લીંબુ એ એવી વસ્તુ છે કે જે દરેકના રસોડામાંથી મળી આવે છે. સાધારણ માનવામાં આવતું લીંબુના ફાયદા જોવા જઈએ તો તે ઘણા ઊંડા છે. આ સિવાય દરેકના મસાલામાં પણ લીંબુને વાપરવામાં આવે છે. જણાવી દઈએ કે લીંબુમાં વિટામિન ઘણા મળી આવે છે અને આ વિટામિનો આપણી આંખ માટે તેમ જ શરીરનાં બીજાં ઘણાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.
જો સૂતી વખતે પોતાની પથારી પાસે એક સમારેલું લીંબુ રાખી દો તો તેના ઘણા ચમત્કારી ફાયદાઓ મળે છે, જે જાણીને કદાચ તમે ચોંકી જશો…
જો તમે ક્યાંય બહાર ગયેલા હોય ને ત્યાં નાના જીવ જંતુ નો ભય રહેતો હોય તો આ નુસખો કરવાથી કીડી-મકોડા અને માખીઓ આપણી બાજુમાં આવતી નથી.
જો તમને માથું દુખવા ની સમસ્યા રહેતી હોય તો તેમાં પણ આ નુસખો કામ લાગી શકે છે. કારણકે આ નુસખો કરવાથી તમારું મન શાંત રહે છે. અને માથાનો દુખાવો પણ ઠીક થઇ જાય છે.
જો તમને નીંદર ન આવવાની સમસ્યા હોય તો આ એક લીંબુ નો ટુકડો તમારું કામ કરી શકે છે. કારણ કે એનાથી તમારો મગજ ઠંડુ રહે છે અને તેમને આસાનીથી નીંદર આવી શકે છે.
આ થયા લીંબુને પથારી પાસે રાખીને સુવાના ફાયદા ઓ, પરંતુ આ લીંબુ ફાયદાઓ છે.
જો સવારે ખાલી પેટ ગરમ પાણીમાં લીંબુ નીચોવીને પીવામાં આવે તો વજન ઘટાડવામાં સહાયતા મળે છે. આ પ્રયોગ કરતી વખતે જો તેમાં મધ ઉમેરવામાં આવે તો વજન ઘટાડવામાં વધુ સરળતા રહે છે.
સ્કિન માટે પણ લીંબુ ફાયદાકારક છે. આપણી ત્વચા લીંબુનું સેવન કરવાથી મુલાયમ બને છે. પરંતુ આ નું અતિ સેવન પણ ન કરવું જોઈએ કારણ કે લીંબુ એ એક એસિડિક તત્વ છે.
તમને કદાચ આ નુસખા વિશે ખબર હશે પરંતુ જણાવી દઈએ કે જો લીંબુને વાળના મૂળમાં ઘસવામાં આવે તો તેનાથી વાળમાં થયેલા ખોળા થી રાહત મળે છે.