માણસના શરીરને સ્વસ્થ રાખવા માટે લીવર અહમ ભૂમિકા ભજવે છે. લીવર નું કાર્ય શું છે તેના વિશે થોડું જાણીએ. આપણા શરીરમાં જેમ જેમ ખાઈએ તેમ તેને પચાવવા નું કાર્ય લીવર નું હોય છે. સાથે સાથે શરીરમાં ઉત્પન્ન થતા ઝેરી પદાર્થ એટલે કે toksin ને શરીરમાંથી બહાર કાઢવાનું કામ પણ લીવરનો છે. તો લિવરમાં કોઇ પણ જાતની સમસ્યા થાય તો શરીરમાં ખામી સર્જાવા લાગે છે અને આપણું શરીર કમજોર પડવા લાગે છે અને સાથે સાથે અન્ય બીમારીઓ પણ ઘર કરવા લાગે છે. હવે તમને પણ સવાલ ઉદ્ભવ છે કે લિવર આખરે બગડે છે કઈ રીતે?
લીવર ખરાબ થવાના ઘણા કારણો હોઈ શકે છે જેમકે ખરાબ ખાવાપીવાનો ખોરાક મીઠુ વધુ માત્રામાં લેવું વધુ પડતી સિગરેટ અને દારૂનું સેવન પણ એક કારણ હોઇ શકે છે આ ખરાબ થાય એટલે પાચનતંત્રમાં મુશ્કેલી સર્જાવાના કારણે પેટમાં દુખાવો રહેવા લાગે છે
પરંતુ જો શરીરને સ્વસ્થ રાખવું હોય અને સાથે સાથે લીવરને પણ સ્વસ્થ રાખવું હોય તો અમુક ઘરેલુ ઉપાયો અજમાવવા જોઈએ અને અમુક ખોરાકથી દૂર રહેવું જોઈએ ચાલો જાણીએ તેના વિશે
લસણમાં એવા તત્વો મળી આવે છે જે લિવરને સ્વસ્થ રાખવા માટે ઘણાં ઉપયોગી સાબિત થઈ શકે છે હકીકતમાં ઘણી વખત લીવર ને લગતી દવાઓમાં પણ લસણનો ઉપયોગ થાય છે માટે દરરોજ એક કળીલસણ નો સેવન કરવું જોઈએ જેનાથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થ કે જે શરીર માટે હાનિકારક છે તે લીવર દ્વારા બહાર નીકળે છે અને લીવર સ્વસ્થ તરીકાથી કામ કરી શકે છે
આ સિવાય લિવરને સ્વસ્થ રાખવા માટે પાણી અને મધ પણ ઘણા ફાયદાકારક છે.પાણીમાં મધ ભેળવીને નવશેકુ ગરમ કરીને સવારે ખાલી પેટ આનુ સેવન કરવાથી ઘણા ફાયદા પહોંચે છે સાથે સાથે આખા દિવસ માટે શરીરમાં ઉર્જા બની રહે છે. જેથી તમે ફ્રેશ ફીલ કરો છો
હળદરમાં પણ એવા ગુણ મળી આવે છે જે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતાને વધારવા માટે અને લિવરને સ્વસ્થ રાખવા માટે ખૂબ ઉપયોગી છે.રાત્રિના સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં હળદર ભેળવીને પી જાઓ આનાથી શરીરમાં ઘણા ફાયદાઓ મળે છે
લીવરને સ્વસ્થ રાખવા માટે જેટલું જરૂરી બીજુ બધુ છે તેટલું જ ખાવા-પીવાનું પણ જરૂરી છે એટલે કે જો લીલી સબ્જી લીલા શાકભાજી નો સેવન કરવામાં આવે તો તે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે લીલા શાકભાજીનું સેવન શરીર માટે ખૂબ જ જરૂરી છે. તેમાં રહેલા તત્વો શરીરમાંથી ટોક્સિન બહાર કરવામાં મદદગાર સાબિત થાય છે. આના માટે લીલા શાકભાજી ને રાંધીને અથવા તો તેનું જ્યૂસ પીને સેવન કરી શકાય છે.