Site icon Just Gujju Things Trending

મહાશિવરાત્રી: આ વસ્તુઓથી કરો મહાદેવની પૂજા, મળશે માંગ્યુ વરદાન

આવતીકાલે એટલે કે 4 માર્ચે મહાશિવરાત્રીનું પર્વ મનાવવામાં આવશે. જણાવી દઈએ કે એક વર્ષમાં લગભગ બાર શિવરાત્રીઓ આવે છે, જેમાં આ શિવરાત્રી ને ખૂબ જ ખાસ માનવામાં આવે છે.

માનવામાં આવે છે કે ફાગણ મહિનામાં કૃષ્ણ ચતુર્દશીના દિવસે આવનારી શિવરાત્રી ને સૌથી મોટી શિવરાત્રી મનાય છે. એટલે જ આને મહાશિવરાત્રી કહેવામાં આવે છે. દર મહિને કૃષ્ણ પક્ષની ચતુર્દશી દરમિયાન શિવરાત્રી હોય છે, પરંતુ મોટાભાગે મહાશિવરાત્રીના દિવસે શિવભક્તોની ભીડ વધુ જોવા મળે છે. ઘણી જગ્યાએ લોકો વ્રત પણ રાખે છે. અને આ દિવસે ઘણા લોકો ભગવાન શિવની પૂજા પણ કરતા હોય છે.

વિવિધ માન્યતાઓ અનુસાર એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ ના વિવાહ થયા હતા. શિવરાત્રિ ઉપર ભગવાન શિવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. અને આપણામાંથી ઘણા લોકો આખા દિવસનો ઉપવાસ પણ રાખતા હોય છે.

ભગવાન શિવને જો આ વસ્તુઓ ચડાવવામાં આવે તો એવું માનવામાં આવે છે કે તમને તેનું શુભ ફળ મળે છે.

મહાશિવરાત્રી ઉપર શિવલિંગ ઉપર દૂધ અથવા ગંગાજળથી અભિષેક કરવામાં આવે તો આને પણ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે અને ઘણા લોકો આ અભિષેક કરે છે.

ભગવાન શિવને ધતુરો એકદમ પ્રિય છે આ વાત લગભગ બધા લોકોને ખબર હોય છે, આથી ભગવાન શિવની પૂજા કરતી વખતે ધતૂરા ને પણ સામેલ કરવું જોઈએ.

ધતુરા ની સાથે જો ધતૂરા નું ફૂલ પણ ભગવાન શિવને અર્પણ કરીએ તો તેનાથી સારું થાય છે તેવી માન્યતા છે.

આની સાથે બીજા પણ એવા ઘણા પદાર્થો જે જેને શિવને ચઢાવવાથી મનોકામનાઓ પૂરી થાય છે જેમકે શેરડીનો રસ, જઉં, ઘઉં, સફેદ તલ વગેરે.

આ સિવાય અમુક માન્યતાઓ અનુસાર ભગવાન શિવને ચંદન, બોર વગેરે ચઢાવવાથી પણ આપણને લાભ પ્રાપ્ત થાય છે.

આ લેખને દરેક લોકો સુધી શેર કરજો તેવી નમ્ર વિનંતી છે આથી દરેક લોકોને આધ્યાત્મિક માહિતી મળે.

આવી પોસ્ટ દરરોજ મેળવવા માટે આપણા ફેસબુક પેજ ને લાઈક કરજો.

અવનવા જોક્સ, પ્રેરણાદાયક સુવિચાર, ભારત અને દુનિયાનો ભવ્ય ઈતિહાસ વગેરે માટે વધુ જાણવા તમે આપણું ફેસબુક ગ્રુપ પણ જોઈન કરી શકો છો, ગ્રુપ માં જોઈન થવા માટે અહિં ક્લિક કરો. 

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version