન પર એમનેમ પડેલી હોય છે જે દરેક અલગ-અલગ દિશા બતાવતી હોય છે.

પછી જ્યારે એ સોયને લોહચુંબકનો સ્પર્શ થવા લાગે એટલે તરત જાણે ચમત્કાર થાય એ રીતે છૂટી છવાયેલી પડેલી અને આડા બતાવતી સોય હવે એક જ દિશા બતાવે છે તે છે ઉત્તર દિશા.

હવે ધારો કે આ ઘટનાને આપણા જીવન સાથે જોડીએ તો જીવનનું પણ આવું જ છે, આપણા જીવનમાં આપણને ઘણા એવા લોકો માટે છે જે પોતાનો તી એ પામી શકતા નથી એના માટે ઘણા કારણો હોઈ શકે છે પરંતુ એનું પ્રથમ કારણ જોઈએ તો એ છે કે એ પોતાના જીવનનું ધ્યેય નક્કી જ કરતા નથી.

હકીકતમાં તો કોઈ પણ જીવન યોજના બનાવવાની કોશિશ નહીં કરવાથી આપણે ખરેખર તો જીવનમાં નિષ્ફળ થવાની યોજના બનાવી રહ્યા હોઈએ છીએ અને આપણને ખબર પણ હોતી નથી, જ્યારે જીવનમાં સ્પષ્ટ ધ્યેય હોય તો જીવન ને સફળ બનાવી શકાય છે.

દરિયામાં અંદર સબમરીનમાંથી જે Torpedo મિસાઈલ લોન્ચ કરવામાં આવે છે તેમાં આ મિસાઈલ કોમ્પ્યુટર સંચાલિત હોય છે અને તે પોતાની ભૂલો સુધારીને લક્ષ્ય તરફ આગળ વધતી રહે છે જેથી લક્ષ્ય સુધી પહોંચવાના પ્રયાસમાં સફળ થાય છે.

માનવનું મન પણ આ Torpedo ની જેમ જ કામ કરે છે, એક વખત તમે જીવનનું ધ્યેય નક્કી કરી લો પછી તમારું મન સતત પણે તમારી વાત અને જીવનને કેટલા અંશે એ માટે મદદરૂપ થાય છે તે નિહાળતું રહે છે. ઉપરાંત આજુબાજુના વાતાવરણ દ્વારા પોઝિટિવ પ્રેરણા મેળવીને તમારું મન તમારા ધ્યેયને પામવા માટે જરૂરી સુમેળ સાધે છે.

કોઈપણ ના જીવનમાં જો અસ્ત-વ્યસ્ત વિચારો હોય, અથવા તેને સિદ્ધ કરવાનું ગજું ન હોય, કે પછી રિયાલિસ્ટિક ધ્યેય, વિચાર ન હોય તો આપણા જીવનને દિશાહીન થતાં વાર લાગતી નથી. અને થોડાક જ સમયમાં માણસ પોતાની જાતને જ ખલાસ કરી નાખે છે.

આથી ઘણી વખત આપણે જરૂર હોય છે માત્ર હોકાયંત્રની સોય જેવા લોહચુંબકની! જો આ લેખ પસંદ પડ્યો હોય તો શેર કરજો અને આવા જ લેખ વાંચતા રહેવા માટે આપણું પેજ અચૂક લાઈક કરજો જેથી તમને દરરોજ આવા લેખ મળતા રહે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version