પહેલી વાર માં બન્યા પછી મહિલાઓ ના જીવનમાં ઘણા નોંધપાત્ર બદલાવ આવે છે. તેઓની પર્સનાલિટી, દ્રષ્ટિકોણ અને રોજિંદુ જીવન બધુ બદલી જાય છે. એમ કહીએ કે તેની આખી દુનિયા તેના બાળક પ્રત્યે સમર્પિત થઈ જાય છે તો ખોટું નથી. ઘણા લોકોને એવું પણ લાગશે કે બાળકની parvarish તો માતા-પિતા બંને મળીને કરે છે, પરંતુ અમુક વાતો માં પિતા મહાન છે જ્યારે અમુક વાતમાં મા નુ સ્થાન કોઈ લઈ શકતું નથી. શાસ્ત્રોમાં પણ માં વિશે ઘણું લખાયું છે, કારણકે એનું બાળક પ્રત્યેનું બલિદાન અને સમર્પણ એ ખરેખર બીજું કોઈ કરી શકે નહીં. માં બન્યા પછી સ્ત્રી પોતાના જીવનમાં ઘણા પરિવર્તન ને મહેસૂસ કરે છે.
જવાબદારી- એવો સમય ઘણી વખત આવે છે કે દરેક સ્ત્રીને પોતાની જવાબદારી પણ નિભાવી પડે છે, સાથે-સાથે બાળકને પણ સાચવવાનું હોય છે. તો ક્યારેક એવું થાય છે કે નવી નવી જવાબદારીઓ અને બાળકની દેખભાળ કરતા કરતા તેને ઘણો થાક લાગતો હોય છે, ઘણી વખત તે પોતાને લાચાર સમજે છે.
કામ- બાળક આવ્યા પહેલા ઘરમાં જે કામ કરતા હોય, તે પછી ઘણો સમય આરામનો પણ મળે છે. પરંતુ બાળક આવ્યા પછી આરામનો સમય તો દૂર પરંતુ કામના સમયે પણ સાથે સાથે બાળકની દેખભાળ કરવાની હોવાથી કામ બધા ખૂબ વધી જાય છે. એવામાં બાળકને નહાવાનું, રડે તો શાંત પાડવાનું, એને રમાડવાનું વગેરે ઘણા કામ તેની રોજીંદી જીંદગીમાં જોડાઈ જાય છે. આવામાં જો તે એકલી હોય તો તેની જિંદગીમાં વ્યસ્તતા ઓછી થતી નથી.
એકાંત મળતું નથી- બાળકના જન્મ પછી દરેક સ્ત્રીને પોતાને જ એવું મહેસુસ થાય છે કે તેને તેનો અધિક સમય બાળકને આપવો જોઈએ, અને તેની દેખભાળ કરવી એ જરૂરી છે. જેના કારણે તે બાળક ની દેખભાળ કરતા કરતા પોતાના માટે કે પોતાના પતિ માટે પણ સમય કાઢી શકતી નથી.
શારીરિક પરિવર્તન- બાળકના જન્મ પછી સ્ત્રી નું વજન વધવુ, પેટમાં સ્ટ્રેચ માર્ક વગેરે અનેક શરીરને લગતા પરિવર્તનોથી ગુજરવું પડે છે. અને પોતાનું પહેલા જેવું શરીર પામવા માટે તેને ઘણી મહેનત પણ કરવી પડે છે. તો ઘણી સ્ત્રીઓ બાળક અને ઘરમાં એટલી વ્યસ્ત થઈ જાય છે કે પોતાનું શરીર પ્રત્યે ધ્યાન રહેતું નથી. અને તેનું પહેલા જેવું શરીર મેળવવું મુશ્કેલ થઈ જાય છે.
આ સિવાય પહેલી વખત માં બનતી હોય તે સ્ત્રીઓને બાળકોની દેખભાળ વખતે ઘણી ભૂલ પણ થઈ શકે છે. ખાસ કરીને તે જ્યારે એકલી હોય અને તેને માર્ગદર્શન આપવા માટે કોઈ ન હોય ત્યારે તેનાથી ભૂલ થવા ની શક્યતા વધી જાય છે. આવા સંજોગોમાં દરેક વખતે કંઈક નવુ શીખવાનો પ્રયાસ જ તમને પરફેક્ટ મોમ બનાવશે.
સ્તનપાન- સ્તનપાન કરાવવું તે આસાન હોતુ નથી, પ્રારંભે આ બહુ દુખ દાયક અને અજીબ લાગે છે. સાથે સાથે સાચી રીત થી બાળક ને દુધ પીવડાવવું એ પણ અઘરુ કામ હોય છે.